Abtak Media Google News

“બીજા ધંધા કે બેંકમાં ‚પિયા ડબલ થતા ઘણા વર્ષો લાગે પરંતુ દારૂના ધંધામાં ફકત ચોવીસ કલાકમાં ‚પિયા ડબલ !

ઈગ્લીશ દારૂ-૨

નીંગાળા ગામની ચીંકુભા અને જગપતસિંહની વાડીનો નજારો ચીંકુભાએ લાઠી ફોજદાર જયદેવને દર્શાવ્યો તે જોઈને તે તો આભો જ બની ગયો પણ પેલી કવિતાની કડી યાદ આવી ગઈ… ‘જયાં જયાં નજર મારી ફરે… આગળની અહિંની હકિકત…. બાટલીઓ પડી પડી છે. ઈગ્લીશ દારૂની’ વાડીના મકાનનાં ઓરડાઓમાં કુવાના એન્જીન ‚મમાં દારૂની પેટીઓજ પેટીઓ કડબ (ચારો)ના ઓઘામાં, ફળઝાડના ઝૂંડમાં પણ ઈગ્લીશ દારૂની પેટીઓજ પેટીઓ બે ટ્રકલોડ ઈગ્લીશ દારૂ વાડીમાં જેમ રીંગણ બટેટાનો પાક ઉતારીને રાખ્યો હોય તેમ પડયો હતો.

જુદા જુદા પ્રકારની અગીયાર બ્રાંડનો ઈગ્લીશ દારૂ જેવા કે મોગલ મોનાર્ક, કીંગફીશર, મેકડોનલ, રાયલ ચેલેન્જર, બ્લેક લેબલ, રોયલ વ્હીસ્કી, રેડ રમ, વેટ-૬૯ અને રેડ રોઝ તથા બીયરની બોટલો અને ટીનના થપ્પા હતા આ બોટલો પણ વિવિધ આકાર અને ઘાટ વાળી હતી. દરેક બ્રાંડમાંથી એક એક સેમ્પલ સીલબંધ પેક કરવા કબ્જે કર્યા જાણે કે કાચની બોટલોનું મ્યુઝીયમ કોઈ બોટલ ઉડતા પક્ષી જેવી, કોઈ જુનવાણી સુરાલ જેવીતોકોઈ ગોળ તો કોઈ સપટી તો કોઈ લંબચોરસ તો કોઈ નાના ચપટા!

ઝાડ ઉપર ફળ પાકી ગયા પછી જેમ સહેલાઈથી ખરી પડે છે. તેમ ચીંકુભાને પૂછપરછ કરતા આખું રેકેટ કે કૌભાંડ કઈ રીતે ચાલે છે તેની ખૂલીને વાત કરી દીધી. તે સમયે હજુ મોબાઈલ ફોનનો યુગ ચાલુ થયો નહતો. એસ.ટી.ડી. પી.સીઓથી જ દૂરના અંતરે થી લેન્ડલાઈન ટેલીફોનથી વાતચીત થઈ શકતી તેણે કહ્યું કે જગપતસિંહ અને કાળુ મારવાડી પાસે પોતાનું એક નેટવર્ક છે. તેમની પાસે સૌરાષ્ટ્રના મોટામોટા બુટલેગર દા‚ના વેપારીઓના ફોન નંબરો રહે છે. અને બંને જણાના સાગરીતો રાજસ્થાનના ઉદેપૂરના દારૂના ઠેકેદારો છે.

જેમ મોટી કંપનીઓની પેટા એજન્સી શહેર અને તાલુકા મથક વાઈઝ હોય છે. તેમ આ જગપત અને કાળુ ગુજરાતના મુખ્ય એજન્ટો પૈકીનાહતા તેમના પેટા એજન્ટો એટલેકે જેતે વિસ્તારના મોટા બુટલેગર કે દારૂના વેપારીઓ કે જેમના ટેલીફોન નંબર તેમની પાસે હોય છે. જયારે માલ લાવવાનો હોય ત્યાર આ પેટા એજન્ટો પોતાના વિસ્તારના શહેરો કે ગામોના બુટલેગરોને ટેલીફોન કરી કેટલી પેટી કઈ બ્રાંડની જરૂરત છે. તે પ્રમાણે વરધી નોંધી લે અને પોતાના વિસ્તારના તમામ બૂટલેગરોની વરધી આવી જાય એટલે બ્રાંડ વાઈઝ ટોટલ મારીને આ પેટા એજન્ટ આ વરધીમુખ્ય એજન્ટ જગપત અને કાળુને આપી દે અને આ જે એન્ડ કે ની ટોળી આવરધી ઉદેપૂર આપી માલ મોકલવા જણાવી દે છે.

