Abtak Media Google News

ગામે – ગામ પંડાલો ઉભા કરાયા, ગણેશ ભગવાનનું વાજતે ગાજતે સ્થાપન કરાશે

આવતીકાલથી સૌરાષ્ટ્રભરમાં પંડાલોમાં દુંદાળા દેવની ધામધુમથી સ્થાપના કરી ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. હાલ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. ભાવિકો ગણેશજીના આગમનની આતુરતા પૂર્વક શરુ જોઇ રહ્યા છે. ગામે ગામ ગણેશ મહોત્સવના આયોજનો કરાયા છે. જેમાં દશેય દિવસ ભકિતભાવ સાથે દુંદાળાદેવનું પુજન-અર્ચન, મહાઆરતી, પ્રસાદ સહીતના કાર્યક્રમ યોજાશે.

આવતીકાલે દુંદાળાદેવનું આગમન થનાર છે. ત્યારે દુંદાળાદેવની ભકિત માટે સૌરાષ્ટ્રભરમાં ગામે ગામ ગણેશ મહોત્સવના ભાવભીના આયોજનો કરવામાં આવ્યા છે. હાલ આ મહોત્સવની તૈયારીઓ મહદ અંશે પૂર્ણ થઇ ચૂકી છે. ગણેશ મહોત્સવને લઇને ભાવિકોમાં અનેરો ઉત્સાહ વર્તાઇ રહ્યો છે.

દસ દિવસ ભકિતભાવ સાથે દુંદાળા દેવનું પૂજન અર્ચન,

મહાઆરતી અને પ્રસાદ વિતરણ સહિતના આયોજનો

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક દાયકાથી વિઘ્નહર્તાની ભકિતનો મહિમા ખુબ જ વધી રહ્યો છે. એક દાયકાથી ગણેશજીની ભકિતનો એ હદે મહિમા વઘ્યો છે કે શેરી ગલી તો ઠીક છે હવે ઘરે ઘરે ગણેશજીની સ્થાપન કરી પૂજા અર્ચન કરવામાં આવે છે. ત્યારે આવતીકાલથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. મહોત્સવના આરંભને લઇને ભાવિકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. સૌરાષ્ટ્રભરમાં ગામે ગામ ગણપતિ મહોત્સવના નાના મોટા આયોજનો કરવામાં આવ્યા છે.

આવતીકાલના રોજ ભગવાન ગણેશનું આગમન થશે. ત્યારે ઠેર ઠેર લોકો વાજતે ગાજતે ધામધૂમથી ભગવાન ગણેશનું પંડાલોમાં તેમજ ઘરોમાં સ્થાપન કરશે. બાદમાં દસેય દિવસ દરમિયાન પંડાલોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. દરરોજ પુજન-ર્અચન, મહાઆરતી તેમજ પ્રસાદ સહીતના આયોજનો કરવામાં આવ્યા છે. દરરોજ ગણેશજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો પંડાલોમાં ઉમટી પડશે.

ગણેશ મહોત્સવના પ્રારંભે  મહોત્સવના પ્રારંભ પૂર્વે ગણેશ ભગવાનની મૂર્તિ બનાવનારા કારીગરોને ત્યાં મોટી સંખ્યામાં લોકો મૂર્તિની ખરીદી અર્થે ઉમટી પડયા હતા. કારીગરોએ ત્રણથી ચાર મહિનાની મહેનતે ગણપતિના વિવિધ સ્વરુપોની બનાવેલી મૂર્તિ લોકોએ પોતાની પસંદ પ્રમાણે ખરીદી હતી. કાલે આ મૂર્તિનું ભાવ ભેર વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવશે. બાદમાં ૧૦ દિવસ ભકિતમય સાથે પુજન અર્ચન કરાશે ત્યારબાદ ભગવાન ગણેશજીનું નદી, તળાવ, ડેમ અને દરીયા સહીતના સ્થળોએ વાજતે ગાજતે વિદાય કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.