Abtak Media Google News

કાલે શિક્ષકોને મુલ્યાંકન સેન્ટર પરથી પાસ મળી જશે

કોરોના કહેરની મહામારી વચ્ચે ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં તેમણે જાહેર કર્યું હતું કે, આગામી ૧૬મી એપ્રીલથી એટલે કે, આવતીકાલથી બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવશે. જેને લઈને શિક્ષકોમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતા.

લોકડાઉનના પગલે શિક્ષકોને કઈ રીતે આવવું-જવું તે એક મોટો પ્રશ્ર્નો બન્યો હતો. જો કે, આજે શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લાના ડીઈઓને વિડિયો કોન્ફરન્સ દ્વારા જાણવા કરવામાં આવી છે કે, આ તમામ શિક્ષકોને તેના મુલ્યાંકન સેન્ટર પરથી પેપર ચેક કરવા જવા માટેના પાસ ઈસ્યુ કરવામાં આવશે. રાજકોટમાં ગુરૂવારથી બોર્ડના પેપર ચકાસણીની કામગીરીનો ધમધમાટ શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં માર્ચ મહિનામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જેની પેપર ચકાસણીના કામગીરી કોરોનાની મહામારીના લોકડાઉનના લીધે બંધ પડી હતી.

જો કે, ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. જેમાં આવતીકાલથી એટલે કે ૧૬મી એપ્રીલથી બોર્ડના પેપરોની ચકાસણી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે રાજકોટમાં ગુરૂવારથી બોર્ડના પેપરની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવશે.

અંદાજે રાજકોટ જિલ્લાના ૭૦૦થી વધુ શિક્ષકો ૧૭ જેટલા મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો પર જઈ બોર્ડના પેપર ચકાસશે અને ખાસ તો કોરોનાની મહામારી

વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને પેપર ચેક કરવાની કામગીરી થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. શિક્ષકોને આવવા-જવા તકલીફ ન પડે તે માટે કાલે મુલ્યાંકન સેન્ટરો પરથી  જ તેઓને પાસ ઈસ્યુ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.