Abtak Media Google News

‘ઇતના સન્નાટા કયું હે ભાઇ?’ શોલે ફિલ્મનો આ ડાયલોગ લોકોને આજે પણ યાદ છે.  એ.કે. હંગલે રરપ થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું

૫૩ વર્ષની વયે ‘તીસરી કસમ’ ફિલ્મમાં રાજકપૂરના મોટાભાઇ તરીકે બોલીવૂડ યાત્રા શરૂ કરી હતી. તેમણે રાજેશ ખન્નાની સૌથી વધુ ૧૮ ફિલ્મો કરી હતી

હમણાં એક ફેબુ્રઆરીએ જેની જન્મજયંતિ ઉજવાય તે એ.કે. હંગલનું મુળ નામ અવતાર શિકન હંગલ હતું. બ્લોક બસ્ટર ફિલ્મ શોલેમાં રહિમચાચાની ભૂમિકાનો ડાયલોગ ‘ઇતના સન્નાટા કર્યુ હૈ ભાઇ ?’ આજે પણ લોકોને યાદ છે. આ ચરિત્ર અભિનેતાએ પ૩ વર્ષની વયે ‘તીસરી કસમ’ ફિલ્મથી બોલીવુડ માત્ર શરૂ કરીને લગભગ રરપ ફિલ્મોમાં ભાઇ, પિતા, કાકા જેવા વિવિધ ચરિત્ર અભિનેતાના રોલ કરીને દર્શકોનાં દિલમાં વસ્યા હતા. તેમનું અવસાન મુંબઇ ખાતે ર૬ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ થયું હતું.

બહું ઓછા લોકોને ખબર હશે કે એ.કે. હંગલ એક સ્વતંત્રતા સેનાની હતા. સાથો સાથ નાટય જગત શ્રેષ્ઠ સ્ટેજ આર્ટીસ્ટ હતા. જેમને કારણે જ તેમને બોલીવુડમાં એન્ટ્રી મળી હતી. તે એક તેજસ્વી ચરિત્ર અભિનેતા હતા. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના સગા પણ હતા. તેમનો જન્મ કાશ્મીરી પંડિત પરિવારમાં થયોને બાળપણ પાકિસ્તાનના પેશાવરમાં વિતાવ્યું હતું. દેશની આઝાદી ચળવળમાં સામેલ થયા ને ૧૯૨૯ થી ૧૯૮૭ સુધી તેમણે લડત લડી હતી. તે એક માકર્સવાદી હતા તેથી જ કરાચીની જેલમાં બે વર્ષ વિતાવ્યા હતા. છૂટયા બાદ મુંબઇ આવી ગયા હતા.

એ.કે. હંગલ હિરો તરીકે બોલીવુડમાં ન ચમકયા કારણે પર વર્ષે તો તેમણે બોલીવુડમાં એન્ટ્રી કરીને ૧૯૬૬ માં ‘તીસરી કસમ’ ફિલ્મ કરી હતી. ૧૯૭૦ થી ૧૯૯૦ ના દાયકામાં તેમણે ઘણી ફિલ્મો કરી જેમાં સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે બાર્વચી, અવતાર, નમક હરામ જેવી હિટ ફિલ્મો સાથે સૌથી વધુ કામ તેની સાથે કર્યુ હતું. બોલીવુડમાં ધીમે ધીમે તે વૃઘ્ધ થતાં તેને કામ મળવાનું બંધ થયું ને જીવનનો અંતિમ તબકકો કપરા સમયમાં પસાર કરવો પડયો હતો. ખંડેર જેવા મકાનમાં રહેતાને દવાના બીલ ચુકવવાના પૈસા પણ ન હતા. આ સમાચાર બોલીવુડે જાણ્યા ત્યારે મિત્રોએ મદદ કરી હતી.

