Abtak Media Google News

૧૦૦૮૦ રોકડ રકમસાથે ૭ પત્તાપ્રેમી ને પાંજરે પુર્યા   જેમ સાતમ આઠમનો તહેવાર નજીક આવતા જાય છે તેમ જુગારી ને જાણે   મોસમપુરબાહર ખીલી હોય તેવું જામકંડોરણા પંથકમાં લાગી રહ્યુ છે. આ જુગાર બેદી ને ડામવા જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી અંતરીપ શુદ સાહેબ  આદેશ આપ્યા છે.

જામકંડોરણા ના બાલાપર ગામે જાહેર મા જુગાર રમતાં હોય તેવી પોલીસ.કોન્સ. અજીતભાઈ ગંભીર ને ચોક્કસ બાતમી મળી હતીઆ બાતમી  ના આધારે બાલાપર ગામે પ્રોફે. પીએસઆઇ આર.એલ. ગોયલ સાહેબ હેડ.કોન્સ. જીતેન્દ્રભાઈ પરમાર  પો. કોન્સ્ટેબલ અજીતભાઈ ગંભીર યુવરાજસિંહ જાડેજા સહીતના પોલીસ સ્ટાફ દ્વારાજુગારની રેડ કરાઈ હતી આ રેડ દરમ્યાન   યુનિસ  ઈબ્રાહીમ વંથા, શાન્તિ ગોવિદ પરમાર, હસમુખ રાણા પરમાર, બોદુ ઈબ્રાહીમ વંથા,  રામજી વિરા પરમાર, ટમુ મોહન ચાવડા, પીઠા ઉર્ફે ભગત વિરા પરમાર( રહે બધા બાલાપર ) ૧૦૦૮૦ રોકડ રકમ સાથે ઝડપીને જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.