જેટલા જથ્થામાં માલ હોય તે પ્રમાણેનું વાહન રાજસ્થાનથી રવાના થાય છે. રાજસ્થાનના ધંધાર્થીઓના દારૂના ગોડાઉનો ગુજરાતની બોર્ડર ઉપરના ગામોમાંજ હોય છે. ત્યાંથી ગુજરાત પાસીંગનાજ વાહનોમા અને ખાસ તાલીમ પામેલા ડ્રાઈવરો માલ લઈને જેતે જગ્યાએ જવા રવાના થાય છે. અને તુરત જ આ વાહનના નંબર અને ડ્રાઈવરનું નામ જગપત એન્ડ કાળુને આપી દે છે. આ વાહનના ડ્રાઈવર અમદાવાદ કે ધંધુકા હાઈવે ઉપર પહોચે ત્યાં સુધીમાં આ જગપત એન્ડ કાળુ ટેલીફોનથી જેતે વિસ્તારના પેટા એજન્ટને જાણ કરી દે અને પેટા એજન્ટ ટેલીફોનથી જે તે ગામ કે શહેરનાં બુટલેગરોને પોત પોતાના વાહનો સાથે ચોકકસ જગ્યાએ આવવા જણાવે છે.

આ ચોકકસ જગ્યા આ પેટા એજન્ટે પોતાને અનુકુળ સલામત પોલીસ સ્ટેશન વિસ્તારનું ગામ નક્કી કરી તે ગામમાં પાદરમાં જ મોટો વરંડો કે ફરજો હોય કે જેમાં આઠ દસ કારો ઉભી રહી શકે તે ભાડે રાખી છ સાત કલાક પૂરતા પોતાના અંગત બે ત્રણ માણસોને ત્યાં મૂકી દે છે. તેજ રીતે ઈગ્લીશ દારૂની વહેંચણી માટે તેજ ગામની સીમમાં કોઈ વાડી કે ખેતર ચાર છ કલાક પૂરતુ ભાડે રાખી લે છે. અને ત્યાં પણ પોતાના બે ત્રણ અંગત માણસો ગોઠવી દે છે. આ ચોકકસ જગ્યા દરેક વખતે ફરતી રહે છે. અને કેટલીક વખતતો આકારો પાર્ક કરવાની જગ્યા અને દારૂની પેટીઓની વહેંચણીની જગ્યા અલગ અલગ પણ પડોશી ગામમાં હોય છે.

માલ લઈને રાજસ્થાનથી આવતા વાહન ને આ પેટા એજન્ટ પોતે જ હાઈવે ઉપર મળી તેને કોઈ જગ્યા એ બે ત્રણ કલાકનો આરામ આપી દે છે. અને પેટા એજન્ટ જાતે જ ટ્રક ચલાવી ચોકકસ જગ્યાએ લઈ જાય છે. અને તે પછી બૂટલેગરોની જે કારો ડેલામાં પડી હોય ત્યાંથી એક પછી એક કાર પોતે અથવા પોતાના ખાસ માણસ મારફતે ચોકકસ ખેતરમાં લાવી તેમના ઓર્ડર મુજબની પેટીઓ ચડાવી પાછી તે ડેલા પાસે લાવી જેતે બુટલેગરને તેની કાર સોંપી રવાના કરી દે છે.

જો આ દારૂ ભરેલી કાર રસ્તામાં પકડાય તો પણ મુળ મુદામાલ વાળી જગ્યા કોઈ નેમળે નહિ અને બીજો દારૂનો જથ્થો પકડાય નહિ. આ રીતે લગભગ ત્રણેક કલાકમાં જ રાજસ્થાનથી આવેલ દા‚નું કટીંગ અને વહેંચણી થઈ જાય છે. અને આવેલા તમામ વાહનો પણ આ જગ્યાએથી રવાના થઈ જાય છે. અને ટ્રક પાછો હાઈવે ઉપરલઈ જઈ ડ્રાઈવર ને આપી રવાના કરી દેવાનો.

