હળવદની કોટન મિલમાંથી રૂા.૧.૧૮ લાખની ઈલે. મોટરની ચોરી કરનાર બે પકડાયા : છ ના નામ ખુલ્યા

64

એલસીબીએ આ ઇલેક્ટ્રોનિક મોટરોની ચોરીનો ભેદ ઉકેલ્યો

હળવદ તાલુકાના દેવીપુર ગામે આવેલ કોટન મિલને નિશાન બનાવીને રૂ. ૧.૧૮ લાખની કિંમતની ૨૪ ઇલેક્ટ્રોનિક મોટરની ચોરી કરી ગયાની થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાઇ હતી ત્યારે એલસીબીએ આજે બાતમીના આધારે આ ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.જેમાં ચોરાઉ મુદ્દામાલને વેચવાની પેરવી કરતા બે શખ્સોને તમામ મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે અન્ય છ શખ્સોની સંડોવણી ખુલતાં તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા ખાતે રહેતા કુલદીપ ભાઈ ચંદ્રકાંતભાઈએ થોડા દિવસો પહેલા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ,હળવદ તાલુકાના દેવીપુર ગામ પાસે આવેલ તેમની માલિકીની સોમનાથ કોટન મિલમાંથી  ગત તા.૨૪/૧૧થી ૨૫/૧૧ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી કારખાનામાં રહેલ રૂ. ૧.૧૮ લાખની કિંમતની ૨૪ ઇલેક્ટ્રોનિક મોટર ચોરી કરી ગયા હતા.ચોરીના બનાવોને પગલે હળવદ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા .દરમિયાન જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ ચોરીના બનાવોનો ભેદ ઉકેલવાની સૂચના આપતા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસ કરતા એલસીબી સ્ટાફના ઈશ્વરભાઈ ક્લોતરાને ખાનગી રાહે બાતમી મળી હતી કે,હળવદના દેવીપુર ગામે આવેલ કોટન મિલમાંથી ચોરી થયેલી ઇલક્ટ્રોનિક મોટરોને વેચવાની પેરવી કરતા ઈસમો મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાસે આવેલ લાલો ઉર્ફે હસનેન મેમણના ડેલે હોવાની ચોક્કસ બાતમી મળતા એલસીબી સ્ટાફ ત્યાં ત્રાટક્યો હતો.

Loading...