Abtak Media Google News

આ વખતની કોમનવેલ્થ ગેમ્સ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહી છે. ભારતીય ખિલાડીઓએ આ વખતે દેશની શાનમાં ચાર-ચાંદ લગાવી દીધા છે. ખિલાડીઓએ તેમને લાગતી રમતોમાં નવા રેકોર્ડસ બનાવ્યા છે. પણ આ વિજય પાછળની સિદ્ધીથી તમે અજાણ છો. ઈઠૠ ૨૦૧૮માં ભારત માટે મેડલ્સ મેળવનારામાંથી ૬ ખિલાડીઓ દેશના સૈનિકો છે. તે હકીકતમાં દેશ ભારતીય સેનાના અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે.

.સુબેદાર જીતુ રાય

તેમને દેશ માટે ૧૦-મીટર એર પીસ્ટલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ૨૯ વર્ષીય જીતુ રાય ભારતીય સેનાની ૫/૧૧ ગોરખા રાઈફલ્સમાં નાયબ સુબેદાર છે. તે પહેલા પણ જીતુ રાયે ૨૦૧૪માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતેલુ છે.

. હવલદાર ઓપી મિથરવા

મિથરવાએ ઈઠૠ ૨૦૧૮ ગોલ્ડ કોસ્ટમાં ૧૦-મીટર એર પીસ્ટલમાં કાંસ્ય પદક જીત્યુ છે. તેજ ઈવેન્ટ જેમા જીતુ રાયે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

. સુબેદાર દીપક લાથર

નાયબ સુબેદાર દીપક લાથર ભારતીય સેનાની પ્રખ્યાત બોમ્બે સેપર્સમાં સર્વીસ કરે છે. તેમને વેટલિફટીંગમાં કાંસ્ય પદક જીત્યુ છે. આ મેડલ સાથે તે કોમનવેલ્થ ગેમ્સના મેલ વેટલિફ્ટરમાં સૌથી ઓછી વયે મેડલ જીતનાર ખિલાડી બની ગયા છે. તે ફક્ત ૧૮ જ વર્ષના છે. તેમને મેન્સ ૬૯ કિલો વેટલિફ્ટીંગમાં બ્રોન્સ મેડલ મળ્યુ છે

. એરવોરીયર ઉંઠઘ વિકાસ ઠાકુર

ઠાકુરને ૨૧મી ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થમાં મેન્સ ૯૪ કિલો વેટલિફ્ટીંગમાં બ્રોન્સ મેડલ જીત્યુ છે. ઉંઠઘ વિકાસ ઠાકુર ભારતીય વાયુસેનામાં નોકરી ભજવે છે. આ ઉપરાંત ઠાકુરે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૪માં ભારત માટે વેટલિફ્ટીંગમાં સિલ્વર મેડલ જીતેલો છે.

. એરવોરીયર ઉંઠઘ રવી કુમાર

ભારતીય વાયુસેનાના રવી કુમારે શૂટીંગમાં દેશનુ નામ વધાર્યુ છે. તેમને મેન્સ ૧૦-મીટર એર રાઈફલ શૂટીંગમાં બ્રોન્સ મેડલ પોતાના નામે કરી લીધુ છે. રવી કુમારે ટોટલ ૨૨૪.૧ શોટ મારી બેલ્મોન્ટ શૂટીંગ સેન્ટરમાં બ્રોન્સ મેડલ કબ્જે કર્યુ. તેમને ભારત અને વાયુ સેનાને ગર્વ કરાવી દીધો છે. તે પહેલા રવીએ ઈંજજઋ વર્લ્ડ કપ-૨૦૧૭માં બ્રોન્સ મેડલ જીત્યુ છે

. એરવોરીયર  ગુરૂરાજા

તેમને કોમનવેલ્થના પહેલા જ દિવસે ભારતનુ નામ રોશન કરી દીધુ હતુ. ભારતીય વાયુ સેનાના ગુરૂરાજાએ મેન્સ ૫૬ કિલો વેટલિફ્ટીંગમાં સિલ્વર મેડલ જીતીને દેશને ગર્વીત કરી દીધા છે. તે પહેલા પણ તેમને ૨૦૧૭માં ભારત માટે બ્રોન્સ મેડલ જીતેલુ છે. તે ૨૦૧૫માં સેનામાં જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.