Abtak Media Google News

બગસરામાં તાલુકા કક્ષાએ સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિની જામકા ગામે ઉજવણી કરવામાં આવી હતી.

Img 20181002 Wa0048આ ઉજવણીમાં સરકાર તરફથી નકકી કરાયેલ કાર્યક્રમ મુજબ જામકા પ્રાથમીક શાળાના બાળકો અને ગામના મહાનુભાવો મારફતે વેલી સવારના સમયે રેલી પ્રભાત ફેરી ત્યારબાદ સર્વ ધર્મ પ્રાર્થના કાર્યક્રમ અને મહાત્મા ગાંધીજીના વિચારોનું વાંચન તેમજ ત્યારબાદ સામુહીત સ્વચ્છતા સફાય અને મહાનુભાવો દ્વારા સ્વચ્છતા સંદેશા કાર્યક્રમ તેમજ પ્રાથમીક શાળાના બાળકો મારફતે મહાત્મા ગાંધીજીના વિચારોનું વાંચન ત્યારબાદ ગામના અગ્રણીઓ દ્વારા પ્રસંગોપ્રાત પ્રવચન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં બગસરા તાલુકાના મામલતદાર તલાટી ટી.ડી. ઓ. કુગસિયા તથા ટીપી ઓ સુરભીબેન પાઘડાળ હાજર રહી પ્રસંગને અનુરુપ પ્રવચન કરી માર્ગદર્શન પુરુ પાડયું હતું. વિશેષ ગામે ગામના સરપંચ તલાટીઓ શાળાના આચાર્ય ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.