Abtak Media Google News

જાણીતા કરવેરા સલાહકાર ધવલભાઈ ખખ્ખરે નાણામંત્રી પિયુષ ગોયલના બજેટ અંગે પોતાનો મંતવ્ય વ્યકત કર્યો છે. વેપારીઓ, મધ્યમ વર્ગ તથા પગારદારને ફુલગુલાબી બજેટમાં રાહત આપી દેશના વિકાસ યાત્રાનું બજેટ ગણાવી રજુ કરેલ છે તેમાં કોઈ મોટા કરદાતાઓ કે ઉધોગપતિઓ માટે કોઈ મોટા ફેરફાર કરેલ નથી જે જોતા જેની આશા ઉપર પાણી ફરેલ છે આમ જોતા આ બજેટ ચુંટણીલક્ષી બજેટ કહી શકાય.

ઈન્કમટેક્ષ કાયદા હેઠળ આવકવેરા સ્લેબમાં ફેરફાર કરેલ નથી. આવકવેરાની આવક મર્યાદા ૨,૫૦,૦૦૦ થી વધારી ૫,૦૦,૦૦૦ કરેલ છે. પગારદાર માટે સ્ટાન્ડર્ડ ડીડકશન મર્યાદા ૪૦૦૦૦થી વધારી ૫૦૦૦૦ કરેલ છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેમ્સ ઉપર કોઈ ફેરફાર કરેલ નથી. વ્યાજપર ટીડીએસ કપાતની મર્યાદા (૧૯૪એ હેઠળ) ૧૦૦૦૦થી વધારી ૪૦૦૦૦ કરેલ છે. ભાડાની આવક પર ટીડીએસ કપાતની મર્યાદા (૧૯૪ આઈ હેઠળ) ૧,૮૦,૦૦૦થી વધારી ૨,૪૦,૦૦૦ કરેલ છે. ન વેચાયેલ મિલકતના સ્ટોક ઉપર બે વર્ષ સુધી નોસ્નલ ભાડાના આવક પર ટેક્ષમાંથી મુકિત, ઈપીએફ ખાતા ધારકોને ૬ લાખ સુધી ઈન્સ્યોરન્સ મફત, કલમ ૮૦ સી હેઠળમાં રૂ.૧,૫૦,૦૦૦ છુટની મર્યાદામાં કોઈ ફેરફાર કરેલ નથી તથા હાઉસીંગ લોનના વ્યાજની રૂ.૨ લાખની મર્યાદામાં કોઈ ફેરફાર કરેલ નથી. બે ખાલી મકાન સુધી ભાડાની આવક પર ટેક્ષમાંથી મુકિત આપેલ છે. ૬૦ વર્ષથી ઉપરના શ્રમિકોને પ્રધાનમંત્રી શ્રમયોગી યોજના હેઠળ દરરોજ રૂ.૧૦૦ની પેન્શનની જાહેરાત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.