જામનગરના રાજનગરમાં રહેણાંક મકાનમાં જુગારના દરોડા: છ જુગારીયા ઝડપાયા

શહેર-જિલ્લામાં નવ સ્થળે જુગારના દરોડા: સવા બે લાખની મતા સાથે ૪૫ ઝડપાયા

જામનગર શહેર તેમજ જિલ્લાના કેટલાક ગામોમાં ગઈકાલે બપોરથી માંડી મોડીરાત્રી સુધી પોલીસે જુગાર પકડવા નવ દરોડા પાડ્યા હતાં જેમાં રૂ. સવા બે લાખની મત્તા સાથે ૪૫ શખ્સો પોલીસની ગીરફતમાં આવી ગયા હતાં. રાજનગરમાં એક મકાનમાં ધમધમતું જુગારધામ પણ ઝડપાઈ ગયું હતું.

જામનગરના સરૃ સેક્શન રોડ પર આવેલા રાજનગરમાં એક મકાનમાં ગઈકાલે સાંજે જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી સી ડિવિઝનના સ્ટાફે ત્યાં આવેલા કિશોરગર હેમગર ગોસાઈ ઉર્ફે છોટુ મહારાજ નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી કિશોરગરને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા નિર્મળસિંહ દેવુભા જાડેજા, અમીત સીરાજભાઈ ખોજા, અમીર સદ્દરૃદીન ખોજા, પ્રફુલસિંહ મોતીભા જાડેજા, ચેતન મનસુખભાઈ સતવારા અને શબીર ઈશાક ખીરા નામના છ શખ્સ ઝડપાઈ ગયા હતાં. પોલીસે પટમાંથી રૂ. ૭૭,૫૦૦ રોકડા, બે મોટરસાયકલ મળી રૃા. ૧,૨૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.જામનગરના શાંતિનગર વિસ્તારમાં ગઈકાલે શેરી નં. ૬માં રાત્રે દોઢેક વાગ્યે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા ગજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા ઉર્ફે પીન્ટુ, જયપાલસિંહ ગુલાબસિંહ ચુડાસમા, મયુરસિંહ ભરતસિંહ સોઢા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લીધા હતાં. પટ્ટમાંથી રૂ. ૨૨,૧૦૦ રોકડા કબજે થયા છે. જામનગર તાલુકાના ખીલોસ ગામમાં ગઈરાત્રે અરવિંદસિંહ મેરુભા જાડેજા, અમીત અમૃતલાલ પટેલ, ભુપતસિંહ ભરતસિંહ જાડેજા, ગીરધરભાઈ રઘુભાઈ ચૌહાણ, યુવરાજસિંહ જુવાનસિંહ જાડેજા, વસંત વાલદાસ મકવાણા નામના છ શખ્સ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતાં. પોલીસે પટ્ટમાંથી રૂ. ૨૦,૨૫૦ રોકડા કબજે કર્યા છે. જામનગરના બેડી નજીકના ગરીબ નગરમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના કુટતા હાસમ કાસમ વાઘેર, ઈકબાલ કાસમ બ્લોચ, શાકીર જુસબભાઈ ગજણ ઉર્ફે રાજા ઘોડાવાળો નામના ત્રણ શખ્સ પોલીસના દરોડામાં સપડાઈ ગયા હતાં. પટ્ટમાંથી રૂ. ૧૦,૨૦૦ રોકડા કબજે કરાયા છે.જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં ગઈકાલે બપોરે રોનપોલીસ રમતા ખીમાભાઈ પોલાભાઈ સગર, કારાભાઈ જીવાભાઈ કરમુર, રાયદે પોલાભાઈ સગર અને ઉકાભાઈ દેવસીભાઈ આહીર નામના ચાર શખ્સની પોલીસે પકડી રૂ. ૨૭૦૦ કબજે લીધા છે અને જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.જામનગર તાલુકાના શાપર ગામમાં ગઈકાલે ગંજીપાનાથી જુગાર રમતા કરણસિંહ સુરાજી જાડેજા, વિજયસિંહ જગદીશસિંહ જાડેજા, લલીત અંબાવીભાઈ પટેલ, સમીર જુસબભાઈ વાઘેર અને જુસબ ખમીસા વાઘેર નામના પાંચ શખ્સને પોલીસે પકડી લઈ પટ્ટમાંથી રૂ. ૧૭,૨૩૦ રોકડા કબજે લીધા હતાં.જામજોધપુરના સતાપર ગામમાંથી ગઈરાત્રે રાજા બોદાભાઈ રબારી, બાબુ રામભાઈ પરમાર, જગદીશ મુળુભાઈ ચૌહાણ, દયેશ કલાભાઈ પરમાર, નયન અરવિંદભાઈ દરજી, પ્રવિણ ગોપાલભાઈ ડોડીયા અને રાજેશ મુળજીભાઈ દરજીને પોલીસે પકડી પટ્ટમાંથી રૂ. ૧૦,૩૪૦ રોકડા કબજે લીધા છે.જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી વૃંદાવન-૨ સોસાયટીમાં ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા સંજયસિંહ કેશુરભા પીંગણ, શૈલેષ નગીનદાસ શાહ, મનહર ગોવુમલ રાજવાણી, મહેશ પારૃમલ હરવાણી, જાવેદ આમદ પીંજારા, મનિષ ભગવાનદાસ સીંધી નામના છ શખ્સની રૂ. ૬૪૩૦ રોકડા સાથે પકડી લીધા છે.જામનગરના ધરારનગર-૧માં ગઈકાલે સાંજે જાહેરમાં કુંડાળુ વળી ગંજીપાનાથી જુગાર રમતા આમદ ઈશાક વાઢેરે હાજી ઈસ્માઈલ વાઘેર, રાસીદ અઝીઝ ભડાળા, હારૃન કાસમ સાયચા નામના ચાર શખ્સને પોલીસે પકડી લઈ રૂ. ૪૦૯૦ની રોકડ કબજે કરી છે.

Loading...