Abtak Media Google News

રાજકોટ રેસકોર્સ ખાતે માધવરાવ સિંધીયા ગ્રાઉન્ડમાં મેચ રમાશે: વિદેશથી પણ ખેલાડીઓ આવશે

લોહાણા સમાજના યુવાનો શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃતિઓમાં પણ રસ કેળવે, સાથે જ રમત-ગમત ક્ષેત્રે પણ પ્રગતિ કરે અને જીવનમાં તંદુરસ્ત સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે છે એ જ‚રી છે. સમાજના યુવાનો સમાજની પ્રવૃતિઓમાં રસ દાખવતા થાય તેવા શુભ આશયથી પરિષદની રમત ગમત સમિતિ દ્વારા ડે એન્ડ નાઈટ ટેનીશ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.લોહાણા મહાપરિષદ (રમત ગમત સમિતિ) દ્વારા આગામી તા.૫ જાન્યુઆરીથી ૭ જાન્યુઆરી સુધી રઘુવંશીઓના પાટનગર સમા રાજકોટ ખાતે જ્ઞાતીશ્રેષ્ઠી મણીલાલ નરસીદાસ કાથરાણી ‘ભુવનેશ્ર્વર’ના મુખ્ય સહયોગથી ‘સ્વ.પાર્વતીબેન નરસીદાસ કાથરાણી રાષ્ટ્રીય રઘુવંશી રનીંગ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાપરિષદના ૮ વિભાગો જેવા કે સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, મુંબઈ (સહ મહારાષ્ટ્ર), વિદર્ભ (મધ્ય ભારત) વિભાગ, દક્ષિણ ભારત વિભાગ, ઉતરર પૂર્વ વિભાગ, વિદેશ વિભાગ વચ્ચે મેચો રમાશે. આ ટૂર્નામેન્ટ દ્વારા જ્ઞાતિબંધુત્વ, ખેલદિલી, સંનિષ્ઠા, સંગઠન, શિસ્ત તથા સેવા ગુણોના વિકાસ અર્થે રઘુવંશી યુવા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીયસ્તરની આ ક્રિકેટ ટૂર્નામેન્ટ માધવરાવ સિંધિયા ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ (રેસકોર્ષ) મુકામે યોજાયેલ છે.જ્ઞાતી શ્રેષ્ઠી મણીલાલ નરસીદાસ કાથરાણી ‘ભુવનેશ્ર્વર’ના મુખ્ય સહયોગથી ‘સ્વ.પાર્વતીબેન નરસીદાસ કાથરાણી આંતરરાષ્ટ્રીય રઘુવંશી રનીંગ ટ્રોફિ ક્રિકેટ ટૂર્નામેન્ટ’ ૫-જાન્યુઆરી તા.૭ જાન્યુઆરી સુધી રાજકોટ ખાતે યોજાશે. જેમાં ૧૬ થી ૪૫ વર્ષના રઘુવંશી ક્રિકેટરોએ તેમના વિભાગીય ઉપાધ્યક્ષ મારફતે ક્રિકેટ ટીમના સીલેકશનના નિયમો મુજબ ભરી, રમત-ગમત સમિતિના અધ્યક્ષ પિયુષભાઈ મજીઠીયા તથા લોહાણા મહાપરિષદની ઓફિસે મોકલાશે. તથા સિલેકશન થયેલ ટીમના ૧૫ ખેલાડીઓએ નક્કી કરેલા ડ્રેસ કોડ સાથે રાજકોટ મુકામે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ૧૬ ઓવરની મેચ રમાડવામાં આવશે તથા વિગતવાર નિયમો સ્પર્ધા સમયે સ્થળ પર આપવામાં આવનાર છે. દરેક ખેલાડીઓ માટે રહેવા તથા ભોજનની સુવિધા લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર વિભાગ દ્વારા દાતા પરિવારોના સહકારથી કરવામાં આવેલ છે.૮ વિભાગો વચ્ચે રમાનારી આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને માતુશ્રી સ્વ.