Abtak Media Google News

રાજકોટમાં એક પણ સિનેમામા પદ્માવત ફિલ્મ રિલીઝ કરવામાં આવી નથી. છતાં પણ સિનેમા બહાર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. કરણી સેના બાઇક રેલી યોજી જય ભવાનીના નાદ સાથે રસ્તા પર નીકળી હતી અને ખુલ્લા શો રૂમ, મોલ અને દુકાનો બંધ કરાવ્યા હતા. જો કે ગુલાબ આપી ગાંધીગીરી કરી અપીલ કરવામાં આવી હતી.

Rajkot
Rajkot

રાજકોટ સહિત મિશ્ર પ્રતિસાદ, શાળાઓમાં રજા

સવારથી રાજકોટ બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સવારે અમુક શાળાઓ ચાલુ હતી તેને બંધ કરાવી હતી અને શાળા સંચાલકોએ પણ બપોર પછી રજા જાહેર કરી હતી. શહેરમાં અમુક બજારો ખુલ્લી રહી હતી .જિલ્લાની વાત કરીએ તો ગોંડલ, ધોરાજી, વીરપુર, જેતપુરમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કરણી સેનાએ પણ ખાત્રી આપી છે કે કાંકરિચાળો કર્યા વગર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની વાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.