જૈનમ્ દ્વારા બહેનો માટે નિ:શુલ્ક આત્મ રક્ષણ તાલીમ કેમ્પ

171

સેલ્ફ ડિફેન્સની તાલીમમાં પંદરથી પીસ્તાલીસ વર્ષ સુધીની બહેનોઓ ભાગ લીધો

જૈનમ યુનીટી કમ્યુનીટી દ્વારા સમસ્ત જૈન સમાજના બહેનો માટે ભારતભરમાં સૌ પ્રથમ વખત નિ:શુલ્ક આત્મરક્ષણ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ ડીસ્ટ્રીકટ કરાટે ચીફ ઇન્સ્ટ્રકટર ઓલ ઇન્ડીયા વાડોકોઇ રણજીત ચૌહાણે બહેનોને તાલીમ આપી હતી.

કલ્પેશ દેસાઇ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જૈનમ યુનીટી કમ્યુનીટી દ્વારા મહીલાઓ માટે આત્મરક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુંછે. હાલમાં સમાજમાં બહેનોની સુરક્ષાને લઇને ઘણા પ્રશ્નો છે. જેને માટે મહીલાઓને સ્વરક્ષણ માટેની તાલીમ અપાઇ રહી છે. બહેનો માટેનો બેટી બચાવો બેટી પઢાઓ જેવા ઘણા કાર્યકરો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે હાલ સુરક્ષા માટે જૈનમ યુનીટી કમ્યુનીટી દ્વારા આત્મ રક્ષણની સાથ મહીલાઓ પાસે ચુન્ની, માથાની પીન જે હોય છે તેઓ ઉપયોગ હથિયાર તરીકે કેમ કરવો તે અંગેની તાલીમ આપવામાં આવી હતી. ૬૫ થી ૭૦ બહેનો આ કેમ્પનો લાભ લીધો હતો.વિણાબેન શેઠે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે પંદર વર્ષથી પીસ્તાલીમ વર્ષ સુધી આત્મ રક્ષણ ખુબ જ જરુરી છે. આ યુગના મહિલાઓએ જાગૃત થવું ખુબ જ જરુરી છે. મહીલાઓ આગળ વધીને તેનું રક્ષણ જાતે જ કરી શકશે.

હાલમાં મહીલા છેતરપીંડીમાં અનેક બનાવો બનતા હોય છે તો આવા બનાવોને રોકવા માટે આત્મરક્ષણ ખુબ જ જરુરી છે.

Loading...