Abtak Media Google News

કપડાંથી લઈને શૂઝ ને ઍક્સેસરી… બધામાં એનો ઉપયોગ થાય છે

ફ્રિન્જિસ એટલે ગાર્મેન્ટના ભાગને લટકણ તરીકે લગાડવામાં આવે એ. એટલે કે ઉપરથી સ્ટિચ કરીને નીચે છુટ્ટો મૂકી દેવામાં આવે. ફ્રિન્જિસ લગાડવાથી એક અલગ લુક મળે છે. ફ્રિન્જિસ મોટે ભાગે વેસ્ટર્ન વેઅરમાં સારાં લાગે છે

વેસ્ટર્ન ટોપ્સ

Maxresdefault 1 2એમ કહી શકાય કે ફ્રિન્જિસ વગર વેસ્ટર્ન ટોપ અધૂરાં છે. ટોપ્સમાં ઘણી જગ્યાએ ફ્રિન્જિસ કરવામાં આવે છે જેમ કે નેકલાઇન, હેમલાઇન અને સ્લીવ્ઝ. નેકલાઇન એટલે કે ટોપનું જે નેક હોય એ પ્રમાણે. હેમલાઇન એટલે જ્યાં ટોપ પૂરું થાય ત્યાં અને સ્લીવમાં ક્યારેક સ્લીવ પૂરી થાય ત્યાં અથવા તો સ્લીવ શરૂ થાય ત્યાં ફ્રિન્જિસ મૂકવામાં આવે છે. જો ભરેલું શરીર હોય તો તમે ટ નેકલાઇન વિથ ફ્રિન્જિસવાળું ટોપ પહેરી શકો. ફ્રિન્જિસ પહેરવાથી યન્ગ લુક આવે છે. હેમલાઇનમાં જે ફ્રિન્જિસ લગાડવામાં આવે છે  એની લેન્ગ્થમાં વેરીએશન હોય છે, જેમ કે ૧ ઇંચથી લઈને ૧૦ થી ૧૫ ઇંચ સુધી ટોપની હેમલાઇનમાં જે ફ્રિન્જિસ હોય છે એ પર્હેયા પછી એકદમ સીધી લાગવી જોઈએ. જો તમારો કમરનો ભાગ વધારે હશે તો એ ફ્રિન્જિસ ફેલાઈ જશે અને એનો લુક નહીં આવે. સ્લીવ્ઝમાં જે ફ્રિન્જિસ હોય છે એની પણ લેન્ગ્થ ચોક્કસ નથી હોતી. કોઈ સ્લીવમાં સ્લીવ પૂરી થાય ત્યાં ફ્રિન્જિસ હોય છે અથવા સ્લીવના જોઇન્ટની સિલાઈ પર ઉપરથી નીચે આખામાં આપેલી હોય છે. આવાં ટોપ્સ ડિનર કે લંચ માટે ન પહેરવાં. ફ્રિન્જિસ તમારા ખોરાકમાં પડી તમારાં કપડાં બગાડી શકે છે. એને તમે ક્લબિંગ માટે પહેરી શકો.

ડ્રેસ

Untitled 1 61ડ્રેસમાં ફ્રિન્જિસ ફેમિનિન લુક આપે છે. ડ્રેસમાં પણ ફ્રિન્જિસની પ્લેસમેન્ટ અલગ-અલગ આપવામાં આવે છે, જેમ કે ડ્રેસમાં મોટે ભાગે ડ્રેસની જે લેન્ગ્થ હોય એના કરતાં ફ્રિન્જિસની લેન્ગ્થ લાંબી રાખવામાં આવે છે. ડ્રેસિસમાં જે પેટર્ન હોય છે એની સ્ટિચ લાઇન પર પણ ફ્રિન્જિસ આપવામાં આવે છે અથવા બે પાર્ટમાં આપવામાં આવે છે, જેમ કે યોક અને કમરની નીચે. ફ્રિન્જિસવાળા ડ્રેસ પહેરવા માટે ચોક્કસ પર્સનાલિટી અને પર્ફેક્ટ ફંક્શનની જરૂર હોય છે. આવા ડ્રેસ કેઝ્યુઅલી પહેરાતા નથી. ફ્રિન્જિસ ડ્રેસ પર્ફેક્ટ પાર્ટી લુક આપે છે. આવા ડ્રેસ સાથે હાઈ હીલ્સ જ સારી લાગે છે અને આવા ડ્રેસ લાંબી-પાતળી યુવતીઓ પર જ સારા લાગે છે.

