Abtak Media Google News

-પહેલાં  ‘નવ કુકરી’ – ‘ઇસ્ટો’ જેવી જુના જમાનાની ગેમને હવે હાઇટેકનોજી ‘લ્યુડો’ ગેમ રમે છે યુવાનો.

– ‘પોકી મોન ’ અને બ્લુ વ્હેલ કરતા બિનહાનીકારક છે લ્યુડો ગેમ.

– આધુનીકયુગમાં નવા ૪જી મોબાઇલમાં અવનવી ગેમ્સે લોકોને ઘેલા કર્યા છે. જ્યારે મોબાઇલ એપમાં સૌથી વધુ ગેમ રમાતી લોકપ્રીય હોય તેવી ગેમ-  ‘તીન પત્તી’ ગેમ છે. પરંતુ આ ગેમ મહદઅંશે લુપ્ત થઇ ગઇ છે. જેનું સ્થાન સાથે ‘લ્યુડો’ એ લીધુ છે.

ભુતકાળમાં ડોકીયુ કરીએ તો ગામડામાં રહેતા લોકો જ્યારે ગામના પાદરે નવરાશની પળોમાં બેસી વાતોના ગળ્યા મારતા હોય અને ચાર કુકડી અને નવકુકરી ઇસ્ટોજેવી રમતો રમતા જેમાં જમીન પર ચોકથી ચાર ખાના અથવા નવા ખાના દોરી. કોડીનો ઉપયોગ પાસા તરીકે કરતા અને આ રમતમાં ચાર લોકો રમી શકતા હતા પણ ગીતાજીમાં કહેવાયું છે પરિવર્તનએ જીવનનો નિયમ છે. જેમ જેમ પરિવર્તન આવતુ ગયુ તેમ ટેકનોલોજી સાથે સંકળાયેલા તજજ્ઞોએ ભેજુ વાપરી ‘લ્યુડો’ ગેમ શોધી છે. જેનો લોકો આજે ભરપુર મનોરંજનથી માણી રહ્યા છે. શહેરોમાં મુખ્ય સ્થળો પર ચાર મિત્રો બેસી લ્યુડો ગેમનો આનંદ માણે છે. તો ક્યારેક રકજક પણ થતી હોય છે. ચાર જણા ગોળ ઉભા હોય અને વચ્ચે મોબાોઇલ હોય છે. આવુ જ વાતાવરણ ગામડાઓમાં ઇસ્ટો કેનણકાકરી રમતા હોય ત્યારે જુના જમાનામાં સર્જાતુ હતું.

તો ગામડામાં રમાતી ગેમ્સ માત્ર ચારની અંદર જ લોકો રમી શકતા પણ ‘લ્યુડો’ ગેમ મોબાઇલ પર હોવાથી ઓનલાઇન ફ્રેન્ડ, કે અજાણ્યા મિત્ર અને કોમ્પ્યુટર સાથે આસાનીથી રમી શકે છે. અને વધુ પોઇન્ટ્સ પણ મેળવી શકાય છે. સામાન્ય રીતે ઘરમાં એકલા લોકો માટે ‘ટાઇમ પાસ’ સાબિત થઇ છે. આ લ્યુડો ગેમ.

જ્યારે ‘પોકીમેન’ કે ‘બ્લુ વ્હેલ’ જેવી હાનીકારણ ગેમ પણ નથી આથી બિન્દાસ રમો ‘લ્યુડો’ ગેમ અને મોજ માણો મિત્રો સાથે. નવરાશની પળોમાં રમવા જેવી ગેમ.

‘ઇસ્ટો’ કરતા અલગ છે. ‘લ્યુડો’

‘ઇસ્ટો’ની રમતમાં કોડીઓ ફેકી કેટલા આંક પાડવા તેમા કુશળ રમતવીરની માસ્ટરી હતી જ્યારે લ્યુડોમાં માત્ર પાસાથી જ રમાતી હોવાથી કોડી ફેકવાની કરામત લુપ્ત થઇ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.