Abtak Media Google News

સર્વે ભવન્તુ સુખિન:। સર્વે સન્તુ નિરામય:। નાણામંત્રી નીતીનભાઈ પટેલે સત્રના પ્રારંભીક સંબોધનમાં જ ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્ર્વએ જે કોરોનાનાકટોકટીનો સામનો કરી કપરો સમય કાઢ્યો છે તેને યાદ કરીને ગુજરાતની આ કપર પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓને અને સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ કે જેમણે કપરી ઘડીમાં સમાજ અને સરકારને સહયોગ આપ્યો હતો તે તમામનો આભાર વ્યકત કર્યો હતો.

ગુજરાતના બજેટના કેન્દ્રમાં વિકાસ અને ચૂંટણીલક્ષી અભિગમના કારણે ગુજરાતનું આ બજેટ શહેરી અને ગ્રામ્ય વસ્તી વચ્ચેનું સંતુલનથી લઈને રાજ્ય સરકાર હસ્તકની તમામ પરિયોજનાઓનો છેવાડાના નાગરિકને વધુને વધુ લાભ થાય. રાજ્ય સરકાર હસ્તકની તમામ પરિયોજનાઓ કૃષિ, ઉદ્યોગ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને સામાજિક વિકાસની પરિભાષાઓને પૂર્ણ કરનારા આ બજેટને ગુજરાતીઓને વધુને વધુ ખુશ કરવાના અભિગમથી ગુજરાતનું વિકાસલક્ષી બજેટ સંપૂર્ણપણે ફૂલગુલાબી બની રહેશે. પ્રજાએ મુકેલા વિશ્ર્વાસને આ બજેટમાં સ્થાન આપીને ગુજરાતની સરકારે પ્રજાલક્ષી અભિગમ અપનાવીને બજેટને ફૂલગુલાબી બનાવી દીધું છે. વિધાનસભાની ચૂંટણીનું આવનારૂ 2022નું વર્ષ સરકાર માટે ભવિષ્યના રોડમેપ માટે નીમિત બનનારૂ છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને લઈને ગુજરાતનું આ બજેટ સર્વવર્ગ સુખાયની ભાવનાને ઉજાગર કરનારૂ બની રહેશે.

નાણામંત્રી નીતિનભાઈ પટેલે પણ ડિજીટલ ઈન્ડિયાના ક્ધસેપ્ટને સ્વીકારીને પેપરલેસ બજેટ રજૂ કરવાની તૈયારી કરી છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થનાર આ બજેટ પ્રથમ પેપરલેસ બજેટ બની રહેવાનું છે. નાણામંત્રી સતત 9મી વાર રાજ્યનું બજેટ રજૂ કરવાના નીમિત બનશે.

કોરોના કટોકટી, આર્થિક મંદી અને લોકડાઉન જેવા નકારાત્મક પરિબળોની આફતો અને ઉભી થયેલી રાજકોષીય ખાદ્ય અને પ્રજાની હાડમારીને ભુલાવી દઈ આ બજેટમાં વિકાસ માટે રાજ્ય સરકારની તેજુરીના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ઉદ્યોગીક વિકાસની સાથે સાથે નવા કૃષિ કાયદાના અમલથી કૃષિ ક્ષેત્રે આવનારા પરિવર્તનને સરકારનો સહયોગ મળી રહે તે માટે કૃષિ ક્ષેત્રના વિકાસ અને ખાસ કરીને ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના અભિગમને ચરિતાર્થ કરવા માટે કૃષિ ક્ષેત્રના વિકાસલક્ષી પરિયોજનાઓ અને ખેડૂતોને ખેડ, ખેતર અને પાણી સમયસર અને વ્યાજબી રીતે મળી રહે તે માટે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખાસ જોગવાઈની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ સરકારના વિકાસના ફળ છેવાડાના નાગરિકોને મળે તેના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

પોસ્ટ કોવિડ પરિસ્થિતિને ધ્યાને લઈ સીનીયર સીટીઝનો, આરોગ્ય સુવિધાઓ અને ખાસ કરીને સ્વાસ્થ્ય સંબંધી વ્યવસ્થામાં સરકારે પુરેપૂરું થ્યાન આપ્યું છે. નવા ઉદ્યોગોની સ્થાપના અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાની સાથે સાથે વેપાર-ઉદ્યોગને વધુ મજબૂત બનાવવાનું પણ સરકારે અભિગમ અપનાવ્યો છે. મહિલા, બાળ કલ્યાણ અને સામાજિક વિકાસને પણ બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.  નાણાંમંત્રી નીતીનભાઈ પટેલે દેશના રાજકીય ઈતિહાસમાં ગુજરાતનું આ 77મું બજેટ રજૂ કર્યું હતુ 2.97 લાખ કરોડ જેટલા વિરાટકદના આ બજેટમાં કેન્દ્રની ભાજપ અને ગુજરાત સરકારે પ્રજાએ મૂકેલા વિશ્ર્વાસનું ઋણ ચૂકવતુ ફૂલ ગુલાબી બજેટ રજૂ કર્યું છે. ચૂંટણી લક્ષીબજેટમાં પ્રજાની આશા, અપેક્ષાઓ અને સરકારની આકાંક્ષાનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. સ્વાથ્ય, કૃષિ, ઉદ્યોગ, દરિયા અને ભૂમીની ખેતીથી લઈ ઈર્ન્ફોરમેશન ટેકનોલોજીના વિકાસની તમામ નાની જરૂરીયાતોનો માઈક્રોપ્લાનીંગથી ગુજરાતના વિકાસને વધુ વેગવાન બનાવવાની સાથે સાથે રાજયની સાડાછ કરોડની જનતાએ મુકેલા નિસ્વાર્થને મજબુત બનાવવા અને સર્વેવર્ગ સમાન અને જનહિતાયેના તમામ કાર્યોને અમલીય બનાવવા માટે આજનું બજેટ તમામ વર્ગને સંતોષ આપનારૂ અને સંપૂર્ણ પણે આગામી ચૂંટણીઓને અનુલક્ષીને એકપણ પ્રકારના વધારાના બોજ વગર તમામને સંતોષ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  ગુજરાતનું આજનું બજેટ નાણામંત્રી નીતીનભાઈ પટેલના નવમા અને રાજયના પ્રથમ પેપરલેસ બજેટમાં પ્રજાની સુખાકારી, વિકાસ અને ભવિષ્યની તરકકી માટેના પરિમાણોને યોગ્ય રીતે સંતુલીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.