રાજસ્થાનથી આવતો માલ જયારે પેટા એજન્ટને ટ્રકનો હવાલો સોંપો ત્યાં સુધીની જવાબદારી આ જગપત અને કાળુની અને તે પછી પેટા એજન્ટની અને બૂટલેગરોને ચોકકસ જગ્યાએથી કારમાં માલ ભરી ગામના પાદરના ડેલા સુધી લાવીને સોપે અને બુટલેગરો રવાના થાય તે પછી બુટલેગરો પોતાની જવાબદારી પેટા એજન્ટને તો વચ્ચેના ચાર છ કલાકની જ જવાબદારી સામાન્ય રીતે જગપત અને કાળુ ગુજરાતની સરહદેથી જ આઠ દસ કિલોમીટર ટ્રકથી આગળ ચાલતા હોય છે. જો રસ્તામાં કાંઈ જોખમ હોય તો તે પોતાની કાર પાછી વાળી ટ્રકને બીજા રસ્તે વાળી લે છે.

આમ પૂરતા આયોજનથી અને ઝડપથી જે રીતે કાર્યવાહી થાય તે જોતા પોલીસને આ દારૂ આવ્યાની બાતમી મળવા જ સંભવ નથી અને રોડ ઉપર જો કોઈ એકાદ વાહન પકડાય તો તે કાર્યવાહી ફકત તે વાહન પૂરતી જરહે બીજુ કાંઈ હાથમાં આવે નહિ એવી લાજવાબ ગોઠવણી હતી.

ચીકુંભાને જયદેવે ધંધામાં નફા નુકશાની અંગે પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે જે બોટલની રાજસ્થાનમાં કિંમત હોય દા.ત. રોયલ ચેલેન્જર બોટલ ત્યાં રૂ.૫૦માં મળતી હોય તો જગપત અને કાળુ તે બોટલ તેના પેટા એજન્ટને રૂપિયા સો લેખે આપતા હોય છે. અને પેટા એજન્ટ આજ બોટલ રૂપીયા બસોમાં તેના બૂટલેગરોને આપતા હોય છે. અને બૂટલેગર તે પછી પોતાની ઈચ્છા મુજબ અને લેવાલની ગરજ પ્રમાણે કિંમત કહે છે.રૂપીયા ચારસો કે સાડા ચારસો અને જે તે વિસ્તારમાં કડક પોલીસ અધિકારી હોય તો નફાનું પ્રમાણ વધારવા અને ધંધો ઓછો પણ સલામત કરવા ભાવ ખૂબજ વધારી દે છે.આમ આખરે ખોટ તો ગ્રાહકને જ હોય છે. વેપારીને નહિ.

જે રૂપીયા બેંકમાં સાત આઠ વર્ષે એકના ડબલ થાય તેજ રૂપીયા આ ગુનેગાર બુટલેગરોને એક રાત્રી કે એક દિવસમાં જ ડબલ થઈ જાય છે. તેવો આ હિસાબ થયો અને જોખમનું પ્રમાણ ખૂબજ ઓછુ કેમકે ઈગ્લીશ દારૂ એ પૈસા પાત્ર લોકોનું શોખ અને સ્ટેટસનું પીણું તો  ખરું પણ પોસાય પણ તેમને અને પીધા વગર ચાલે પણ નહિ અને ભાવ પણ મોં માંગ્યા મળે ! વળી આવા ગ્રાહકોને લેવા કયાંય જવાનું નહિ બૂટલેગરો પોતાના ફન્ટરીયા મારફતે હોમ ડીલીવરીજ કરતા હોય છે. તેમાં પકડાય તો પેલો બીચારો જરૂરતમંદ ફંટરીયો અને તે પણ બે ત્રણ પેટી સાથે જ !

આ કૌભંડમાં જોખમ હોય તો ફકત થાણા અમલદારને કે જેના વિસ્તારમાં દારૂ ઉતર્યો હોય અને પકડાયતો ગયો કામથી!

