Abtak Media Google News

૧૧ દિવસ દરમિયાન ભરચક ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો યોજાશે: દેશ-વિદેશના લાખો ભાવિકો દર્શનાર્થે ઉમટશે

૨૨મીએ વસંત પંચમીના પૂજન અર્થે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી પધારશે

ર્તીભૂમિ ગોંડલ ખાતે આગામી તા. ૨૦ થી ૩૦ સુધી અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાશે. વિશ્વપ્રસિદ્ધ અક્ષર મંદિર, ગોંડલ સ્તિ અક્ષરદેરીને ૧૫૦ વર્ષ પૂર્ણ ઈ રહ્યા છે. આ નિમિત્તે અહીં અગીયાર  દિવસીય ભવ્ય કાર્યક્રમો રજૂ નાર છે. દેશ-પરદેશી લાખો ભાવિકો આ ઉત્સવમાં સહભાગી વા પધારશે.

બીએપીએસ સંસના પ્રમુખ પદે બિરાજમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ગોંડલ ખાતે ૧૯ની  રાત્રે પધારશે. અહીં નાર વિવિધ કાર્યક્રમોમાં તેમનાં દર્શન અને આશીર્વાદ નો લાભ પ્રાપ્ત થશે.

આટલી મોટી સંખ્યામાં પધારનાર હરિભક્તો માટે વિવિધ સેવા વિભાગોનું આયોજન યું છે. આ મહોત્સવમાં કુલ ૩૨ સેવાવિભાગોની રચના કરવામાં આવી છે. મંદિરની બાજુમાં આવેલ ૨૦૦ એકર  વિશાળ ભૂમિને સમતલ કરીને સભા સ્ળ તરીકે ઉપયોગમાં લેવાશે. ઉત્સવને સફળ બનાવવા માટે હજારો સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ ખડે પગે સેવામાં ઊભા છે. આજુબાજુી અનેક ગામડાઓમાંી બહેનો અને ભાઈઓ છેલ્લા બે મહિનાથી સેવા આપવા માટે આવે છે. ટ્રાફિકના પ્રશ્નોને પહોંચી વળવા વિશાળ પાર્કિંગની વ્યવસ કરવામાં આવી છે. દર્શર્નાથીઓની સુવિધા માટે ૨૪ કલાક મેડિકલ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ સો જ વિશાળ રક્તદાન યજ્ઞમાં સંતો અને ભક્તો રક્તદાન કરીને સમજને મદદરૂપ શે.

મહોત્સવના મુખ્ય સ્ળે અદ્વિતીય વિશાળ મંચ નજરે ચડે છે. ૧૭૫ ફૂટ લંબાઇમાં, ૧૩૦ ફૂટ પહોળાઈ અને ૭૦ ફૂટ ઉંચો આ વિશાળ મંચ અનેરું આકર્ષણ જમાવે છે. મંચની મધ્યભાગમાં વિશાળ અક્ષરદેરીની પ્રતિકૃતિ નજરે ચડે છે. પૃષ્ઠભૂમિ પર અનેક દેવતાઓ અક્ષર દેરીનું પૂજન-અર્ચન કરતા દેખાય છે.

૧૮મી તારીખે સૌરાષ્ટ્ર પંકના ૧૦૦૦ ગામના સરપંચો અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવનો ઉદઘોષ કરવા માટે પધારશે. તારીખ ૧૯, જાન્યુઆરીથી ૨૨, જાન્યુઆરી સુધી અહીં વિવિધ સત્સંગના કાર્યક્રમો શે. જેમાં, સ્વામિનારાયણ નગરનું ઉદઘાટન, યોગી સ્મૃતિમંદિરની વાસ્તુ-પ્રવેશવિધિ, યજ્ઞ અને વિરાટ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૨૨, જાન્યુઆરી વસંતપંચમીના દિવસે નૂતન અક્ષરદેરીનું પૂજન અને આરતી કરવામાં આવશે. સાંજે મુખ્ય સભામાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ રામના કોવિંદ પધારશે.

આ સો જ આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન અને દિક્ષા મહોત્સવનું આયોજન યું છે. ૨૩,  જન્યુઆરીના રોજ સ્વામિનારાયણ નગરમાં સ્તિ પ્રદર્શન ખંડો જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. આ પ્રદર્શન ખંડમાં ગુણાતીત ગુરુપરંપરાના ગુરુઓનું જીવન અને કાર્ય વિવિધ માધ્યમોના દ્વારા અભિવ્યક્ત શે. આધ્યાત્મિકતાની સો અનેક જીવન ઉત્કર્ષના કાર્યક્રમો અહીં રજૂ વાના છે. જેનાથી શુદ્ધ જીવન, રાષ્ટ્ર અને સમાજ માટે નિર્સ્વાભાવે સેવા કરવાની પ્રેરણા  પ્રાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.