જુનાગઢ પોલીસની ગાંધીગીરી

લોકોને વિનામૂલ્યે માસ્ક આપી જાગૃતિ લાવવાનો નવતર પ્રયોગ

હાલના સંજોગોમાં સામાન્ય નાગરિકો દંડ ભરવા સક્ષમ નથી હોતા તેવા સમયે જુનાગઢ પોલીસે ગાંધીગીરી કરી, લોકોને મફતમાં માસ્ક આપી, પહેરાવી, જાગૃતિ લાવવાના નવતર પ્રયોગ કરતા લોકોમાં જૂનાગઢ પોલીસની પ્રસંશા થઈ રહી છે

સામાન્ય રીતે મોટા ભાગના લોકો માસ્ક પહેરે છે, પરંતુ અમૂક રોડ પર પસાર થતાં લોકો, રીક્ષા ચાલકો તથા પેસેન્જરો પોતે માસ્ક ગળે લટકાળી રાખી, જ્યારે પોલીસ નજરે પડે ત્યારે મોઢા ઉપર માસ્ક ચઢાવતા હોવાનું જુનાગઢ પોલીસના ધ્યાનમાં આવતા, અને લોકોમાં જાગૃતિ લાવવા ગાંધીગીરી સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી.સોલંકી, એ ડિવિઝનના પી.આઈ. આર.જી.ચૌધરી, સી ડિવિઝનના ઇન્ચાર્જ પીએસઆઇ જે.એચ.કચોટ, સહિતના અધિકારીઓની જુદી જુદી ટીમો એ તમામ પોઇન્ટ ઉપર લોકોને હાલમાં દંડની રકમ રૂ. ૧ હજાર કરવામાં આવેલ હોઈ, લોકોની આવક એટલી ના હોય ત્યારે પોલીસનો હેતુ વધુ દંડ વસુલ કરવાનો નથી પણ લોકોને માસ્ક પહેરાવવાનો જ છે, તેવું સમજાવી, લોકોને દંડ ભરવો ભારે પડશે, જેથી માસ્ક અવશ્ય પહેરવા તાકીદ કરી, માસ્ક પહેરાવ્યા હતા.

Loading...