જયદેવે ચીંકુભાને આ જગપત અને કાળુ જેવા બીજા પેટા એજન્ટો કે જેઓ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધંધો ચલાવતા હોય તે અંગે પૂછપરછ કરી ચીંકુભાએ કહ્યું કે જગપત અને કાળુનો વિસ્તાર ધંધૂકા, અમરેલી,ધોળા, ઢસા, રાજુલા, બોટાદ મુખ્ય છે. જયારે ભાવનગર અલંગ , તળાજા, મહુવાનો પેટા એજન્ટ ભલુભા છે. જયારે રાજકોટ, જૂનાગઢ, કેશોદ, પોરબંદર, સુરેન્દ્રનગરનાકોણ છે તે ખબર નથી. પરંતુ સૌથી મોટો ધંધાર્થી ડીએસ છે જેનો વિસ્તાર અમદાવાદ શહેર-જિલ્લો ઉત્તર ગુજરાત અને કચ્છ છે. જે આબુ મુકામ રાખી બનાસકાંઠા જીલ્લાની સરહદેથી રાજસ્થાનના સાંચોર જીલ્લાના મંડાર ગામેથી માલ સપ્લાય કરે છે જોકે જયદેવને આ જુદા જુદા વિસ્તારનાં એજન્ટોની માહિતીથી કોઈ નિસ્બત ન હતી પરંતુ છાપામાં વારંવાર સમાચાર આવતા કે આખા રાજયમાં દુધ ન મળે પણ દારૂ જોઈએ તેટલો મળે છે. તો તે કઈ રીતે મળે છે તે જાણવા માટે જ હકિકત લીધી હતી.

જયદેવે ચીંકુભાને કહ્યું તો આ વાડીનો પેટા એજન્ટ તો તું જ ને તેંજ માલ મગાવ્યો હશે ને?’ ચીકુંભાએ કહ્યું નાસાહેબ આ તોમાલ કોઈક અમરેલી બાજુનાં ધંધાર્થીએ મંગાવેલો પણ ઉપરા છાપરી બે ત્રણ રેઈડો થતા અને પેટા એજન્ટો નાસતા ફરતા હોય ટેલીફોનથી સંકલન નહિ થતા તાબડતોબ અહી ઓચિંતા જ માલ ઉતાર્યો છે. મેં સવારે જોયું તો લાગ્યું કે મોટાભાઈ (જગપત) ના કામ લાગે છે. તેમાંથી થોડો માલ લાલચથી હું ઘેર લાવેલો અને મરાયો!

જયદેવે બે હથીયારી જવાનોને આ નીંગાળાની ચીંકુભાની વાડીમાં ઉતાર્યા અને ચીંકુભાને હાથકડી પહેરાવી બે જવાનો સાથે જીપમાં બેસાડીને ગઢડા પોલીસ સ્ટેશને આવ્યો. ફોજદાર કુંપાવત ઠંડા છાંયે ચા-પી રહ્યા હતા જયદેવને પાછો આવેલો જોઈને તેમણે કહ્યું ‘શું જઈ આવ્યા? આથી જયદેવે નીંગાળાની પૂરી વાત કુંપાવતને કરતા તેને પરસેવો વળી ગયો અને ચા ઠરી ગઈ. તેઓ નિ:સાંસો નાખીને બોલ્યા ‘ભારે કરી! ’ તેમને પ્રમોશનના આરે આવી ઉભેલી ખાતાકીય તપાસ અને ફરજ મોકૂફીનો ભય લાગ્યો હોય તેમ તેમના ચહેરા પરથી જણાયું ખાસ તો જયારે અધિકારી નિદોર્ષ હોય અને બુટલેગર સાથે કોઈ મેળાપીપણું પણ ન હોય અને આવું બને તો તે અધિકારીને વધુ આઘાત લાગે છે ખાતુ બીજા લાભ આપવાની બાબતમાં તો જે ઝડપ કરતું હોય તે પણ આ પરિપત્રની અમલવારી કેસ અને જથ્થો બહારની એજન્સી, તુરત પગલા ચાલુ થઈ જાય!

નીંગાળાના જમાદારને બોલાવીને ફોજદાર કુંપાવતે જેમ પોલીસ જવાન કોઈ હરામખોર ગુનેગારની વાણીથી સરભરા કરે તેવી સરભરા કરી. જયદેવની પૂછપરછ અને ત્યાં નીંગાળાના સંજોગો જોતા એવું લાગેલુ કે જમાદારના મનમાં તો પાપ હતુ જ. પરંતુ પરિપત્રતો નિદોર્ષ થાણેદાર કુંપાવતને જ જવાબદાર ગણવાનો હતો. જયદેવે કુંપાવતને ક્હ્યું તમે શાંતિ રાખો હું તમામ મુશ્કેલીનો નિકાલ ક‚ છું જયદેવે ગઢડા પોલીસ સ્ટેશનમાંથી જ ભાવનગર પોલીસ વડાને ફોન લગાડયો.

