Abtak Media Google News

હાઇવે પર અકસ્માત સર્જવા જાણે સામાન્ય ઘટના બની છે ત્યારે આ પ્રકારના અકસ્માત ઘટ્યા પાછળ અનેક કારણો રહેલા હોય છે. જેમકે, ડ્રાઈવરની ભૂલ, વાહનની સ્પીડ, રોડરસ્તા ખરાબ હોવા, ટ્રાન્સપોર્ટના ભારે વાહનોની ગેરજવાબદારી આવા કારણોસર મુખ્યત્વે અકસ્માતો સર્જાતા હોય છે અને એમાં કેટલાય તો જાનલેવા સાબિત થાય છે. આ કારણો સિવાયનું પણ એક એવું કારણ છે જેનાથી હાઇવે પર મોટા ભાગના અકસ્માત સર્જાતા હોય છે. એ કારણ એટલે હાઇવે અને રસ્તાઓ ઉપર રઝળતા ઢોર, વર્તમાન સમયમાં આ ઢોરની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે. ત્યારે આ ઢોર પણ મહતમ અકસ્માતના કરણોમાં સંકલિત થાય છે.

ગુજરાતની રાજધાની ગાંધીનરમાં GMCમાં પશુઓને રાખવાના મેદાનનું સમારકામ ચાલુ છે. ત્યારે રસ્તે રઝળતા પશુઓને પકડવામાં GMC નિષ્ક્રિય બની છે અને તેનો બીજો, ઉકેલ પણ શોધ્યો નથી તેવા સમયે રસ્તે રઝળતા ઢોરમાં ગાયો, બળદ અન્ય જેવા પ્રાણીઓના કારણે થતાં હાઇવેના અકસ્માતો એટલી હદે વધ્યા કે હાઇકોર્ટનું ધ્યાન પણ તે તરફ ગયું છે. અને તેના પછી હાઇકોર્ટે આ બાબતે દખલગીરી કરતાં GMC કાર્યરત થઈ.

Cow Radium1        આ બાબતે ગાંધીનગરના વેટરનિટી ડોકટરોએ એક અજીબ આઇડિયા સજેસ્ટ કર્યો અને GMCને તે આઇડિયા કઈક નવીન પણ અસરકારક લાગ્યો તેથી ગાંધીનગરની ગાયો અને બીજા પ્રાણીઓના શિંગળા પર રેડિયમ રિફલેકટર લગાડવામાં આવ્યા છે. જેથી હાઇવે પરના અંધારમાં જ્યાં આવા રખડતા પ્રાણીઓ હશે તે દૂરથીજ ચમકતા શિંગળા સાથે નજરે ચડી આવશે જેનાથી કદાચ આવા ગમખ્વાર અકસ્માતો સર્જાવાની ઘટનામાં કઈક અંશે ઘટાડો આવશે…તેવી આશા રાખવી યોગ્ય રહેશે. જો આ આઇડિયા કામ કરી જાય તો માત્ર ગાંધીનગર જ નહીં પરંતુ ગુજરાતની ગયો, બળદ જેવા પ્રાણીના શિંગળા પર આ રેડિયમ લગાવવા પણ ઉપયોગી નીવડશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.