Abtak Media Google News

ઉત્તર ભારતના રાજયોમાં થઇ રહેલી હિમવર્ષાને અને પૂર્વોત્તરના પવનને પગલે ઠંડીમાં નોંધપાત્ર વધારો : ઠંડી ભગાડવા લોકો તાપણાના સહારે

ઉત્તર ભારતનાં રાજયોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં વર્તાય રહી છે. ગુજરાતમાં ઠંડીનો પારો નીચે ગયો છે. આગામી બે મહિના સુધી ગુજરાતમાં તમામ શહેરોમાં ઠંડીનો પારો નીચે રહેવાની સંભાવના છે. ઉત્તરમાં સતત થઈ રહેલી હિમવર્ષાથી ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાનાં કારણે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. પૂર્વોતરનાં પવન પર ઠંડી વધારી રહ્યા છે તો બીજી તરફ નલીયામાં ઠંડીનો પારો ૯.૨ ડિગ્રી પર પહોંચી ગયો છે. પહાડી રાજયોમાં હિમવર્ષાથી ગુજરાતમાં તમામ શહેરોમાં ઠંડી વધી ગઈ છે. લોકો સાંજ બાદ નિકળવાનું ટાળી રહ્યા છે જેનાં કારણે રસ્તાઓ પાંખી હાજરી જોવા મળી રહી છે તો બીજી તરફ વહેલી સવારે હાર્ડ થ્રીજાવતી ઠંડી અનુભવાય રહી છે. સૌરાષ્ટ્ર સહિત અનેક શહેરોમાં ઠંડા પવનો ફુંકાય રહ્યા છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો વઘ્યો છે. સ્વેટર વગર ઘરની બહાર નિકળવું અશકય બની ગયું છે તો ઠેર-ઠેર રાત્રીનાં સમયે તાપણા પણ જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં શિયાળાએ અસલ મીજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે અને ઠંડીનાં ચમકારામાં સતત વધારો થયો છે. રાજકોટ શહેરનું આજે વહેલી સવારે લઘુતમ તાપમાન ૧૧.૮ ડિગ્રી નોંધાયું હતું જયારે મહતમ તાપમાન ૨૮.૩ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા અને ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો જયારે રાજયનું સૌથી ઠંડી શહેર નલીયાનું લઘુતમ તાપમાન ૯.૬ ડિગ્રી નોંધાયું હતું. જયારે મહતમ તાપમાન ૨૮.૨ ડિગ્રી જેટલું નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા અને ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. રાજકોટ, નલીયા ઉપરાંત ઘણાખરા શહેરોમાં ઠંડીનો પારો પટકાયો છે. ઠંડીનું જોર વધતા ગીર પંથક તેમજ રાજુલા આસપાસ ખેડુતો અને ગ્રામજનો પરેશાન થયા છે. ઠંડીનાં કારણે લોકોએ તાપણા અને ખાટલા અને ઓટલા પરીષદ યોજી ઠંડીની મોસમની મજા લઈ રહ્યા છે. આ સાથે જ ભાવતા ભોજનો, દેશી ખાણુ, સ્પેશિયલ કાજુ-ગાઠિયા, રીંગણાનો ઓળો સહિતનાં દેશી ભોજનો આરોગી લોકો સાથે મળી ઠંડીમાં પણ આનંદ ઉઠાવી રહ્યા છે.

7537D2F3 12

રાજયભરનાં તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૨.૯ ડિગ્રી, ડિસાનું ૧૦.૬ ડિગ્રી, વડોદરાનું ૧૪.૪ ડિગ્રી, સુરતનું ૧૭.૨ ડિગ્રી, રાજકોટનું ૧૧.૭ ડિગ્રી, ભાવનગરનું ૧૬.૫ ડિગ્રી, પોરબંદરનું ૧૫.૬ ડિગ્રી, વેરાવળનું ૧૫.૯ ડિગ્રી, દ્વારકાનું ૧૮.૫ ડિગ્રી, ઓખાનું ૧૯.૮ ડિગ્રી, ભુજનું ૧૨.૪ ડિગ્રી, નલીયાનું ૯.૬ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૨.૨ ડિગ્રી, કંડલાનું ૧૫.૨ ડિગ્રી, અમરેલીનું ૧૨.૪ ડિગ્રી, ગાંધીનગરનું ૧૧.૮ ડિગ્રી, મહુવાનું ૧૫.૩ ડિગ્રી, દિવનું ૧૩.૫ ડિગ્રી, વલસાડનું ૧૬.૧ ડિગ્રી અને વલ્લભવિદ્યાનગરનું ૧૦.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

રાજયમાં તાપમાનનાં પારામાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઠંડીથી બચવા નવા-નવા કિમીયાઓ અજમાવી રહ્યા છે. ઠંડીથી બચવા વહેલી સવારે અને રાત્રીનાં સમયે લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. તેમજ સવાર અને રાત્રી દરમિયાન લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. ગરમકપડાની માર્કેટે પણ ધુમ મચાવી છે. ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં લોકોને વધુ ઠંડીનો સામનો કરવો પડશે. શનિવારથી રાજયભરમાં ૪ થી ૫ લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. રાજયમાં ઉતર-પૂર્વ તરફ પવન ફુંકાશે. ડિસેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા ઉંચુ તાપમાન નોંધાશે. આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે, લોકોને વધુ ઠંડીનો અહેસાસ આવતા દિવસોમાં થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.