Abtak Media Google News

પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર જેવા ક‚ણાવંત જ્ઞાનીપુરુષનું શરણ સ્વીકારી પોતાનો મનુષ્યભવ સફળ બનાવી લીધો હતો, એવા શ્રીમદ્ રાજચંદ્રજીનાં અનન્ય ભકત, આજ્ઞાંકિત શિષ્ય લઘુરાજ મુનિ

વર્ધમાન થતી વૈરાગ્યભરી આત્મદશા,રોમ રોમમાં વ્યાપ્ત અદ્ભુત ભકિત,કરૂણાસભર કોમળ હૃદય અનેપરમકૃપાળુદેવ પ્રત્યેની અસીમ શ્રદ્ધા.

અને આ શ્રદ્ધાને પરિણામે શ્રીમદ્ રાજચંદ્રજીને સમર્પિત નમ્રતાભર્યુ, વિનયશીલ અને સરળ જીવન. આથી જ નામ પામ્યા લઘુરાજ સ્વામી.

શ્રી લઘુરાજ મુનિ જયારે સંસાર અવસ્થામાં હતા ત્યારે તેઓશ્રીને યુવાન વયમાં અસાધ્ય રોગ ઉત્પન્ન થયો હતો. જયારે આ રોગ માટે કોઈ ઉપચાર સફળ નિવડતા ન હતા, ત્યારે આ યુવાને સંકલ્પ કર્યો કે આ રોગ દૂર થશે તો દીક્ષાવ્રત અંગીકાર કરી સંસારનો ત્યાગ કરશે. આ સંકલ્પ ફળતા તેઓશ્રીએ દીક્ષાવ્રત અંગીકાર કર્યું. આમ પૂર્વભવનાં સંસ્કારોને લીધે જેનાં હૃદયમાં વૈરાગ્યનાં બીજ રોપાયેલા હતા, તેને અંકુરિત થવાનું નિમિત મળ્યું.

સંયમ અંગીકાર કર્યા બાદ ગુ‚ભકિતના રંગે રંગાયેલા આ આજ્ઞાંકિત મુનિનાં સરળ અને વિનયી સ્વભાવને લીધે બહુ જ થોડા સમયમાં તેઓશ્રીએ લોકોનાં હૃદયમાં માનભર્યું સ્થાન મેળવી લીધું હતું. તેઓશ્રી મુનિજીવનની ચારિત્ર્યપાલનની બધી ક્રિયાઓ બરાબર કરતા હતા. વળી બાહ્ય તેમજ અભ્યંતર તપની આરાધના પણ કરતાં હતા. આમ છતાં પણ આ ધર્મનિષ્ઠ મુનિશ્રી આ ધાર્મિક ક્રિયાઓ વડે કે તપ વડે સંતુષ્ટ ન હતા.

આવા સંજોગોમાં મુનિશ્રીનાં જીવનમાં અદ્ભુત ઘટના ઘટી. જૈન શાસ્ત્રો તથા આગમો વિષેનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા, તેવા શ્રી આત્મજ્ઞાની પ્રજ્ઞાવંત મહાપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી ખંભાત પધાર્યાં. શ્રી અંબાલાલભાઈ દ્વારા આ વાતની જાણકારી મળતાં મુનિશ્રી શ્રીમદ્ રાજચંદ્રજીને મળવા ઉત્સુક બન્યા. શ્રી ગુરુની આજ્ઞા મળતા મુનિશ્રી તથા શ્રીમદ્ રાજચંદ્રજીનું મિલન ઉપાશ્રયના મેડા ઉપર થયું.

જેઓને મળવાની તીવ્ર ઝંખના હતી, તેવા નવયુવાન ગૃહસ્થવેષમાં રહેલ જ્ઞાનીપુરુષનાં પ્રત્યક્ષ દર્શન પામતા મનોમન ગુ‚પદે સ્થાપિત કરી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. વિશેષ પરિચય થતાં વિનયપૂર્વક હાથ જોડીને સમકિત અને બ્રહ્મચર્યની દઢતાની માંગણી કરી. બીજી મુલાકાતમાં જ મુનિશ્રીએ પોતાના અંતરની વાત શ્રીમદ્ રાજચંદ્રજીને જણાવતા કહ્યું કે, ‘આપશ્રીને જોઈને અમોને અતિ હર્ષ થાય છે. આપશ્રી અમારા પૂર્વભવનાં પિતાશ્રી હો એવો અહોભાવ પ્રગટે છે અને સાવ નિર્ભય બની જઈએ છીએ. અમો અનાદિ કાળથી રખડીએ છીએ હવે અમારી સંભાળ લ્યો.’ અહીં આપણને મુનિશ્રીની પરમકૃપાળુદેવ પ્રત્યેની અપાર શ્રદ્ધાનાં દર્શન થાય છે.

શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ આ મુનિવર પૂર્વભવનાં સંસ્કારી પુરુષ છે, તેવું જાણી લીધું હતું. આ વૈરાગ્યશીલ મુનિશ્રીને આત્મલક્ષી માર્ગદર્શનની ખરેખર જ‚ર છે, તેમ જણાતા તેઓએ આત્મપ્રાપ્તિનો લક્ષ્ય વધુને વધુ દઢ બને તેવો બોધ આપવાની શ‚આત કરી. વળી, મુનિશ્રીને ચોકકસ ખાતરી હતી કે શ્રીમદ્ રાજચંદ્રજી જેવા જ્ઞાનીપુરુષ જ મારો આત્મ ઉદ્ધાર કરશે, પરિણામે શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે ભકિતભાવ વર્ધમાન થતો જતો હતો, પરિણામે સમર્પણભાવ પણ વધતો જતો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.