Abtak Media Google News

૩૧મી ડિસેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓ ફોર્મ મેળવી શકાશે

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રની રાહબરી નીચે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી રાજકોટ જિલ્લા દ્વારા સતત ત્રીજા વર્ષે કલા મહાકુંભનુ આયોજન થનાર છે. તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૦ થી તબ્બકાવાર કલા મહાકુંભની શરુઆત થશે. ગત વર્ષે ૨૯ કૃતિઓ હતી આ વર્ષે કલા મહાકુભમાં વિવિધ વયજુથના કલાકારો માટે ૩૭ જેટલી કલાકૃતિઓનુ આયોજન તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/શહેરકક્ષા, પ્રદેશકક્ષા, રાજયકક્ષાએ કરવામા આવનાર છે. જેમાં આ વર્ષે સાહિત્યવિભાગ, સાંસ્ક્રુતિકવિભાગ અને કલા વિભાગ એમ ત્રણ વિભાગની સ્પર્ધાઓ યોજાશે જે અંતર્ગત મહાનગરપાલિકામાં ઝોન અને તાલુકા કક્ષાએ સાહિત્યવિભાગમાં નિબંધલેખન અને વકતૃત્વ, સાંસ્ક્રુતિકવિભાગમાં સુગમસંગીત, સમૂહગીત, ગરબા, રાસ, લોકનૃત્ય, લગ્નગીત,ભજન, હાર્મોનિયમ, તબલા, એકપાત્રિયઅભિનય, ભારતનાટ્ટ્યમ અને કલાવિભાગમાં ચિત્રકળા ની સ્પર્ધાઓ યોજાશે, સીધી જિલ્લાકક્ષાએ સાહિત્યવિભાગમાં કાવ્યલેખન, ગઝલશાયરી, લોક્વાર્તા અને દુહા-છંદ-ચોપાઈ, સાંસ્ક્રુતિકવિભાગમાં શાસ્ત્રીયકંઠય (હિંદુસ્તાની), કથ્થક, ઓર્ગન, સ્કૂલ બેન્ડ તથા કલાવિભાગમા સર્જનાત્મક કારિગીરીની સ્પર્ધાઓ યોજાશે. સીધી પ્રદેશકક્ષાએ મોહિનીઅટ્ટ્મ, ઓડીસી, કુચિપુડી, વાંસળી, સિતાર, ગિટાર અને વાયોલિનની સ્પર્ધાઓ યોજાશે જ્યારે સીધી રાજ્યકક્ષાએ પખાવાજ, મૃદંગમ, રાવણહથ્થો, જોડિયા પાવા, સારંગી, સરોદ, અને ભવાઈની સ્પર્ધાઓ યોજાશે.  કલાકારોએ ઓફલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. ગત વર્ષની જેમ કલા મહાકુભમાં વયજુથ જેમાં ૬ થી ૧૪, ૧૫ થી ૨૦, અને ૨૧ થી ૪૯ અને ૬૦ વર્ષથી ઉપરની એમ ચાર કેટેગરી રાખવામાં આવી છે. ૬૦ વર્ષથી ઉપરના વયજુથની સ્પર્ધા માત્ર રાજયકક્ષાએ રાખવામાં આવી છે. જેમા ફકત વ્યકતિગત કૃતિઓનો સમાવેશ કરવામાં આવશે.. રાજકોટ જિલ્લા અને શહેરમાં વસતા તમામ કલાકારોને પ્રોત્સાહન માટે કલા મહાકુભનુ આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઇચ્છતા  તમામ કલાકારોએ ઓફલાઇન રજીસ્ટ્રેશન તા. ૩૧ ડિસેમ્બર સુધી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ૭/૨ બહુમાળી ભવન, રાજકોટ શહેર અને ગ્રામ્ય માટે જિલ્લા રમત ગમત અધિકારી ગ્રામ્યની કચેરી ૫/૫ બહુમાળી ભવન, રાજકોટ ખાતેથી ભાગ લેવા માટેના ફોર્મ મેળવીને આપી શકાશે. સાથે ફોર્મ http://dydorajkothome.wordpress.com વેબ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે.  વધુ માહિતી માટે કચેરીના સંપર્કનં- ૦૨૮૧-૨૪૪૨૩૬૨,૨૪૪૦૦૮૧ સંપર્ક કરવાનો રહેશે.

