Abtak Media Google News

પૂર્વ વડાપ્રધાન વાજપેયીની પ્રથમ માસીક પૂણ્યતિથિએ કવિ સંમેલન યોજાયું: બહેનો માટે વન મિનિટ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનો

ત્રિકોણબાગ કા રાજા મહોત્સવમાં લોકડાયરો અને રકતદાન શિબિર

શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન ૨૩ સપ્ટેમ્બર સુધી કરવામાં આવેલ છે. આ ગણપતિ મંગલ મહોત્સવમાં રોજે રોજ આ શહેર ભાજપ આયોજીત મંગલ મહોત્સવમાં રોજેરોજ વિવિધ સમાજ સંસ્થા સેવાકીય સંસ્થા, શૈક્ષણીક સંસ્થાના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે.3 42અને એક ભકિતપૂર્ણ તથા પારીવારીક માહોલમાં બહોળી સંખ્યામાં ભાવિકોની ભીડ બાપાના દર્શનનો લાભ લેવા ભકિતભાવપૂર્ણતાથી ઉમટી પડે છે. અને ગણપતિદાદાના સાનિધ્યમાં વિવિધ રસપ્રદ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે તે અંતર્ગત દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન કવિ હૃદય એવા અટલ બિહારી બાજપાઈની પ્રથમ માસીક પૂણ્યતિથિએ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, મોહનભાઈ કુંડારીયા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ઉદય કાનગડ, ભાનુબેન બાબરીયા, નરેન્દ્રસિંહ ઠાકુર, અશ્વીન મોલીયા, દલસુખ જાગાણીની ઉપસ્થિતિમાં સદૈવ અટલ મે ગીત નયા ગાતા હું કવિસંમેલન યોજવામાં આવેલ જેમાં દેશના ખ્યાતનામ કવિઓ અજાતશત્રુ ઉદેપુર, શશીકાંત યાદવ દિવાસ, સુમિત મિશ્રા ભોપાલ, સુશ્રી એકતા આર્ય અલીગઢ, મુકેશ મોલવા ઈન્દોર પોતાની અદભૂત કૃતિઓ કાવ્ય રચનાઓ દ્વારા વાયરસના વ્યંગ હાસ્યના રંથી શ્રોતાઓને તરબોળ કર્યા હતા.10 6

આ આયોજન હેઠળ બહેનો માટે ઓપન રાજકોટ વન મીનીટ સ્પર્ધાનું આયોજન થયું હતુ.આ સ્પર્ધામાં સામાન્ય બહેનોની સાથે બહેરા મુંગા બહેનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં એક મીનીટની અંદર ચાંદલા ચોડવાની હરીફાઈ, દોરીમાં ગાંઠ વાળવાની હરીફાઈ, બહેરા મુંગા સ્પેશ્યલ બહેનો માટે એક મીનીટમાં પ્રશ્ર્નોના જવાબ લખવા સહિતની રોચક રમતો ધરાવતી સ્પર્ધા યોજાઈ હતી.9 8આજે સિધ્ધિ વિનાયક ધામ ખાતે સાંજે ૪.૩૦ કલાકે બહેનો માટે આરતી સુશોભન સ્પર્ધા ઓપન રાજકોટ ખાતે રાત્રે ૯ કલાકે શ્રીનાથજીની ઝાંખી નો ભકિતસભર કાર્યક્રમ યોજાશે જેમાં ખ્યાતનામ કલાકારો દ્વારા શહેરીજનોને ભકિતરસના અમીરસમાં તરબોળ કરાશે.

ત્રિકોણબાગ કા રાજા12 5અબતક સાથેની વાતચીત દરમિયાન જીમ્મી અડવાણીએ જણાવ્યું હતુ કે ગણપતિ મહોત્સવનાં ચોથા દિવસે સમગ્ર સૌરાષ્ટ્ર તથા રાજકોટભરના ભકતો અહીયા ઉમટી પડયા છે. એવા દુંદાળા દેવ લોકોને મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન ગણેશની બાહુબલી સ્વ‚પમાં સ્થાપન કરવામાં આવ્યું છે.11 5 ભગવાન ગણેશના દર્શન કરવા ઠેર ઠેરથી આવી રહ્યા છે. તેથી અમને ખૂબજ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. સાથોસાથ વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો પણ રાખવામા આવ્યા છે. રકતદાન શિબિર, લોકડાયરો વગેરે કરવામાં આવ્યું છે.