સ્કર્ટ

Untitled 1 62સ્કર્ટમાં પણ ફ્રિન્જિસની લેન્ગ્થ અલગ-અલગ હોય છે. સ્કર્ટમાં એક ઇંચથી લઈને ફુલ લેન્ગ્થ સુધી ફ્રિન્જિસ આપવામાં આવે છે. જેમ કે આખા સ્કર્ટમાં એની લેન્ગ્થમાં એક ઇંચ પર ફ્રિન્જિસ લગાડવામાં આવે છે, જેથી આખું સ્કર્ટ વોલ્યુમાઇઝ લાગે છે અથવા તો સ્કર્ટની જે લેન્ગ્થ હોય એના ૩ કે ૪ ભાગ પાડી જે માપનો પટ્ટો હોય એ માપથી એક ઇંચ નીચે લેન્ગ્થ રાખી ફ્રિન્જિસ લગાડવામાં આવે છે. આવાં સ્કર્ટ્સ પાર્ટીમાં પહેરવાથી તમારા  લુકમાં ફેમિનિટી ઍડ થાય છે. આવાં સ્કર્ટ્સ સાથે શોર્ટ અને બોડી-હગિંગ ટી-શર્ટ જ સારાં લાગે જેથી સ્કર્ટની પેટર્ન દેખાય. ફ્રિન્જિસ હંમેશાં જે ફેબ્રિકનું ગાર્મેન્ટ હોય એ જ ફેબ્રિકમાંથી બને છે અને મોટે ભાગે વેસ્ટર્ન વેઅર હોઝિયરી ફેબ્રિકમાંથી બને છે એટલે ફ્રિન્જિસ પણ હોઝિયરીની જ હોય, જેથી ફ્રિન્જિસને સરખો હેન્ગિંગ લુક મળે છે.

જેકેટ

Untitled 1 63જેકેટમાં ફ્રિન્જિસ યુનિસેક્સ સ્ટાઇલ છે. બન્ને વર્ગ આ સ્ટાઇલ અપનાવી શકે છે, પરંતુ ફ્રિન્જિસનું સ્ટાઇલિંગ ખાસ કરીને જેકેટ માટે તમારી બોડીને અનુરૂપ સિલેક્ટ કરવું. જેકેટમાં પણ ફ્રિન્જિસનું પ્લેસમેન્ટ અલગ-અલગ હોય છે. આવાં જેકેટ ખાસ કરીને બ્લેક, બેજ, કોફી કલરમાં વધારે આવે છે. જેકેટમાં ફ્રિન્જિસ મોટે ભાગે સ્લીવ્ઝ પર હોય છે અથવા ચેસ્ટ પર કે બેકમાં હોય છે. ફ્રિન્જિસ જ્યારે જેકેટ પર હોય છે ત્યારે કેઝ્યુઅલ લુક આપે છે અને ડેનિમ સાથે વધારે સારાં લાગે છે અથવા તો જેગિંગ્સ સાથે. ફ્રિન્જિસવાળાં જેકેટ જ્યારે ડેનિમ સાથે પહેરવામાં આવે છે ત્યારે એની સાથે બૂટ્સ પહેરાય અને જેગિંગ્સ સાથે પહેરવાં હોય તો હાઈ હીલ્સ પહેરી શકાય.