A K

અભિનય કરવામાં ઉમર કયારેય નડતી તેવા  ઉદાહરણને સાર્થક કરતા એ.કે. હંગલે, ૯૫ વર્ષની વયે ટી.વી. સિરીયલ ‘મધુબાલા’ માં અભિનય કર્યો હતો. આ ઉંમરે પણ કેમેરો ઓન થાય એટલે ડાયલોક કટ વગર બોલી જવાની ક્ષમતા હંગલદાદામાં હતી. દેવાનંદની ઇશ્ક ઇશ્ક ફિલ્મનાં શુટીંગમાં નેપાળ હતા ત્યારે ખાસ વિમાન દ્વારા આવીને શોલે ફિલ્મનો આ સીન કર્યો હતો. દિવાર ફિલ્મમાં પણ એક સીનમાં પોતાના દિકરાએ એક મામુલી બ્રેડની ચોરી કરી ત્યારે તેને પોલીસ સામે ‘ચોરી તો હર હાલ મેં ચોરી હે, ભૈ ચાહે વો એક પૈસે કી હો યા પાંચ લાખ કી’ આ ડાયલોગ ખુબ જ સફળ રહ્યો હતો. આજ રીતે એ.કે. હંગલે ‘અવતાર’ ફિલ્મમાં પણ જોરદાર અભિનય કરીને જ ફિલ્મને હીટ કરી હતી. મોટાભાગે પારિવારિક ફિલ્મોમાં તેમનો અભ્નિય ખુબજ નીખરી ઉઠતો હતો. તેની વય, કલાને કારણે જ ઘણી ફિલ્મો બોકસ ઓફીસ ઉપર સુપરડુપર રહી હતી.

20210203 231037

બહુ જ ચર્ચાસ્પદ ફિલ્મ ‘આંધી’માં ફિલ્મમાં ખુબ જ સારો અભિનય કરીને દર્શકોની આંખ ભિની કરી દીધી હતી. અમિતાભની પ્રથમ ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ માં પણ તેમણે કામ કરેલું તો જયા ભાદુડી ની પ્રથમ ફિલ્મ ‘ગુડ્ડી’ માં જયાજીના પિતાની ચોટદાર ભૂમિકા કરી હતી. આવી જ હિટ ફિલ્મ ‘નમક હરામ’માં યુનિયન લિડર બિપીનલાલના પાત્રનો અભિનય  આજે પણ લોકો યાદ કરે છે. ફિલ્મોમાં તેની એન્ટ્રી મોડી થઇ પણ ‘ઇપ્ટા’ના નાટકોમાં તો વર્ષોથી તે કાર્યરત હતા જ રંગ મંચની દુનિયામ)ં તેમની સાથે ઉત્પદ દત્ત, કાદરખાન અને અમરીશ પુરી જેવા મોટી ઉમરના કલાકારોમાં તે સૌથી સિનીયર હતા. તેમની પર્સનાલીટી જોતા ફિલ્મોમાં હકારાત્મક પાત્રો ભજવવા સૌથી વધુ મળતા, એકટર હોવા છતાં તે એક સારા ટેલર પણ હતા. દરજી કામ ખુબ જ સારૂ આવડતું હતું. તેથી તેમણે કપડાનો બહુ શોખ હતો.

20210203 231100

ઘરેથી ભાગીને દિલ્હી આવી ટેલરીંગ ફર્મમાં નોકરી મેળવ્યા બાદ થોડા જ સમયમાં કટીંગ માસ્ટર બની ગયા હતા. પતિયાલાના મહારાજાના રજવાડી સુટ કે પટૌડી નવાબના નવાબી પહેરવેશ કે ખાદીના વસ્ત્રો  માટે સૌની પહેલી પસંદ ‘માસ્તર અવતાર કિશન’ જ હતા. ‘ઇપ્ટા’ માં તેમની સાથે બલરાજ સહાની, સંજીવકુમાર, કૈફી આઝમી, શૈલેન્દ્ર જેવા કલાકારો હતા. આને કારણે જ ગીતકાર શૈલેન્દ્રની ફિલ્મ ‘તીસરી કસમ’ ફિલ્મમાં કામ મેળલ હતું. એ.કે. હંગલ એક ભાવનાસભર એકટર હતા. શિસ્તબઘ્ધ, નિષ્ઠાવાન અને કાર્યને સમર્પિત વ્યકિત તરીકે બોલીવુડ હમેંશા તેને યાદ કરશે.

