Abtak Media Google News

મોરબીની ભૂગર્ભ ગટરો ચોકઅપ થતી હોવાથી ૧૫ ઓગષ્ટથી પ્લાસ્ટિક પ્રતિબંધનો કડક અમલ : ચીફ ઓફિસરનું જાહેરનામું

મોરબીની ભૂગર્ભ ગટર ચોકઅપ થવાનું મુખ્ય કારણ પ્લાસ્ટિકની કેરી બેગ હોવાથી ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાએ કડક પગલું ભરી આગામી ૧૫ ઓગષ્ટથી મોરબી શહેરમાં ૫૦ માઇક્રોનથી વધુ ઝાડા ઝબલા અને ચા ના કાગળના કપ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરતા ધંધાર્થીઓમાં હડકમ્પ મચી જવા પામ્યો છે.

નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા દ્વારા નગરપાલિકા કાયદો ૧૯૬૩ની કલમ ૧૯૨ હેઠળ પ્રાપ્ત થયેલ સતા અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જે અંતર્ગત મોરબી નગરપાલિકા વિસ્તારમાં શહેરના નાગરિકોના આરોગ્યની સુખાકારી તથા તંદુરસ્ત વાતાવરણ મળી રહે, તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ૨૦૧૬ અંતર્ગત તથા પ્લાસ્ટિક કચરાનુ નિયંત્રણ કરવા સરકારના સંપૂર્ણ સ્વચ્છ ભારતના અભિયાનને સાર્થક બનાવવાના હેતુસર મોરબી શહેરમા જાહેર રસ્તા, રહેણાક વિસ્તારો.

વાણિજ્ય એકમો તથા ખાણીપીણી, ચા, કોફી, કોલડ્રિન્કસ વગેરેની લારીઓ, દુકાનો તથા અન્ય એકમો વિગેરે દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા નિયત સ્ટાન્ડર્ડ મુજબના ન હોય તેવા હલકી ગુણવત્તાના પાતળા પ્લાસ્ટિક ક૫ તથા પાતળી પ્લાસ્ટિક થેલીઓ, પાના મસાલાના પેકિંગ માટે વપરાશમાં લેવામાં આવતા પાતળા પ્લાસ્ટિકના રેપર જોખમકારક હોઈ તેમજ આ હલકી ગુણવત્તાના પાતળા પ્લાસ્ટિક ક૫, પ્લાસ્ટિક્ના તમામ પ્રકારના પાઉય (પાણીના પાઉચ સહીત પ્લાસ્ટિકની થેલીઓ, પાના મસાલાના પ્લાસ્ટિક્ના પેકિંગનો યોગ્ય નિકાલ ન થવાથી વરસાદી ગટરોની કેચપીટોમા એક્ત્રીત થવાને લીધે પાણીનું યોગ્ય વહન ન થવાને લીધે પાણીનો ભરાવો થાય છે.

તેમજ વરસાદી ગટરો તેમજ ડ્રેનેજ, સુએજ લાઈન પણ ચોક્અપ થાય છે. જેથી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કાયદા ૨૦૧૬ માં જણાવેલી જોગવાઈ વિરુદ્ધની પાતળા પ્લાસ્ટિક કપ, પ્લાસ્ટિકની તમામ પ્રકારના પાઉચ (પાણી પાઉચ સહીત). પ્લાસ્ટિક થેલીઓ, પાન મસાલાના પ્લાસ્ટિક્ના પેકિંગ ઉત્પાદન, સંગ્રહ, વાપરવા તથા વેચાણ પર પ્રતિબંધ ફરમાંવવામાં આવેલ હતો જે અન્વયેના પ્રતિબંધથી ૫૦ થી ઉપરના પ્લાસ્ટીક ઉપર પણ પ્રતિબંધ સાથે ખાદ્ય પદાર્થની પેકીંગમાં વપરાતા પોલીથીન તથા મલ્ટી લેયર પોલીવીન ઉપર ૧૫ ઓગષ્ટથી પ્રતિબંધ મુક્વામા આવે છે.

આ ઉપરાંત ચા ની કાગળની પ્યાલી ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવે છે ખરીદનાર અને વેચનારે આ બાબત ધ્યાને લેવાની રહેશે.

આ જાહેર નોટીસનું ઉલ્લંઘન કરનાર સામે  ગુજરાત નગરપાલિકા સંદર્ભ-૧૯૬૩ની કલમ હેઠળ તેમજ અન્ય જોગવાઈ હેઠળ પગલા લેવામાં આવશે અને જરૂરી જણાયે સીઆરપીસીની કલમ-૧૩૩ હેઠળ જાહેર ન્યુસન્સ ઉભા કરવા માટે જરૂરી ફોજદારી કાર્યવાહી માટે મોરબી નગરપાલિકા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાહેરનામાના અંતે જણવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.