Abtak Media Google News

હાસ્ય સમ્રાટ ગુલાબદાન બારોટનો હસાયરાનું પણ આયોજન: આયોજકો ‘અબતક’ની મુલાકાતે

ફ્રેંડસ કલબ દ્વારા આગામી તા.૧૯ને રવિવારે રાત્રે ૮ થી ૧૨ કલાક દરમિયાન અરવિંદ મણીયાર હોલ, જુબેલી બાગ ખાતે પોલીસ અધિકારીઓનો સન્માન સમારંભ તથા હસાયરો યોજાશે.કાર્યક્રમની વિગતો આપવા ‘અબતક’ની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓ જયદિપસિંહ સરવૈયા (એ.સી.પી.ક્રાઈમ બ્રાન્ચ), વિરલદાન કે.ગઢવી (પી.આઈ.ભક્તિનગર), હર્ષાબેન ગઢવી (પી.એસ.આઈ. રુરલ) અને સુરેશભાઈ એચ.મારૂ (પી.એસ.આઈ.)નું તેમની શ્રેષ્ઠ પ્રજાકીય સેવા બદલ તેમનું સન્માન કરાશે.આ કાર્યક્રમને સફળ બનાવવા ફ્રેંડસ કલબના ચેરમેન લીનાબેન ટી.વખારીયા, વાઈસ ચેરમેન જયેશભાઈ કતીરા, પ્રમુખ વજુભાઈ ગઢવી, મંત્રી વિપુલભાઈ રાઠોડ, પેટર્ન ડો.મનીષભાઈ ગોસાઈ, ઉપપ્રમુખ સંદિપભાઈ પારેખ, મહામંત્રી ભરતભાઈ પિત્રોડા, સમીરભાઈ પટેલ, સહ મંત્રી સમીરભાઈ જાવીયા, વિપુલભાઈ હિરાણી, મહિલા પ્રમુખ બંસરીબેન સોની, ઉપપ્રમુખ રેખાબેન ચૌહાણ, મંત્રી શોભનાબેન વિઠલાણી, ખુશાલીબેન ત્રિવેદી, સહમંત્રી હિનાબેન ધકાન, હિનાબેન સોની ખૂબ જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.