Abtak Media Google News

મોરબી પંથકમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ શરુ થઇ ચુકી છે અને છેવાડાના વિસ્તારમાં પીવાના પાણી સહિતના પાયાના પ્રશ્નો મામલે અગાઉ મળેલી ખાતરીના ગાજર ચવાઈ જતા આજે ફરીથી છેવાડાના વિસ્તારના રહીશોએ પાણી, ભૂગર્ભ ગટર સહિતના પ્રશ્ને પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો

મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ છેવાડાના લાયન્સનગર સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હોય જેથી લત્તાવાસી મહિલાઓએ થોડા દિવસ પૂર્વે પાલિકા કચેરીએ હંગામો કર્યા બાદ ખાતરી મળી હતી જોકે હમેશની જેમ ખાતરી આપી તંત્ર ભૂલી ગયું હતું જેથી આજે ફરીથી છેવાડાના લાયન્સનગર સહિતના વિસ્તારની મહિલાઓ અને પુરુષોનું ટોળું આજે પાલિકા કચેરીએ દોડી ગયું હતું જોકે પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ના હોવાથી રજૂઆત કરનારા ટોળાને ચીફ ઓફિસરના પીએને આવેદન આપવું પડ્યું હતું.

જે આવેદનમાં જણાવ્યું છે કે ફિદાઈ પાર્કમાં ભૂગર્ભ ગટર પાણી, રસ્તા લાઈટ સહિતના પ્રશ્નોના નિકાલની માંગ કરી હતી તેમજ આનંદનગર, ગુલાબનગરમાં પાણી ઉપરાંત સ્ટ્રીટ લાઈટ અને ગટરની સમસ્યા તેમજ લાયન્સનગર વિસ્તારમાં દોઢ માસથી પાણી નથી તેમજ સ્ટ્રીટ લાઈટ અને ભૂગર્ભ ગટર સહિતના પ્રશ્નો ખદબદી રહયા છે આગાઉ કરેલી રજૂઆત છતાં પ્રાથમિક સુવિધાઓ મળી નથી તો આજે રજૂઆત કરવા આવેલા ટોળાને સાંભળવા પાલિકાના જવાબદાર અધિકારી કે પદાધિકારી હાજર ના હોવાથી રોષ જોવા મળ્યો હતો અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.