Abtak Media Google News

દાઝીયું તેલ આરોગ્ય માટે જોખમી, ખાદ્યતેલમાં ૨૫ ટકાથી વધુ ભેળસેળ રોકવા નવો કાયદો
ફુડ સેફટીએન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ કાયદામાં નવો સુધારો કરી ચેકીંગ ઝુંબેશ શરુ કરશે ફુડ એન્ડ ડ્રગ વિભાગ ૧લી જુલાઇથી અમલ

રાજય વેચાઇ રહેલોા ખાદ્યતેલમાં રી-યુઝ એટલે. કે દાઝીયા તેલનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો રોકવા એફએસએસએઆઇ એટલે કેફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટમાં નવો સુધારો કરવામાં આવ્યો છે. જેનો ૧લી જુલાઇથી અમલ કરી ખાદ્યતેલમાં રપ ટકા વધુ માત્રામાં દાઝીયુ તેલ ભેળસેળ કરનાર મીલરો, પેકેજીંગ યુનિટો સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.

રાજયનાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના કમિશ્નર એચ.જી. કોરિયાના જણાવ્યા મુજબ ખાદ્યતેલમાં રીન્યુઝ ઓઇલ એટલે કે એક વખત તળવામાં ઉપયોગમાં લેવામાં આવેલ તેલને ફરી રીફાઇન કરી વેચાણ કરવામાં આવે છે. હકીકતમાં ઉંચા તાપમાને તળવા માટે ઉપયોગમાં લેવાયેલ તેલમાં ટીપીસી વેલ્યુ વધી જતી હોવાથી આવુ તેલ ખોરાકમાં ઉપયોગમાં લેવું આરોગ્ય માટે જોખમી બની રહે છે.

વધુમાં આ મામલે ફુડ વિભાગ દ્વારા ટીપીસી વેલ્યુની ચકાસણી માટે તાજેતરમાં ઝુંબેશ હાથ ધરી પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવતા ખાદ્યતેલમાં મોટા પ્રમાણમાં દાઝીયા તેલની ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવતા ફુડ સેફટી એનડ સ્ટાન્ડર્ડ એકટમાં સુધારો કરવામાં આવ્યો છે અને બજારમાં વેચાતા ખાદ્યતેલમાં રપ ટકા થી વધુ માત્રામાં આવુ દાઝીયું તેલ પ્રતિબંધીત કરવામાં આવશે.

રાજયમાં ૧લી જુલાઇથી અમલમાં આવનાર નવા ફુડ સેફટી સુધારા કાનુનને કડક પણે અમલ કરાવવા ફુડ એન્ડ ડ્રગ્સ ટ્રાય નવા સાધનો પણ વસાવવામાં આવ્યા છે જે ચેકીંૅગ દરમિયાન ગણતરીની મીનીટમાં તેલની ગુણવતાની ચકાસણી કરશે.
ઉલ્લેખનીય છે કે હાલ બજારમાં વેચાતા તૈયાર નાસ્તાથી લઇ મોટાભાગની ખાદ્ય સામગ્રી બનાવવા માટે આવા દાઝીયા તેલનો જ ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનીકારક હોય સરકાર દ્વારા દાઝીયા તેલનો વપરાશ રોકવા ખાસ નથી જોગવાઇ કરવામાં આવી છે અને આ જોગવાઇની અમલવારી માટે ૧લી જુલાઇથી વ્યાપક પ્રમાણમાં રાજયભરમાં ચેકીંગ ઝુંબેશ શરી કરાશે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.