Abtak Media Google News

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઇને સંક્રમણ ન ફેલાય તે માટે બંધ કરાયેલો બીજો દ્વાર અંતે ખુલ્લો મુકાયો

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રામનાથપરા મુક્તિધામ ખાતે વિશેષ સુવિધા માટે રામનાથપરા શેરી નં.૧૮માં આવેલો મુક્તિધામનો બીજો ગેઈટ આજથી ખોલવામાં આવેલ છે. આ બીજા ગેઈટથી કોવિડ કે શંકાસ્પદ કોવિડ વિનાના મૃતકોની બોડી અંતિમ સંસ્કાર માટે મુક્તિધામમાં લઈ જવામાં આવશે.

રામનાથપરા શેરી નં.૧૮, શ્રીમદ રાજચંદ્રજી સમાધિ સ્થાનવાળી શેરી ખાતે અગાઉ બંધ રહેતો મુક્તિધામનો ગેઈટ આજથી શરૂ કરવામાં આવેલ છે. આ કામે જરૂરી સિવિલ વર્ક તથા અંતિમ વિસામાનો ઓટો પણ ગેઈટ પાસે તૈયારી કરી આપવામાં આવેલ છે. અને આજથી નોન કોવિડ અને  શંકાસ્પદ વિનાના મૃતકોની બોડી આ બીજા ગેઈટથી લાવવાનું શરૂ કરવામાં આવેલ છે. ઉપરાંત રામનાથપરા મુક્તિધામના મુખ્ય ગેઈટથી હવે કોવિડ અને શંકાસ્પદ કોરોનાની બોડી સીધી ઈલેક્ટ્રીક સ્મશાન ખાતે લઈ જઈ શકાય તે મુજબ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.