વધુમાં ગ્રામ્ય વિસ્તારના અને શહેરના જુદા જુદા વિસ્તારના કલાકારોને સવલત રહે એ હેતુથી વિવિધ તાલુકા અને શહેરના ઝોન ના ક્ધવીનરઓ ના તાલુકા અને ઝોન સેન્ટરો પરથી પીએન ફોર્મ મેળવી અને જમા કરવી શકશે.જે અન્વયે રાજકોટ શહેર વિસ્તારના ઝોન ક્ધવીનરશ્રીઓમાં કલામહાકુંભના ફોર્મ મેળવવા તથા જમા કરાવવા માટે ઝોન – ૨૪,૫  શ્રી કે.કે. ધોળકિયા સ્કૂલ  જૂનો મોરબી રોડ, રણછોડનગર રાજકોટ, ઝોન – ૪૮,૯ કે.જી. ધોળકિયા સ્કૂલ  ૧૫૦ ફૂટ રીંગરોડ, બાલાજી હોલ પાસે, રાજકોટ, ઝોન  ૫  ૧૦, ૧૧ કે.જી. ધોળકિયા સ્કૂલ  ૧૫૦ ફૂટ રીંગરોડ, બાલાજી હોલ પાસે, રાજકોટ, ઝોન – ૬૧૨, ૧૩માતૃશ્રી એલ.જી ધોળકિયા  ક્રુષ્ણનાગર મેઈનરોડ, ખાદીભંડાર, મવડી પ્લોટ, રાજકોટ, ઝોન- ૧૧,૨,૩રમત ગમત અધિકારીની  કચેરી  શહેર,૭/૨ બહુમાળી ભવન રાજકોટ, ઝોન – ૩૬,૭રમત ગમત અધિકારીની  કચેરી  શહેર,૭/૨ બહુમાળી ભવન રાજકોટ, ઝોન – ૭૧૪,૧૫રમત ગમત અધિકારીની  કચેરી  શહેર,૭/૨ બહુમાળી ભવન રાજકોટ, અને ઝોન -૮  માંવોર્ડ ૧૬,૧૭,૧૮, રમત ગમત અધિકારીની  કચેરી  શહેર,૭/૨ બહુમાળી ભવન રાજકોટ નો સમાવેશ થાય છે.

રાજકોટ જિલ્લાના વિસ્તારના તાલુકા દિઠ કલામહાકુંભના ફોર્મ મેળવવા તથા જમા કરાવવા માટે  ગોંડલ ખાતે દિપક હાઈસ્કુલ-મોવીયા, જેતપુર ખાતે શ્રી જેતલસર હાઈસ્કુલ, જામકંડોરણા ખાતે  શ્રી ક્ધયા વિદ્યાલય -જામકંડોરણા, ઉપલેટા ખાતે વલ્લભ વિદ્યાલય-ઉપલેટા, ધોરાજી ખાતે શ્રી પટેલ ક્ધયા વિદ્યાલય, જસદણ ખાતે ડો.આર.ડી.ગાર્ડી હાઈસ્કુલ-કમળાપુર, વિછિંયા ખાતે ભડલી માધ્યમિક શાળા, કોટડા સાંગાણી ખાતે શ્રી ફિલ્ડ માર્શલ હાઈસ્કુલ-શાપર (વેરાવળ), લોધિકા ખાતે કલરવ વિદ્યાલય-પાળ, પડધરી ખાતે શ્રીમતી જે.જે.મહેતા હાઈસ્કુલ-પડધરી, રાજકોટ ગ્રામ્ય ખાતે કુવાડવા ગ્રામ મિડલ સ્કુલ-કુવાડવાનો સંપર્ક સાધવાનો રહેશે તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજકોટની યાદીમાં જણાાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.