એ.કે. હંગલ બોલીવુડનું મોટું નામ હતું. તેમને બધા હંગલ સાહેબના નામથી જ બોલાવતા  ઉત્તમ કલાકારો પૈકી એક બોલીવુડના ચરિત્ર અભિનેતા હતા. તેમની હિટ ફિલ્મોમાં શોલે, શૌકિન, બાર્વચી, લગાન, નમક હરામ, અવતાર, આયના, તીસરી કસમ, ચીત ચોર, ગુડ્ડી, પહેલી, આંધી જેવી હતી. બોલીવુડના સૌથી સફળ ચરિત્ર અભિનેતા તેમનું નામ અગ્રસ્થાનમાં આવે છે. તેમને ભારત સરકારે ૨૦૦૬માં ‘પદમ ભૂષણ’ એવોર્ડથી સન્માનીત કર્યા હતા. ૧૯૯૯માં તેમને લાઇફ ટાઇમ અચિચમેન્ટ એવોર્ડ મળ્યો હતો. તેમણે ૨૦૧૨માં ‘મધુબાલા’ એક ઇશ્ક એક જુનુન ટીવી શ્રેણીમાં કામ કર્યુ હતું.

આપ કી કસમ, અમર દિપ, નોકરી, પ્રેમ બંધન, કુદરત, થોડી સી બેવફાઇ, રામ અવતાર, જેવી હિટ ફિલ્મો રાજેશ ખન્ના સાથે કરી હતી. તેમની આ જોડીને કારણે ઘણી બધી ફિલ્મો હીટ ગઇ જેમાં ‘અવતાર’ ફિલ્મ બોકસ ઓફીસની સૌથી શ્રેષ્ઠ સફળ ફિલ્મમાં ગણના થાય છે, તેમણે તેમની  આત્મકથા ‘લાઇફ એન્ડ ટાઇમ્સ ઓફ એ.કે. હંગલ’ ૧૯૯૯ માં પ્રસિઘ્ધ કરી હતી. તેમના અંતિમ સમયમાં મહારાષ્ટ્ર સરકારે ઘણી જ મદદ કરી હતી. તેમના નિધન સમયે તેમની વય ૯૮ વર્ષ હતી.

એ.કે. હંગલ બાયોગ્રાફી

જાણીતા ચરિત્ર અભિનેતા એ.કે. હંગલનો પાકિસ્તાનના સિયાલકોટમાં ૧ ફેબ્રુઆરી ૧૯૧૪ના રોજ થયો હતો. તેમનું મૂળનામ અવતાર કિશન હંગલ હતું પણ ફિલ્મોમાં એ.કે. હંગલના નામથી જાણીતા થયા. ૧૯૨૪ થી ૧૯૪૭ સુધી તેઓ આઝાદીના લડવૈયા હતા. સાથો સાથ ૧૯૩૬ થી ૧૯૬૫ સુધી તેઓ નાટકોમાં સ્ટેજ કલાકાર તરીકે કાર્ય કરીને સારી ચાહના મેળવ્યા બાદ ૧૯૬૬ થી ૨૦૦૫ સુધી હિન્દી ફિલ્મોમાં ચરિત્ર  અભિનેતા તરીકે સફળ કામગીરી કરીને સફળ કલાકાર બન્યા હતા. તેમનું અવસાન ર૬ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ મુંબઇ ખાતે થયેલ હતું. તેઓએ પ૩ વર્ષની વયે બોલીવુડમાં પ્રથમ ફિલ્મ ‘તીસરી કસમ’માં કામ કર્યુ હતું. છેલ્લા દિવસો ભારે આર્થિક તંગીમાં વિતાવ્યા હતા. મિત્ર સર્કલને સાથી કલાકારોએ હોસ્પિટલ ખર્ચમાં સહાય કરી હતી. સ્વતંત્રતા સેનાની એવા ચરિત્ર અભિનેતા એ.કે. હંગલે રરપ થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ તો સુપર સ્ટાર રાજેશખન્ના સાથે ૧૮ ફિલ્મો કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.