મંદીના માહોલમાં જૂગારીયાઓ બેફામ: જિલ્લામાં શ્રાવણીયા પહેલા જૂગારીયાઓની મૌસમ ખીલી

અન્ય ધંધામાં મંદી જૂગારમાં તેજી

શાપર, ગોંડલ, મોવૈયા, જેતપુર અને ઉપલેટામાં જુગાર દરોડા: રૂ.૧.૧૫ લાખનો મુદામાલ કબ્જ

રાજકોટ જિલ્લાના શાપર, ગોંડલ, મોવૈયા, જેતપુર અને ઉપલેટામાં જુગાર અંગે પોલીસે દરોડા પાડી જુગાર રમતી આઠ મહિલા સહિત ૨૫ શખ્સોને ઝડપી તેની પાસેથી રૂા.૧.૧૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

શાપરમાં જાહેરમાં જુગાર રમતી શાંતીધામ સોસાયટીની નર્મદાબેન વિનુ વાંજા, ક્રિષ્નાબેન શન્નીભાઇ કંડોલીયા, ગુંદાસરા ગામની મિતલબેન રમેશભાઇ પટેલ અને રસીલાબેન બાબુભાઇ કંડોલીયા નામની મહિલાઓને રૂા.૧૭૦૦ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.ગોંડલના ભોજપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રાજેન્દ્ર વાળા, કૌશિક દુસરા, ઉદય દુસરા અને પરેશ દુરસા નામના શખ્સોને રોકડ અને બાઇક મળી રૂા.૭૧ હજારના મુદામાલ સાથે ધરપકડ કરી છે.ગોંડલના મોવૈયા ગામે જાહેરમાં જુગાર રમતા જયશ્રીબેન પાતરા, મંજુલાબેન સાદવા, સતિષ સાંઢવા, મુકેશ સાંઢવા અને રાજેશ સાંઢવા નામના શખ્સોને રૂા.૧૦,૫૦૦ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

જેતપુર બાવાવાળાપરામાં રહેતા રોહિત ઠેસીયાના મકાનમાં જુગાર રમતા રોહિત લાલજી, નવનીત જેઠવા, હર્ષદ મર્થક, કિશોર હીરપરા, પ્રકાશ પરમાર, બ્રિજરાજસિંહ જાડેજા અને શશીકાંત જાદવ નામના શખ્સોને રૂા.૧૩,૩૦૦ની રોકડ સાથે ધરપકડ કરાઇ છે.ઉપલેટા તાલુકા પંચાયત પાસે જાહેરમાં જુગાર રમતા દિલીપ ધામી, દેવાયત નંદાણીયા, અનિલ પરમાર અને નરેન્દ્ર ધામી નામના શખ્સોને રૂા.૭ હજારની રોકડ સાથે ધરપકડ કરી છે.

Loading...