Abtak Media Google News

નગરપાલિકાની ચૂંટણીઓ બાદ રાજ્યની બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું. તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 53 ટકા મતદાન થયું હતું. તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 51 ટકા મતદાન નોંધાયું હતું. જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

17 તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસને 8 અને બીજેપીને 7 તાલુકા પંચાયતમાં સત્તા મળી છે. જ્યારેદિયોદર અને લાખણી તાલુકા પંચાયતમાં ટાઈ થઈ છે. જ્યારે બે જિલ્લા પંચાયતોમાંથી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને સત્તા મળી છે. બનાસકાંઠાની 66 બેઠકોમાં કોંગ્રેસને 37 બેઠકો અને બીજેપીને 28 બેઠકો મળી છે. તો બીજી તરફ ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતની કુલ 44 બેઠકોમાંથી બીજેપીને 28 અને કોંગ્રેસને 16 બેઠકો મળી છે.

ગાંધીનગર તા.પંચાયત કોંગ્રેસને ફાળે

ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન

36 બેઠકોમાંથી કોંગ્રેસ-18, બીજેપી-15 અને અપક્ષ-3 બેઠકો મેળવવામાં સફળ રહ્યા

જિ.પં.ની પાંચ બેઠકોની પેટા ચૂંટણીમાં બીજેપીએ માર્યું મેદાન

આ સિવાય જિલ્લા પંચાયતની 5 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપને 3 અને કોંગ્રેસને 2 બેઠક મળી છે. આ પહેલા કોંગ્રેસ પાસે 3 બેઠક હતી, આમ બીજેપીએ 1 બેઠક વધુ જીતી હતી. જેમાં

તાપી, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં બીજેપી જ્યારે આણંદ અને ભરૂચમાં કોંગ્રેસ જીતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.