Abtak Media Google News

તરણેતરના મેળાના આયોજન માટે જીલ્લા કલેકટર દ્વારા બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વપ્રસિધ્ધ તરણેતરનો ભાતીગળ લોકમેળો આગામી તા.૨૪ ઓગષ્ટ થી ૨૭ ઓગષ્ટ-૨૦૧૭ સુધી યોજાનાર છે. આ મેળાના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર ઉદ્દીત અગ્રવલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ- કર્મચારીઓ સાથે સવિસ્તાર ચર્ચા- વિચારણા કરતા કલેકટર અગ્રવાલે જણાવ્યું હતું કે તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે અને વધારે સંખ્યામાં લોકો આ મેળાનો લ્હાવો મેળવે તે માટે તેમજ મેળામાં આવતા નાગરિકોને કોઇ મુશ્કેલી પડે નહીં તે માટે પ્રત્યેક વિભાગના અધિકારીઓએ સાથે મળી કાર્ય કરવાનું છે. યોજાનાર આ લોકમેળા દરમિયાન અને મેળો પૂર્ણ થયા બાદ મેળાના સ્થળે સ્વચ્છતા જળવાઇ રહે તે માટે સબંધિત કર્મચારીઓએ સતત જાગૃત રહી કાર્ય કરવા સુચના આપી હતી. તેમણે આ તકે વધુમાં તરણેતરને જોડતા રસ્તાઓ, પાર્કીંગ વ્યવસ્થા, એસ.ટી. બસની વ્યવસ્થા, તળાવ- મેળાના મેદાનની સફાઇ, આરોગ્ય, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા, યોજાનાર વિવિધ હરિફાઇઓ, ઓલમ્પિકસ, પશુમેળો, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતે ઘનિષ્ઠ ચર્ચા વિચારણા કરી સબંધિત વિભાગના અધિકારીઓને કામગીરી સુપેરે પાર પાડવા સુચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ર્ડા. મનિષકુમાર બંસલ, જિલ્લા પોલીસ અધિક્ષક દિપક મેધાણી, નિવાસી અધિક કલેકટર ચંદ્રકાંત પંડયા, પ્રોબેશનરી આઇ.એ.એસ.રવિન્દ્ર ખાંતલે, પ્રાંત અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક, મામલતદાર, તરણેતર ગ્રામ પંચાયતના સંરપંચ વનિતાબેન વજાભાઇ, અગ્રણી હામાભાઇ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.