Abtak Media Google News

જામજોધપુરના ફૂલવાડી વિસ્તારમાં ગઈકાલે બપોરે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે પકડી પાડયા છે. જ્યારે નગરના ન્યુ ઈન્દિરા કોલોની રોડ પરથી પણ આઠ શખ્સો ગંજીપાના કૂટતા ઝડપાયા છે. બન્ને સ્થળેથી મળી કુલ અડધા લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામજોધપુરમાં આવેલા ફૂલવાડી-૧ વિસ્તારમાં ગઈકાલે બપોરે કેટલાક શખ્સો જાહેરમાં એકઠા થઈ ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે ત્યાં દરોડો પાડયો હતો. આ સ્થળેથી શૈલેષ રમણીકભાઈ સીણોજિયા, દીપક માવજીભાઈ સોલંકી, હાજીભાઈ હારૃનભાઈ વાઘેર, દિનેશ મોહનભાઈ ગોહિલ, હસમુખ ગોપાલભાઈ પટેલ, મનોજ ત્રિકમજીભાઈ માકડિયા તથા દેવેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા નામના સાત શખ્સો તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૨૩૦પ૦ રોકડા કબજે કરી સાતેય શખ્સો સામે જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના વુલન મીલ રોડ પર આવેલી ન્યુ ઈન્દિરા કોલોની પાસે ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી પૈસાની હારજીત કરી રહેલા નરેન્દ્ર દેવજીભાઈ પરમાર ઉર્ફે બાબુ, હરેશ નાનજીભાઈ ચાવડા, પરસોત્તમ પ્રેમજીભાઈ પરમાર, બચુભાઈ બાનાભાઈ ગડણ, વિજય માધવભાઈ રાઠોડ ઉર્ફે ભટ્ટ, રમેશ ખેતાભાઈ રાઠોડ, સુરેશ રમેશભાઈ જાદવ તથા વસરામ પાલાભાઈ મકવાણા નામના આઠ શખ્સો પોલીસના સકંજામાં આવી ગયા હતા. પોલીસે પટમાંથી રૃા.૨૧૫૦૦ રોકડા, છ મોબાઈલ મળી કુલ રૃા.૨૬૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ કાર્યવાહીમાં હે.કો. પી.જે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, એ.સી. નંદા સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.