‘માં પદમાવતે’ મુદ્દે આંદોલનકારીઓને કેસ મુકત કરો, હવે આશ્ર્વાસનો નહી, એકશન લો – રાજપૂત સેનાનો રણટંકાર

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા મુખ્યમંત્રીને લેખીત રજુઆત

મા પદ્માવન મુદ્દે આંદોલનકારી યુવાઓ પર સરકાર દ્વારા કેસો અને તાજેતરમાં ધરપકડ પણ કરવામાં આવી રહી છે. આ કેસોને ઘણો સમય થઇ ગયો છે અને લોકસભાની ચુંટણી વખતે સરકારને રાજપુત સમાજના યુવાઓના કેસો પાછા ખેંચવાની અપીલને ઘ્યાને લઇ બાહેધરી પણ અમને મળેલી પરંતુ તે પછી કોઇ જ કાર્યવાહી થઇ નથી. જેથી રાજપુત સમાજ ખુબ આક્રોશમાં છે સમાજના યુવાઓ જેમના પર કેસો થયેલા છે. તેમને તુરંત પ્રભાવથી ગુજરાત સરકાર દ્વારા હટાવી લેવામાં આવે અને ધરપકડ રોકવામાં આવે નહિ તો રાજપુત સમાજને ભાજપ વિરોધી બનતા કોઇ નહિ રોકી શકે, રાજપુત સમાજ જનસંઘથી સમર્થક રહ્યો છે. પરંતુ સમાજના યુવાધનના ભવિષ્ય સાથે થઇ રહેલ ચેડા ને અમે સહન નહિ કરી લઇએ, થોડા સમયમાં ચુંટણીઓ આવે છે તે પહેલા સમાજમાં આક્રોશ ના વધે તે માટે સમાજના યુવાઓને કેસ મુકત કરવામાં આવે નહિતર આ વખતે ભાજપ વિરોધી રાજપૂતો હશે. ને અગાઉ પણ ઘણા પાત્રો આ બાબતે મોકલ્યા જેમાં આશ્ર્વાસનો જ મળ્યા છે પરંતુ આ પત્રના પ્રત્યુતરમાં આશ્ર્વાસન નહિ એકશન લો તેવી અપેક્ષા નહિ તો હવે પછી રાજપુત સમાજ એકત્રિત થઇ જાહેરમાં બીજેપી નો વિરોધ કરીશું.  રાજપુત સમાજની લાગણીને માન આપી ઝડપભેર રાજપુત યુવાઓ ને કેસ મુકત કરી અને યુવાઓની ધરપકડો ઉપર રોક લગાવવા રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લેખીત રજુઆત કરાઇ છે.

Loading...