Abtak Media Google News

ગેડી ગામે રાષ્ટ્રીય સેવા યોજનનું ઉદઘાટન કરી સાત દિવસ માટે ખુલ્લો મુકાયો અને 100 ઉપરાંત મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવ્યું

હાલ જ્યારે અલગ-અલગ સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ.આર.એસ. સખિદા કોલેજ દ્વારા ગેડી ગામે રાષ્ટ્રીય સેવાકીય યોજના એટલે કે NSS નું ઉદઘાટન કરી સાત દિવસ સુધી સેવાકીય પ્રવૃતિઓ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે

Whatsapp Image 2020 01 08 At 9.20.53 Am Whatsapp Image 2020 01 08 At 9.20.53 Am 1

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ ગેડી ગામે આજથી પુર્વ મંત્રી કિરીટસિંહ રાણા, પુર્વ ગૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન પ્રકાશભાઈ સોની,સીબી જાડેજા,NSS કોર્ડીનેટર એન.કે.ડોબરીયા, કૃષ્ણસિહ રાણાએ દિપ પ્રાગટ્ય કરી રાષ્ટ્રીય સેવા યોજના નું ઉદઘાટન કરી સાત દિવસ સુધી આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો તેમજ આ કાર્યક્રમમા 100 ઉપરાંત મહિલાઓને સાડી વિતરણ કરાયું હતું ત્યારે આ સાત દિવસ દરમ્યાન ગેડી ગામે જદી – જુદી જનજાગૃતિ માટેની રેલીઓ , ચકલીના માળા વિતરણ , પ્રાથમિક શાળાના બાળકોને અભિનય ગીત – સ્ટેશનરી – કૃમિ ટેબલેટ વિતરણ , ગામ સાફ – સફાઇ , કલોરીન ટેબલેટ વિતરણ વક્ષ રંગરોગાણ , ભીતસૂત્ર લેખન , ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રનિંગ , પાણીના ટાંકાની સફાય એચ . આઇ . વી . ચેકઅપ કેમ્પ , પ્રધાનમંત્રી વિમા યોજના ફોર્મ , થેલેસેમીયા જાગૃતિ , નવા આધારકાર્ડ – ચૂંટણીકાર્ડ – માં અમૃતમ યોજના કાર્ડ કઢાવવા વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવશે ત્યારે આ સાત દિવસના કાર્યક્રમમાં NSSના કિશોરભાઈ ભેસાણીયા, અને સખિદા કોલેજના 75 વિદ્યાર્થીઓ ગેડી ગામે રહીને સેવાકીય પ્રવૃતિઓ કરશે ત્યારે સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા લીંબડી તાલુકા પંચાયત ઉપપ્રમુખ હરપાલસિંહ રાણાએ સાથ અને સહકાર સાથે આર્થિક મદદ પણ આ કાર્યક્રમમાં કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.