ભાવનગર પોલીસ વડાઆ પહેલા જયારે જયદેવની નીમણુંક પોરબંદર થયેલી ત્યારે પોરબંદર પોલીસ વડા હતા તેઓ કડક નિષ્ઠાવાન અને કાર્યદક્ષતાના કદરદાન હતા. જયદેવને પરિચય હોય ગઢડા નીંગાળાની તમામ હકિકતથી વાકેફ કર્યા અને કહ્યું કે આ પંચનામું અમે બંન્ને ફોજદારો લાઠી-ગઢડાનું સંયુકત બનાવીએ અને ફરિયાદી કુંપાવતને બનાવીશું તેમણે કહ્યું બરાબર છે તમે તો અનુભવી જ છો. ટેલીફોન મૂકીને જયદેવ અને કુંપાવતે નિરાંતે ચા -પાણી પીધા અને પછી આવ્યા નિંગાળા.

બંને એ ભેગા મળીને વાડીમાં ચારેય તરફ પડેલો ઈગ્લીશ દારૂનો જથ્થો બ્રાન્ડવાઈઝ અલગ અલગ ગોઠવી દારૂનો કુલ જથ્થો ગણી પંચનામું પૂરું કર્યું આ પંચનામાની શરુઆતમાંજ ઉલ્લેખ કર્યો કે લાઠી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન એકટ મુજબના ગુન્હાની તપાસમાં આવતા આ ખજાનો મળી ગયો! તેજ પ્રમાણે એફ.આઈ.આર.માં ઉલ્લેખ કરી ને જયદેવે ગઢડાના આ.એફ.આઈ.આર તથા પંચનામાની નકલો મેળવી લઈ લાઠીના બંને ગુન્હાના કેસ કાગળોમાં સામેલ કરી દીધા. આ તમામ આરોપીઓએ કાવત્રુ કરીને જ આ ગુન્હા કરેલ હોય તમામ ગુન્હામાં તમામ આરોપીઓના નામ સામેલ કરી દીધા.

લાઠી આવીને કરેલ કાર્યવાહીની વિગતવારની માહિતી અમરેલી જિલ્લા પોલીસ વડા ને આપી તેથી તેઓ પણ ખૂશ થયા. તે દિવસની આવેલ ટપાલો જોતા વળી એક પોસ્ટ કાર્ડ નવુ વંચાણે આવ્યું જે પણ નનામુ હતુ અને ગારીયાધાર ના એક ગામના સ્મશાનમા ઈગ્લીશ દારૂનો મોટો જથ્થો પડેલો હોવાની તેમાં હકિકત જણાવેલી હતી.

પરંતુ જયદેવને થયુંકે પડોશ કરતા પણ પડોશના જીલ્લાનાપોલીસ સ્ટેશન વિસ્તારમાં જઈ વારંવાર આ રીતે રેઈડ કરવી તે વ્યવહારીક નથી. આથી જયદેવે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ટેલીફોન કરી આવેલ પોસ્ટકાર્ડની સંપૂર્ણ વિગત વરધી રૂપે લખાવી દીધી. આથી ગારીયાધાર પોલીસે તે ગામના સ્મશાનમાથી વળીએક ટ્રક લોડ ઈગ્લીશ દારૂ પકડી પાડયો.

આ મોટા પાયે પકડાયેલ ઈગ્લીશ દારૂના જથ્થાના તથા આખા કૌભાંડનાં સમાચારો છાપામાં બહુ રસપ્રદ રીતે છપાતા હતા અને તેમાં ઉલ્લેખ કરેલ હતો કે આવી રીતે પધ્ધતિસરનું આખા વિસ્તારને આવરી લેતુ આ સૌરાષ્ટ્રભરનું પ્રથમ વખત જ પકડાયેલ કૌભાંડ હતુ.

મુખ્ય સુત્રધાર આરોપીઓ તો બહુ લાંબા સમય સુધી નાસતા રહ્યા અને હાજર થયા જ નહિ. છેક વિધાનસભાની ચૂંટણી પુરી થયે નવી સરકાર બન્યે નવી સરકારની દેખરેખ હેઠળ હાજર થયેલા !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.