Abtak Media Google News

ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબુત કરવા મોદીનો વિદેશ પ્રવાસ અગત્યનો

મોદી સરકારના ત્રણ વર્ષ પુરા થયા છે. આ ત્રણ વર્ષમાં મોદી સરકારે વિદેશનીતિમાં મહત્વના નિર્ણયો કરીને ભારત આર્થિક વિકાસને વેગ મળે તે માટેના પ્રયત્નો કર્યા છે. આ પ્રયત્નોના ફળ પણ મળી રહ્યા છે ત્યારે હવે મોદી સરકાર ભારત અને રશિયા વચ્ચે ફ્રિ ટ્રેડ માટે કરારો કરવાની છે. જેના થકી રશિયા અને ભારત વચ્ચેના આર્થિક વ્યવહારો મજબુત બનશે અને ભારતને તેનો સીધો ફાયદો મળી રહેશે. ચીનની ઓબીઓઆર યોજના બાબતે રશિયામાં વિરોધ શ‚ થયો હતો અને આ યોજનામાં રશિયાને ફાયદો થતો ન હોવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે ભારત સાથેના આર્થિક કરારો બાદ રશિયાને પણ ફાયદો મળી રહેવાનો છે અને દ્વિપક્ષીય સંબંધો પણ મજબુત થશે. નરેન્દ્ર મોદી આજથી ૪ દિવસના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. જેમાં આજે જર્મનીની મુલાકાત કરવાના છે. જેમાં ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને મજબુત કરવા માટે વાતચીત કરવામાં આવશે. વેપાર, રોકાણ, સીકયોરીટી અને આતંકવાદ સામેની લડાઈ, સ્કીલ ડેવલોપમેન્ટ ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ વગેરે મુદા આવરી લેવામાં આવશે. જર્મનની મુલાકાત બાદ મોદી સ્પેન જશે. જયાં આતંકવાદનો મુદ્દો મુખ્ય રહેશે. આ ઉપરાંતસ્પેન બાદ રશિયાની મુલાકાત કરશે. જેમાં વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દીમીર પુતીન સેન્ટ પીટરસબર્ગમાં ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોર્મને સંબોધન કરશે. રશિયાની આ મુલાકાત ખુબ જ મહત્વની સાબિત થવાની છે તેમ કહેવાયું રહ્યું છે કારણકે ફ્રિ ટ્રેડ ઉપરાંત રશિયામાં ફાર્માસ્યુટીકલ સેન્ટર, ખેતીમાં મદદ વગેરે બાબતે પણ મહત્વના કરારો થાય તેવી સંભાવના છે. રશિયાની મુલાકાત બાદ મોદી ફ્રાન્સ જશે ત્યાં નવનિયુકત રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સંબંધો બાબતે વાતચીત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.