પાર્વતીબેન નરસીદાસ કાથરાણી રઘુવંશી આંતરરાષ્ટ્રીય રનીંગ ટ્રોફિ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટસમેન, બેસ્ટ ફીલ્ડર, મેન ઓફ ધી મેચ, મેન ઓફ સીરીઝ વિગેરે જેવા માટે લાખેણા ઈનામોની વણઝાર કરવામાં આવશે. તાજેતરમાં રાજકોટની ક્રિકેટ ટીમનું સિલેકશન શહેરના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ હતું. જેમાં અનુભવી, ઉત્સાહી તથા ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકેલા તથા સુપર પર્ફોમન્સ ધરાવતા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સંધ્યા મેચનો પ્રારંભ થાય તે પહેલા ભગવાન રામચંદ્રજી, વિશ્ર્વ વંદનીય પ.પૂ. જલારામબાપા અને પ.પૂ.વિરદાદા જશરાજની તસ્વીર સમક્ષ દરરોજ શ્રેષ્ઠીઓના હસ્તે દિપ પ્રાગટય કરી ભાવવંદના તેમજ મહાપરિષદ ધ્વજવંદના ગીત, રાષ્ટ્રગીતનું મંગલ ગાન કરાશે. ટૂર્નામેન્ટના સૌરાષ્ટ્ર વિભાગના સિલેકશન અંગે નંદીતાબેન અઢીયા, કૌશીકભાઈ અઢીયા તથા પરેશભાઈ ચગ સહિતનાઓનું વિશેષ માર્ગદર્શન મળ્યું છે.રઘુવંશીઓ માટેની આંતરરાષ્ટ્રીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ ભારે જમાવટ કરશે. રાજકોટ ખાતેના રેસકોર્ષ મેદાન ખાતે યોજાનાર આ ટૂર્નામેન્ટમાં રોજ રોજ રનોનું રમખાણ અને ચોકકા-છકકાની રમઝટને કારણે ક્રિકેટ રસીકોને મજા પડી જશે. સમગ્ર વિશ્ર્વમાંથી વિવિધ ટીમો ભાગ લેશે. કુલ ૮ ટીમો છે અને રોજ સાંજે ૫ વાગ્યાથી ટૂર્નામેન્ટ શ‚ થઈ જશે. રોજ ત્રણ મેચ રમાડવામાં આવશે. ૭ જાન્યુઆરીએ રાજકોટ ખાતે લોહાણા મહાપરિષદની આંતરરાષ્ટ્રીય કારોબારી યોજાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી લોહાણા મહાપરિષદની રમતગમત સમિતિના અધ્યક્ષ પિયુષભાઈ મજીઠીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રોહિતભાઈ અનમ, રાષ્ટ્રીય મંત્રી પ્રકાશભાઈ ઠકરાર, રાષ્ટ્રીય સંયુકત મંત્રી પિયુષભાઈ કુંડલીયા, રાષ્ટ્રીય સહમંત્રી ગીરીશભાઈ મોનાણી, હેંમતભાઈ લાખાણી,જયેશભાઈ માંડવીયા, જીમ્મીભાઈ દક્ષિણી, પરેશભાઈ તન્ના, ધવલભાઈ કકકડ, મોહિતભાઈ રાજાણી સહિતના હોદ્દેદારો ખાસ જહેમત ઉઠાવી રહ્યાં છે. નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ અંગેની માહિતી લોહાણા મહાપરિષદના ટ્રસ્ટી નીતિનભાઈ રાયચુરા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, સૌરાષ્ટ્ર વિભાગના ઉપાધ્યક્ષ સુરેશભાઈ ચંદારાણા, શ્રી લોહાણા મહાપરિષદની રમતગમત સમીતીના અધ્યક્ષ પિયુષભાઈ મજીઠીયાએ આપી હતી. સમગ્ર પત્રકાર પરિષદનું સંચાલન લોહાણા મહાપરિષદના જોઈન્ટ સેક્રેટરી મિતલ ખેતાણીએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.