સવાલોથી જવાબ સુધી 

347
from-questions-to-answers
from-questions-to-answers

એક અનોખી યાત્રા જીવનની

જે લઈ જાય મનુષ્યને

સવાલથી લઈ  જવાબ સુધી

ક્યારેક સંબંધોમાં  ઊઠે સવાલો,

આપી જાય તે માનવતાથી  જવાબો

ક્યારેક પ્રેમમાં  ઊઠે સવાલો,

આપી જાય તે લાગણીથી જવાબો

ક્યારેક સફળતામાં ઊઠે સવાલો,

આપી જાય નિષ્ફળતાથી જવાબો

ક્યારેક ડરથી ઊઠે સવાલો,

આપી જાય આત્મવિશ્વાસથી  જવાબો

ક્યારેક વિચારોથી ઊઠે સવાલો,

આપી જાય વાસ્તવિકતાથી જવાબો

ક્યારેક સમયથી સર્જાય સવાલો,

આપી જાય વ્યક્તિત્વથી જવાબો

ક્યારેક ઈશ્વરની ઓળખ પર ઊઠે સવાલો,

આપી જાય તેની આસ્થામાં જ  જવાબો

ક્યારેક કુદરતની રચનાથી થાય સવાલો,

આપી જાય તે પુરાવાથી જવાબો

ક્યારેક હા/નાથી ઊઠે સવાલો,

પરિસ્થિતિ તેના આપે સમયસર જવાબો

ક્યારેક જિંદગીમાં ઊઠે સવાલો,

અનુભવ થકી  જ આપે તે જવાબો.

 

 

 

 

 

 

 

 

Loading...