રાજકોટ કા રાજા1 70અબતક સાથેની વાતચીત દરમિયાન શાસ્ત્રી મેદાન ‘રાજકોટ કા રાજા’ના આશિષભાઈ વાગડિયાએ જણાવ્યું કે અમે ૬ વર્ષથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરતા હતા ત્યારે આ વર્ષે ૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. રાજકોટના લોકલાડીલા મુખ્યમંત્રી પણ રાજકોટ કા રાજાના ગણપતિની આરતીનો લાભ લીધો હતો. બાળકો માટે ડાન્સ કોમ્પીટીશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. અમે આવનાર દિવસમાં અહી અમરનાથ યાત્રા કરવાના છીએ ૫૦૦થી વધારે બરફની લાદી તથા ૯૦૦ ફૂટ લાંબી ગુપા છે. એજ ગુફામાં ભીમેશ્ર્વર યાત્રા કરવાનાં છીએ બહેનોના ડાંડીયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું અહીયા બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે.

હવેલી કા રાજા2 55પંચનાથ પ્લોટ મેઈન રોડ પાસે આવેલ ‘હવેલી કા રાજા’ છેલ્લા ૧૦ વર્ષથી નાના ભૂલકાઓ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં દરરોજ સવારે અને સાંજે મહાઆરતી અને રાત્રે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે ગણપતીજીને અન્નકોટ ધરાવવામાં આવ્યો હતો. અને બહોળી સંખ્યામાં લોકોએ અન્નકોટ દર્શનનો લાભ લીધા હતો. નાના ભૂલકાઓ આયોજીત ગણેશ મહોત્સવમાં લાભ લેવા અપીલ કરાઈ છે.

પ્રિન્સ ઓફ કૈલાસ5 20ભકિતનગર ખાતે ધર્મરક્ષક પરિષદ દ્વારા આયોજીત પ્રિન્સ ઓફ કૈલાસ ગણેશ મહોત્સવમાં ગણપતિ દાદાની મહાઆરતીમાં ભકતજનો આરતીનો મહાલાવો લઈ ધન્યતા અનુભવી હતી. ગઈકાલે ‘યે શામ શહીદો કે નામ’ દેશ ભકિત ગીતની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ સાથે સાથે દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલબિહારી વાજપેયજીની માસીક પૂણ્યતિથિ નિમિતે વાજપેયીજીને શ્રધ્ધા સુમન પુષ્પાંજલી અને તેમની કવિતાઓનું પઠન પણ કરવામાં આવેલ હતુ.

કોઠારીયા રોડ કા રાજા4 27રાજકોટના કોઠારીયા રોડ ખાતે કાઠીયાવાડ ગ્રુપ દ્વારા કોઠારીયા રોડ કા રાજા ગણપતિ ઉત્સવ યોજાયો હતો જેમાં સ્પેશ્યલ ગાર્ડન થીમ ઉભી કરાઈ હતી અને અટલજીને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી સાથોસાથ આગામી દિવસમં ભારતમાતાની પૂર્તિ બનાવી સમગ્ર રાજકોટમાં તેની રેલી કાઢવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.6 15કાઠીયાવાડ ગ્રુપના પ્રમુખ હિરેન ગોસ્વામીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે કાઠીયાવાડ ગ્રુપ દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં હોષભેર કાઠીયાવાડ ગ્રુપ સહિતના યુવાનો જોડાય છે. અને ભાવભેર ૧૦ દિવસ ગણપતી આરાધના કરવામાં આવે છે.7 19બકુલ ચોટલીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લા ૧૩ વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. સાથોસાથ આ વર્ષે ખાસ તો અટલજીને શ્રધ્ધાંજલી માટે લાઈવ ગાર્ડન પણ પંડાલ પાછળ બનાવવામાં આવ્યું છે. અને સાંજ દરમિયાન દાંડીયારાસ, ભજન જેવા અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.