Abtak Media Google News

લાલપુરમાં ગઈરાત્રે કેટલાક શખ્સો એકઠા થઈ ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા લાલપુરના પોલીસ કાફલાએ દરોડો પાડયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ લાલપુરના ધરારનગર માં જાહેરમાં ગંજીપતા વડે જુગાર જામ્યો હોવાની બાબમી લાલપુર પોલીસ સ્ટેશનમાં મળતાં આ દરોડામાં ચાર શખ્સો ઝડપાયા અફઝલ અઝીઝ ખેરાણી, બશીર માઉદ્દીન સાટી, રહીમ આમદ નોયડા તથા સાજણ રાજાભાઈ મારિયા નામના ચાર શખ્સો તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૧૮૫૦ રોકડા કબજે કરી ચારેય આરોપીઓ સામે જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

તેમજ લાલપુરના સરોસણી ગામમાં જાહેરમાં ગંજીપતા વડે બાર શખ્સો તીનપતી નો જુગાર રમી રહ્યા હોવાની બાતમી લાલપુર પોલીસ સ્ટેશનમાં મળતા પીએસઆઇ પી વી રાણા ની સુચના મુજબ લાલપુરના સરોસણી ગામમાં રેડ પાડતા બાર શખ્સો દ્વારા તીનપતી નો જુગાર રમતા જામ્યો તેમાં અરશી નાથાભાઇ ગાગલીયા આહીર, નાથાભાઇ મેઘાભાઇ સાગઠીયા દલિત, કેશુભાઈ પોલાભાઇ ભેડા આહીર, ભીખાભાઈ ટપુભાઇ કસોળ આહીર, જમનભાઇ લાલજીભાઈ ફળદુ પટેલ, ઞોવિંદભાઇ મઘાભાઇ ભેડા આહીર, ચનાભાઇ મુળુભાઇ ખવા આહીર, હમીરભાઇ રામાભાઈ વઢીયા આહીર, જેઠાભાઈ રાયશીભાઇ ગાગલીયા આહીર, પિયુષ વિનોદભાઇ સાપરીયા પટેલ, સુભાષ ગોરધનભાઈ તેરૈયા બ્રાહ્મણ ને 12700 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે જુગારધારાની કલમ 12 હેઠળ ગુન્હો નોંધીયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.