Abtak Media Google News

સમગ્ર અમેરિકા હિમ પ્રપ્રાંતની લપેટમાં, ૧૨થી વધુ મૃત્યુ, વિમાન સેવા ઠપ્પ, ૨૫૦૦ ફલાઈટ રદ્દ, હજુ પરિસ્થિતિ વધુ વણશે તેવો ભય

અમેરિકાના મધ્ય-પશ્ચિમથી લઈ ઉત્તર-પૂર્વ સુધી ચાલી રહેલી હિમ પ્રપાંતની સ્થિતિમાં શનિવાર સુધીમાં સત્તાવાર રીતે ૧૨ મૃત્યુ નોંધાયા હતા. મૃત્યુના વંટોળ જેવી સ્થિતિમાં હિમ પ્રપાંતના કારણે સર્જાયેલો ટ્રાફિકજામ અને અકસ્માતો સહિત અલગ-અલગ રીતે સર્વત્ર મોતનો માતમ છવાઈ ચુકયો છે. સમગ્ર અમેરિકામાં ભારે હિમ વરસાદ અને બરફીલા વાતાવરણના કારણે વિમાન સેવા સંપૂર્ણ પડી ભાંગી છે. ગુરૂવારે વહેલી સવારે ૨૫૦૦ ફલાઈટ રદ્દ કરવામાં આવી હતી અને ૩૫૦૦ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

છેલ્લા ૨૦ વર્ષના ઈતિહાસમાં મધ્ય-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વમાં અત્યારે સૌથી ભયંકર હિમ તાંડવનું લાખો લોકો અનિવાર્ય પણે સામનો કરી રહ્યાં છે.વિશ્વના ખૂબજ મોટા વિસ્તારમાં અત્યારે કડાકાની ટાઢ પડી રહી છે. અમેરિકામાં અત્યારે હિમ વાયરાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે કફોડી પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી ચારેતરફ જામેલા બરફ અને સતત વરસતા હિમવર્ષાના વાતાવરણમાં માઈન્સ ૩૫ ડિગ્રી સેલ્યિસ સુધી નીચે ઉતરી જતા જાણે કે હિમયુગ શયુ હોય તેમ ટાઢના કારણે લાખો પરિવારો અસરગ્રસ્ત બન્યા છે.

ઠંડા કાતિલ પવનો અને સતત નીચે ઉતરતા જતાં તાપમાનના કારણે હિમ પ્રપ્રાંતમાં ફસાયેલા મધ્ય-પશ્ચિમની સ્થિતિ હજુ વધુ વણસે તેવી આગાહી અમેરિકાના રાષ્ટ્રીય હવામાન વિભાગના પ્રવકતા એનડ્રયુ ઓરિસને મીડિયાને ટેલીફોનિક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

માઈનસોટા અને ઉપલા માઈકેગનમાં તાપમાન હજુ માઈન્સ ૨૯ ડિગ્રી સુધી નીચે ઉતરે તેવી દહેશત દર્શાય રહી છે. ઉત્તર ડેકોટામાં તાપમાનનો પારો ૪૯ ડિગ્રી સેલ્સીયસ સુધી હજુ નીચે સરકે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.

વિષુવવૃત અને ઉત્તર ધ્રુવ પાસે સર્જાયેલા હવાના હળવા દબાણના કારણે હિમપ્રપાંતનું આ વમળ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. ન્યુયોર્ક, માનચેસ્ટા અને પેનસેલવિનિયા સૌથી વધુ હિમવાયરાનો ભોગ બની રહ્યું છે. બોસ્ટનમાં માઈન્સ ૧૫ ડિગ્રી સેલ્સીયસના કારણે જનજીવન આકુળ-વ્યાકુળ બની ગયું છે. મદ્ય એન્ટાર્ટીકા અને ઉત્તર-પૂર્વની બદલાયેલી હવામાન સ્થિતિ આ હિમવાયરા માટે કારણભૂત હોવાની હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારી ઓફિસને કરાવી હતી.

અમેરિકામાં વ્યાપકપણે ચાલી રહેલા હિમવાયરાના વાતાવરણ વચ્ચે રસ્તા પર જામેલા બરફ અને બારીના કાચ સાફ કરવા માટે શિકાગોમાં હજારો કામદારો કામે લાગ્યા છે. ટ્રેનના પાટા પરથી બરફ હટાવવા માટે ઠેર-ઠેર અગ્નિ પેટાવીને ઠપ્પ થઈ ગયેલી ટ્રેન સેવા બહાલ કરવાની કામગીરીમાં કેન્ટુંકી પર્વતમાળા, કેનસાસ અને જીયોર્જીયાનો એક આંકડામાં શરકી ગયેલી શરદીની પરિસ્થિતિમાં બચાવ રાહત કામગીરી ખૂબ ઝડપી ચાલી રહી છે.

બુધવારે માઈન્સ ૪૦ ડિગ્રીએ તાપમાનનો નવો રેકોર્ડના ઈતિહાસ રચાયો હતો. જર્નલ મોર્ટસ જેવી મોટી કંપનીઓએ પોતાના ઔદ્યોગીક એકમો ઠંડીના કારણે બંધ કરી દીધા છે.વોર્રન ટેકનોલોજી સેન્ટર ફિયાટ, બિસારઓટો મોબાઈલ જેવી કંપનીઓએ પણ ગુરૂવારથી કંપનીના બે યુનિટો ઠંડીના કારણે અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.