Abtak Media Google News

પાટણવાવ, જસદણ, વાંકાનેર, વાંકીયા, કાલાવડ, જામનગર, ઉના, વેરાવળ, કોડીનાર અને ગઢડા ગામે જુગારના દરોડા: રૂ.૨.૨૦ લાખ રોકડા કબ્જે

સૌરાષ્ટ્રમાં ભીમ અગીયારસ નિમિતે ઠેર ઠેર જુગાર રમાતો હોય છે પરંતુ સૌરાષ્ટ્રમાં ભીમ આગીયારસના એક સપ્તાહ પૂવે જુગાર રમાવવાનું શરૂ થઇ ગયું હોય તેમ પાટણવાવ, જસદણ, વાંકાનેર, વાંકીયા, કાલાવડ, જામનગર, ઉના, વેરાવળ, કોડીનાર અને ગઢડા ગામે પોલીસે જુગાર અંગે દરોડા પાડી જુગાર રમતા ૭૭ શખ્સોને રૂા.૨.૨૦ લાખની રોકડ સાથે ધરપકડ કરી છે.

પાટણવાવ નજીક લાઠ ગામના લખમણભાઇ ભોવાભાઇ પરમારની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા લખમણ ભોવા પરમાર, ગીરધર કાનજી બગથરીયા, બાવનજી મેપા સુથરીયા, અરજણ ભીખા રાઠોડ, મહિપત ગોવિંદ મકવાણા, ડેનીશ લખમણ પરમાર અને નિરવ ભરત પરમાર નામના શખ્સોને રૂા.૧૮,૪૦૦ની રોકડ અને છ મોબાઇલ મળી રૂા.૨૫,૫૦૦ના મુદામાલ સાથે ધરપકડ કરી છે.

વાંકાનેરના નવાપરામાં કાના ઠાકરશી સોડમીયાના મકાનમાં જુગાર રમતા ઠાકરશી સોડમીયા, રાજુ કરશન ડાભી, ઇમરાન હનિફ જામ અને ભરત ગોરધન વિરજા નામના શખ્સોને રૂા.૬૧,૨૦૦ રોકડા અને ત્રણ મોબાઇલ મળી રૂા.૭૦,૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

ધ્રોલના વાંકીયા ગામે જાહેરમાં જુગાર રમતા ગંગારામ દેવજી ભીમાણી, મનહર હસમુખ જોષી, દેવજી રવજી ભીમાણી, દિનેશ ગંગારામ ભાલોડીયા, ઇકબાલ બાબુ તુર્કે, દેવશી ટપુ ગડારા, ભીખા નાનજી કગથરા અને આંબા ગાંડુ ગડારા નામના શખ્સોને રૂા.૨૬,૩૭૦ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે. કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં આવેલી મેમણ કબ્રસ્તાનની દિવાલ પાસે જાહેરમાં જુગાર રમતા જુસબ ઇસ્માલ શેખ, હુસેનશા કાસમશા શેખ, અમિરશા મામદશા શેખ, કરીમશા મહેરશા શેખ, કરીમશા ઇબ્રાહીમશા શેખ, કાદરશા કાસમશા શેખ અને આદમશા જુસબશા શેખ નામના શખ્સોને રૂા.૬,૧૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

જામનગરના ખત્રી શેરીમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ફિરોઝખાન અનવરખાન પઠાણ, રફીક જુસબ ભાયા, આસિફશા મહંમદશા બાનવા, અબ્બાસ કાસમ વાઘેર, વસીમ હુસેન બસર અને અબ્દુલકાદીર મહંમદહુસેન વાઘેર નામના શખ્સોને રૂા.૧૧,૧૬૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

જસદણ તાલુકાના કાસકોસીયા ગામે જાહેરમાં જુગાર રમતા વિજય ભૂપત જાપડીયા, મહેશ ગીગા ભટ્ટી, હાર્દિક ભરત ભટ્ટી અને રણછોડ વિઠ્ઠલ બારૈયા નામના શખ્સોને રૂા.૫,૧૧૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

વેરાવળની ભાલકા કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા સરફરાજ સીદીક અલવી, સાજીદ ઇસ્માઇલ જેઠવા, સલીમ નુરમામ બેલીમ, સમીર હનિફ શેખ, રહેમાન હુસેન કુરેશી અને સજીત ઉર્ફે સલીમ હાસમ મુશાગરા નામના શખ્સોને રૂા.૨૩,૧૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

ઉનાના દેલવાડા ખાતે આવેલા ભીડ ભંજન મહાદેવ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ઇકબાલ અબુકર મકરાણી, સુરેશ ભીખાલાલ, દેવાણંદ વાંજા, શબ્બીર મહંમદહુસેન સિપાઇ, બાબુ રણજીત વાંજા, પંકજ પુના બાંભણીયા, હિતેશ કાના વાંજા, નરેશ મનુ પરમાર, જયેશ દેવચંદ સોલંકી, અલ્પેશ મનુ દમણીયા, અશોક અરજણ સોલંકી, કલ્પેશ નાગાજણ બાંભણીયા અને ઉકા ગભરૂ બાંભણીયા નામના શખ્સોને રૂા.૨૩ હજારની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

ઉનામાં ભીમપરા ચોકમાં પાણીના ટાંકા પાસે જાહેરમા જુગાર રમતા કુમાર નવુભાઇ રાઠોડ, મહોબતસિંહ શિવુભા જાડેજા, ધ્રુવીર ઉર્ફે ધ્રુવ મહિપતભાઇ રાઠોડ, જાનુબેન ઉર્ફે જનકબા મનુભા વાઘેલા અને ભાવનાબેન રાજુભાઇ પરમારની રૂા.૧૧,૮૮૦ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

ઉના સુગર ફેકટરી કવાર્ટર પાછળ છગન ભીમા વાંજા, વજીર ઇબ્રાહીમ બ્લોચ, અબ્દુલ કાદર આરબ, મહંમદયુનુસ ઉર્ફે અનિશઅલા, સલીમ ઇકબાલ બાયલા, કનુ લખમણ પરમાર, ઇકબાલ અબારજાક હમદાની, રસુલ જુસબ બ્લોચ, યુસુફ બાબુ ગભોલ અને જાવિદ સુભાન નાયા નામના શખ્સોને રૂા.૧૧,૧૦૦ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

કોડીનારના કસબા મહોલા નવી મસ્જીદ પાસે જાહેરમાં જુગાર રમતા કલગી અબ્બાસ દિલાવરહુસેન નકવી, શહેજાદખાન હનિફખાન પઠાણ, તૌફિક હુસેન અહમંદ હુસેન નકવી, ઇમરાનખાન સરફરાજખાન પઠાણ અને જીશાન હૈદરકાસમ અલી નકવીને રૂા.૨૯૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

ગઢડાના મામાદેવ મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ભરત ભૂપત બારૈયા, દિલીપ ગોરધન કોળી, મિલન ઓમકાર બાવાજી, હરેશ માવજી કોળી, વિનોદ મેઘજી કોળી, જેઠુર ગાંડા કોળી અને મુકેશ કાળુ કોળી નામના શખ્સોને રૂા.૪,૬૩૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.