Abtak Media Google News

શિબિરમાં ધ્યાન, ભકિત અને ભોજનનો ત્રિવેણી સંગમ

ઓશોના સુત્ર ઉત્સવ આ માર જીતી આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાયક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજનકિર્તન, ગીતસંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં છેલ્લા ૩૩ વર્ષોથી રાત અને દિવસ ૨૪ કલાક ઓશો પ્રવૃતિથી ધમધમતું વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર અવારનવાર આયોજન કરવામાં આવે છે.

મંગળવારના રોજ પૂનમ નિમિતે સ્વીટઝરલેન્ડના સ્વામિ પ્રેમ મૂર્તિએ હર પુનમની માફક આ પુનમે શિબિરનું આયોજન કરેલ છે. શિબિરનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરવાના છે. બપોરના ૩ થી રાત્રીના ૮:૩૦ દરમ્યાન યોજેલ શિબિરમાં ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, થેરાપીના નિષ્ણાંત સ્વામિ અંતરપથીક (જીતેન્દ્ર ઠકકર) તથા સ્વામિ દેવરાહુલ (મિસ્ત્રી નિતીનભાઈ)ના વિશેષ કાર્યક્રમો, સંઘ્યા સત્સંગ, ઓશો વિડીયો દર્શન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોકત પુનમની નિ:શુલ્ક શિબિરમાં સહભાગી થવા માટે ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વામિ પ્રેમ મૂર્તિએ હાર્દિક અનુરોધ કરેલ છે. શિબિર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, પાછળની શેરી, ૪ વૈદવાડી, રાજકોટ ખાતે યોજાશે. વિશેષ માહિતી માટે એસએમએસ દ્વારા નામ નોંધણી માટે સ્વામિ સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.