ઋષિકુમારો દ્વારા ગણપતિ અથર્વશિર્ષ સ્ત્રોત અને કરાલમ્બમ વૈદિક સ્ત્રોતનું ગાન

95

સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ચ રામપ્રિયજીના માર્ગદર્શન નીચે ગણપતિ દાદાનો વિસર્જન કાર્યક્મ રાખવામાં આવેલ. જેમાં નાના નાના વેદના ઋષિકુમારો દ્વારા ગણપતિ અથર્વશિર્ષ સ્તોત્ર અને કરાલમ્બમ વૈદિક સ્તોત્રના ગાન સાથે ગણપતિ દાદાનું પંચોપચાર પૂજન બાદ વિસર્જન કરવાામાં આવ્યું હતું. ૨૦૦ વિદ્યાર્થાઓ દ્વારા સમૂહ આરતિ બાદ ગણેશજીને ૨૦૦ લાડુનો પ્રસાદ ધરવામાં આવેલ. તમામ પ્રસાદ ઋષિકુમારોને વહેંચવામાં આવેલ. ગણપતિ પૂજન અને વિસર્જનમાં પાઠશાળાના તમામ ઋષિકુમારો અને પ્રાધ્યાપકો અને સંતો જોડાયા હતા.

Loading...