બેગ્સ

Fringe Bagsબેગ્સમાં ફ્રિન્જિસ ખૂબ ટ્રેન્ડમાં છે અને ખાસ કરીને યંગ યુવતીઓની ખાસ પસંદ છે. હેન્ડબેગ અને સ્લિન્ગ બેગ બન્નેમાં ફ્રિન્જિસ આવે છે. તેમ જ ટોટે બેગ, જોલા બેગ, એન્વેલપ બેગ અને બટવામાં પણ ફ્રિન્જિસ આવે છે. બેગ જો હોઝિયરીની હોય તો એમાં ફ્રિન્જિસ હોઝિયરીની હોય છે અને જો લેધરની હોય તો લેધરની ફ્રિન્જિસ હોય છે. ફોર્મલ ક્લચમાં પણ ફ્રિન્જિસ હોય છે, પરંતુ એમાં બીડ્સ કે પર્લની હોય છે. બેગ્સ પર ફ્રિન્જિસ યન્ગ અને ટ્રેન્ડી લુક આપે છે. આવી બેગ્સ ખાસ કરીને ડેનિમ સાથે અથવા સ્કર્ટ્સ સાથે સારી લાગે છે. ડેનિમ પર પ્લેન ટી-શર્ટ પહેરી એની સાથે ફ્રિન્જિસવાળી બેગ લઈ શકાય.

ફુટવેઅર

Schutz Kija Fringe Sandalsફુટવેઅરમાં ફ્રિન્જિસ ફ્લેટ ચંપલથી લઈને ઍન્કલ લેન્ગ્થનાં શૂઝ કે પછી બૂટ્સ બધા પર સારી લાગે છે. જ્યારે ફુટવેઅરમાં ફ્રિન્જિસ હોય ત્યારે ફુટવેઅર હાઇલાઇટ થાય છે. જો તમારે ફ્લેટ્સ પહેરવાં હોય તો ઍન્કલ લેન્ગ્થનું ડેનિમ પહેરી શકાય, જેથી ચંપલની પેટર્ન દેખાય. જો ટાઇ અપ્સ પહેરવાં હોય તો થ્રી-ફોર્થ લેન્ગ્થનું ગાર્મેન્ટ પહેરવું, જેમ કે સ્કર્ટ કે કેપ્રી. જ્યારે તમે ફ્રિન્જિસવાળાં ફુટવેઅર પહેરવાના હો ત્યારે તમારો ડ્રેસ સિમ્પલ રાખવો, જેથી તમારાં ફુટવેઅર હાઇલાઇટ થાય. ફુટવેઅર જો ફ્રિન્જિસવાળાં હોય તો ડ્રેસ સિમ્પલ રાખવો અથવા તો લુક બેલેન્સ કરવા માટે ફ્રિન્જિસવાળી બેગ કેરી કરી શકો છો.

ઍક્સેસરી

Fringe Fashion Accessoryઍક્સેસરી એટલે નેકલેસ, ઇઅર-રિંગ, બેન્ગલ્સ, કેપ વગેરે. ફ્રિન્જિસવાળો નેકલેસ ઑફ-શોલ્ડર ડ્રેસ પર સારો લાગી શકે. નેકલેસમાં એક સિંગલ લેયર પણ હોઈ શકે અથવા વધારે લેયર પણ હોઈ શકે. સેમ કલર અથવા કોન્ટ્રાસ્ટ કલરમાં. જો તમે બ્લેક ડ્રેસ પહેર્યો હોય તો એની સાથે કોન્ટ્રાસ્ટ કલરનો ફ્રિન્જિસ નેકલેસ સારો લાગી શકે.

ફ્રિન્જિસ ઇઅર-રિંગ સિલેક્ટ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું. ફ્રિન્જિસ ઇઅર-રિંગના ઘણા પ્રકાર છે; જેમ કે ઓન્લી ફ્રિન્જિસ, ફ્રિન્જિસ વિથ ટોપ, રિંગ વિથ ફ્રિન્જિસ. તમારા ચહેરાને અનુરૂપ ઇઅર-રિંગની ડિઝાઇન પસંદ કરવી.

ફ્રિન્જિસ બેન્ગલ્સ એટલે કે સિંગલ કડામાં ઘણી વરાઇટી આવે છે. ખાસ કરીને આવાં કડાં ફોર્મલ લુક આપે છે, કારણ કે આમાં ફ્રિન્જિસ બીડ્સમાં કે પછી પર્લ કે ડાયમન્ડમાં હોય છે. ફ્રિન્જિસવાળાં કડાં ફોર્મલ ડિનર કે પાર્ટીમાં પહેરી શકાય અને ખાસ ધ્યાન રાખવું કે લેફ્ટ હાથમાં કડું પહેરવું, જેથી તમે ખાવા માટે જમણા હાથનો ઉપયોગ કરવાના હો તો ફ્રિન્જિસ વચ્ચે ન આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.