ટપાલ તંત્રની ‘ડિજિટલ’ તરફ વધુ આગેકૂચ

ટપાલ કચેરી હવે ‘ટપાલ વહેંચનારી’ જ રહી નથી

રાજકોટમાં ચાર સ્થળે ડિજિટલ સેવા પોર્ટલ કાર્યરત

સીએસસીના ડિજિટલ સેવા પોર્ટલથી લોકો ટપાલ કચેરીએ જ મેળવી શકશે અનેકવિધ ‘સેવા’

ઘરે ઘરે ટપાલ પહોંચતી કરતી પોસ્ટ ઓફિસ પણ હવે ડિજીટલ યુગમાં ‘ડિજીટલ’ તરફ આગેકૂચ કરી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં ચાર સ્થળેથી ડિજીટલી સેવા પોર્ટલ કાર્યરત થયુ છે ડિજીટલ સેવા પોર્ટલથી લોકો ટપાલ કચેરીએથી જ અનેકવિધ સેવાઓ મેળવી શકશે.

સામાન્ય સેવાઓ કેન્દ્રો (સીએસસી)ને આઇસીટી સક્ષમ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, મનોરંજન, એફએમસીજી ઉત્પાદનો, બેંકિંગ અને નાણાકીય સેવાઓ, ઉપયોગિતા ચુકવણી જેવા ક્ષેત્રોમાં સરકાર, સામાજિક અને ખાનગી ક્ષેત્રની સેવાઓ પહોંચાડવા વગેરે માટે ફ્રન્ટ એન્ડ સર્વિસ ડિલિવરી પોઇન્ટ તરીકે કાર્યરત કરવામાં આવે છે. તે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ એક મિશન મોડ પ્રોજેકટ છે. તે દેશની પ્રાદેશિક, ભૌગોલિક, ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને ધ્યાનમાં રાખીને એક પાન ઇન્ડિયા નેટવર્ક છે, આમ સામાજિક, આર્થિક અને ડિજિટલ રીતે સમાવિષ્ટ સમાજની સરકારના આદેશને સક્ષમ કરે છે. સ્થાનિક વસ્તીને સરકારી વિભાગો, વ્યવસાયિક મથકો, બેંકો, વીમા કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડતા સેવાથી સેવા સુધીના નજીવા ખર્ચની ચુકવણી નાગરિક સેવા બિંદુઓનું વિશ્ર્વસનીય અને સર્વવ્યાપક આઇટી સક્ષમ નેટવર્ક આપવાનું લક્ષ્ય છે. જેની અસર દેશના અર્થતંત્રના પ્રાથમિક માધ્યમિક અને તૃતીય ક્ષેત્રો પર પડે છે.

લોકોની તેની વિશાળ અને સારી સુલભતા માટે સરકારે તેને પોસ્ટ વિભાગના વિશાળ નેટવર્ક દ્વારા કાર્યરત કરવાનો અને સીએસસીના ડિજિટલ સેવા પોર્ટલનો ઉપયોગ કરીને પોસ્ટ ઓફિસથી નાગરિક કેન્દ્રિત સેવાઓ પહોંચાડવાનું નકકી કર્યુ છે. અહીની વિવિધ સેવાઓમાં આધાર પ્રિન્ટ, અપડેટ, એન્રોલમેન્ટ, પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર રજીસ્ટે્રશન, ડ્રાઇવીંગ લાયસન્સ સર્વિસ, વ્હીકલ રજીસ્ટ્રેશન, ફલાઇટ ટીકીટ, બસ ટિકિટ, ઇન્સ્યોરન્સ સહિત અનેક સેવાઓનો સમાવેશ કરાર્યો છે હાલમાં રાજકોટ પ્રદેશ હેઠળની પોસ્ટ ઓફિસ દ્વારા લાઇફ એન્ડ હેલ્થ ઇન્સ્યોરનસ પ્રીમીયમ, ઇએમઆઇ કલેકશન, વીજબીલ, ગેસ બુકીંગ, મોબાઇલ રિચાર્જ, ફાસ્ટેગ, ટ્રાવેલ્સ બુકીંગ, પાન કાર્ડ સર્વિસ વગેરે સેવા અપાઇ છે.

ાઇપીએસઓ રાકેશ કુમાર એ ‘અબતક’ મીડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ કે આ પ્રેસ કોન્ફરેન્સ એટલે કરવાની આવી છે કે જે કોમન સર્વીસીસ સેન્ટરનો સર્વીસ મે મહિનામા રાજકોટની ૩ પોસ્ટ ઓફીસમા શરૂ કરવામાં આવી હતી અને ૨૨ ઓગસ્ટે ૧૭ ઓફીસમા શરૂ કરવામા આવી હતી રાજય સરકા કે કેન્દ્ર સરકારની બધી સ્કીમના ફાયદા કોમન સર્વીસીસ સેન્ટર દ્વારા લઇ શકાય છે. પાન કાર્ડ, પાસ્ટપોર્ટ, આધારકાર્ડ, લેબર રજીસ્ટેશન, પેન્શન પેમેન્ટ, રેકુટમેન્ટ રજીસ્ટ્રેશન અને ગર્વમેન્ટ ટુ કસ્ટમર સર્વીસ જેવી કે ડ્રાઇવીંગ લાયસન્સ, ઇસ્ટેપીંગ, ઇ-ચલણનુ પેમેન્ટ પણ પોસ્ટ ઓફીસ દ્વારા કરી શકાશે. તેવી જ રીતે બીજેડસી એટલે બીઝનેસ ટુ કસ્ટમર બસ, ટીકીટ, કલાઇટ ટીકીટ બુકીંગ, બેન્કીંગ સર્વીસ, ફાસ્ટેગ બેલેન્સ એજયુકેશન પોલીસ વીજબીલ મોબાઇલ રીચાર્જ જેવી સુવીધાઓ મળશે. પહેલા આ સેવા મહેસાણા, પાલીતાણા અને જેતપુરમા શરૂ કરવામા આવી હતી. જેમ જેમ પરીણામ સારા આવશે. તેમ તેમ આ સર્વીસમા વધારો કરવામાં આવશે. અત્યારે લાઇફ ઇન્સ્પોરન્સ, ઇએમઆઇ કલેકશન, ગેર બુકીંગ અને બીલ કનેકશન, ડીટી એચ અને મોબાઇલ રીચાર્જ જેવી સુવીધાઓ પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. શહેરો ક્ષેત્રે સીએસસીની સંખ્યા વધારે છે પણ અમે એવુ ઇચ્છીએ છીએ. કે ગ્રામીણ ક્ષેત્રે વધારે સંખ્યા થાય અત્યારે ૬૦થી ૭૦ ટકા પોસ્ટ ઓફીસ ગ્રામીણ ક્ષેત્રે છે ૨૦૨૧ સુધી લગભગ આ સુવિધા બધી પોસ્ટ ઓફિસમા શરૂ થઇ જશે.

Loading...