Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૩૦ સપ્ટેમ્બરના કાર્યક્રમનાં આયોજન અંગે જિલ્લા પ્રભારીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

રાજયના શિક્ષણમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આજે દેશ અને  દેનિયામાં ગાંધી વિચાર સર્વ સ્વિકૃત બનેલ છે.આપણા સમાજ જીવનની બધી સમસ્યાનો ઉકેલ ગાંધીજીના વિચારો અને સિધ્ધાંતોમાં રહેલ છે.

આજે કલેકટર કચેરી ખાતે આગામી તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના  રાજકોટના કાર્યક્રમના અનેસંધાને પૂર્વ આયોજન માટે જિલ્લાના અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસઓના પ્રતિનિધિઓ સો  યોજાયેલ બેંઠકમાં પ્રભારી મંત્રીએ ઉપર મુજબ જણાવ્યું હતું115મંત્રી ચુડાસમાએ વધુંમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દિર્ધદ્રષ્ટ્રી રાખીને અગાઉી તૈયારી કરીને ગાંધીજીના વિચારો ભાવિ પેઢી માટે પ્રરેણાોત બને તે માટે ગાંધીજી જયાં ભણ્યા હતા તે મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જે એક નજરાણું બની રહેશે છે. જેનું લોકાર્પણ વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના હસ્તે યોજાઇ રહેલ છે તેમજ મહાનગરપાલિકાના અન્ય વિકાસ કાર્યોના પણ લોકાર્પણ કરાશે.

જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ કાર્યક્રમની પૂર્વભૂમીકા સમજાવીને આ કાર્યક્રમને જનભાગીદારીથી સફળ બનાવવા અનૂરોધ કર્યો હતો. તા.૨ ઓકટોબરના મહાત્મા ગાંધીજીના જન્મજયંતીથી બે વર્ષ માટે ગાંધીજયંતિની ઉજવણી  કરવામાંઆવી રહી છે. જેના અનુંસંધાનમાં આ કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે.

આ કાર્યક્રમ  યાદગાર બની  રહે તે માટે વિવિધ સ્વૈચ્છીક સંસઓ , શૈક્ષણીક સંસઓ અને પ્રજાજનોને સહયોગ આપવા અનૂરોધ કર્યો છે. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય ધારાસભ્ય ગોંવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, પ્રદેશ ઉપાધ્યાક્ષ ગોરધનભાઇ ઝડભીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, નાયબ મેયર અશ્વિનભાઇ મોલીયા, સયી સમિતિના ચેરમેન ઉદયભાઇ કાનગડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, મ્યુની. કમિશ્નર બંછાનીધિ પાની, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીના સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.