૨૪ થી ૨૬ મે દરમ્યાન એસજીવીપી રીબડા ગુરુકુલમાં (ફ્રી) બાલ સત્સંગ શિબિર

82

એસજીવીપી સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ ની નૂતન શાખા એસજીવીપી રીબડા ગુરુકુલને આંગણે, આગામી તા.૨૪ મે થી તા.૨૬ દરમ્યાન નિ:શુ્લ્ક (ફ્રી ) બાલ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્વીમીંગ, હોર્સરાઇડીંગ, શૂટિંગ,ફુટબોલ ,ક્રિકેટ, બાસ્કેટબોલ, હોકી, બેડ મિન્ટન, ટેબલ ટેનિસ, વગેરે બાળકોને મનપસંદ રમતો તેમજ  સવારથી સાંજ સુધીની દૈનિક ક્રિયા શીખવાડવામાં આવશે. શિબિરાર્થી બાળકોને અહીં એ.સી. હોસ્ટેલમાં રહેવાની અને જમવા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

શિબિરમાં જોડાવનારે તા.૧૯મે સુધીમાં પ્રવેશ ફોર્મ રીબડા ગુરુકુલમાંથી મેળવી લેવાનું રહેશે. શિબિરાર્થીએ તા.૨૩ મે ગુરુવારના રોજ સાંજ સુધીમાં પહોંચવાનું રહેશે. વાલીઓએ તા.૨૬  રવિવારના રોજ સાંજે ૬ કલાકે સમાપન સમારોહમાં હાજરી આપવાની રહેશે. વધારે વિગત માટે (મો.નં.૯૭૨૭૭૦૭૦૭૩ અને ૮૧૫૫૯૮૦૦૭૪) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Loading...