“ગાંધારનગરી” પાકિસ્તાનમાંથી મળી આવી!!!

વિશ્વની માનવ સભ્યતામાં ભારતીય સંસ્કૃતિ અતિ પ્રાચીન, વિરાટ અને વૈવિધ્યસભર માનવામાં આવે છે. આજના કહેવાતા વિકસીત વિકાસશીલ દેશોનું ક્યાંય અસ્તિત્વ ન હતું તે સમયમાં ભારતમાં સભ્ય સંસ્કૃતિનો વિકાસ આસમાને આંબતો હતો. આજનું અમેરિકા, બ્રિટન, જાપાન અને ઓસ્ટ્રેલીયા જેવા વિકાસને વરેલા દેશોમાં લોકોને રહેવા માટે છાપરું કે ખાવા માટે વાસણ પણ ન હતા અને આદિવાસી મનુષ્યો પશુઓની માફક રહેતા હતા ત્યારે ભારતમાં ઋષિમુનીઓના આશ્રમો, વિદ્યાપીઠો, વેદઉપનિષદ અને આયુર્વેદનો સમૃધ્ધ ખજાનો હતો. ભારત વર્ષની વિરાટ સરહદો હિમાલયથી મહાદ્વીપ અને અખંડ ભારતની સીમાઓમાં અનેક દેશો સમાવેશ થયેલા હતા.

ભારત વર્ષના આ ભવ્યતા અને સાંસ્કૃતિક ધર્મ વિકાસના વારંવાર મળતા પુરાવાઓમાં વધુ એકનો ઉમેરો થયો હોય તેમ પાકિસ્તાન, અફઘાનિસ્તાનની સરહદેથી કાબુલ ખીણ વિસ્તારમાંથી  ભગવાન વિષ્ણુનું ૧૩૦૦ વર્ષ પહેલા નિર્માણ કરવામાં આવેલા ભગવાન વિષ્ણુનું પ્રાચીન મંદિરની સાથે સાથે સમૃધ્ધ ગાંધાર નગરીના અવશેષો મળી આવતા વધુ એકવાર ભારત વર્ષની વિશાળતા અને સાંસ્કૃતિક વૈભવનો દુનિયાને પરિચય થવા પામ્યો છે.

પાકિસ્તાનના સ્વાત જિલ્લાના ખીણ વિસ્તારમાં પાકિસ્તાન અને ઈટાલી ભુસ્તર નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહેલા ખનન સંશોધન અભિયાન દરમિયાન હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુનું પર ૧૩૦૦ વર્ષ પહેલા નિર્માણ પામેલ મંદિર અને આખે આખી ગાંધારનગરી મળી આવી હતી.

પાકિસ્તાનના સ્વાત વિસ્તારમાં આવેલ બેરીકોટ ઘુંડાઈ ક્ષેત્રમાં ચાલી રહેલા ખનન કાર્ય દરમિયાન મળી આવેલા આ અવશેષો અંગે ખેબર પુખ્તુનવા ભુસ્તર વિભાગના અધિકારી ફઝલે ખાલીકે જણાવ્યું હતું કે, ભગવાન વિષ્ણુનું ૧૩૦૦ વર્ષ પૂર્વે હિન્દુ શાસનકાળ દરમિયાન બનાવામાં આવેલા મંદિરના અવશેષો મળી આવ્યા હતા. કાબુલ હિન્દુ સમ્રાટના શાસનકાળ દરમિયાન ૮૫૦થી ૧૦૨૬ ઈ.સ. પૂર્વે નિર્માણ પામેલ હોય તેવું આ મંદિર એ જમાનામાં વિકસીત ગાંધારનગરની સભ્ય સંસ્કૃતિની નિશાની હોવાનું માનવામાં આવે છે. આ સંશોધન દરમિયાન ભુસ્તર વૈજ્ઞાનિકોને મંદિર નજીક ઉભા કરવામાં આવેલા વોચિંગ ટાવર જેવા મોટા મીનારા આકારના બાંધકામો અને જળ સંચય માટે મંદિર પરિસરમાં બનાવવામાં આવેલા મોટા કુંડ

અને પૂજા વિધિ પહેલા ભાવિકો માટે સ્નાન કરવા માટેના સ્નાનાગારોના અવશેષો મળી આવ્યા હતા. ખાલીકે જણાવ્યું હતું કે, સ્વાત જિલ્લો હજ્જારો વર્ષ જૂની માનવ સભ્યતા અને ખાસ કરીને હિન્દુ શાસનકાળ દરમિયાન વિકસીત સંસ્કૃતિની અનેક ધરોહર ધરાવે છે. ઈટાલીયન ભુસ્તર શાસ્ત્રી ડો.લુક્કાના મતે ભગવાન વિષ્ણુનું આ મંદિર ગાંધારનગરીનો પુરાવો છે.

Loading...