Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી આયોજીત કેમ્પનો લાભ લેનાર દરેક દર્દીને આગામી એક વર્ષ સુધી નિ:શુલ્ક હોમિયોપેથીની સારવાર પણ મળશે: આગેવાનોએ અબતકને આપી વિશેષ માહિતી

૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નીમીતે ભાજપ અને વિવિધ સેવા સંસ્થાઓ કરાશે. જેના અનુસંધાને સેવાકીય પ્રવૃતિઓ કરાશે. જેના અનુસંધાને રાજકોટમાં આરોગ્ય ભારતી અને ભારત વિકાસ પરિષદ (આનંદનગર શાખા) ના સંયુકત ઉપક્રમે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી ડાયાબીટીશ અને થાઇરોઇડથી પિડીત દર્દીઓ માટે એક નિ:શુલ્ક સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીના જન્મદિન નીમીતે યોજાતા આ કેમ્પનો લાભ લેનાર દરેક દર્દીને આગામી એક વર્ષ સુધી હોમિયોપેથીની નિ:શુલ્ક સારવાર પણ મળશે.

આ કેમ્પ વિશે વિગતવાર માહીતી આપવા આરોગ્ય ભારતી અને ભારત વિકાસ પરીષદના સભ્યોએ અબતક મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મુલાકાતમાં આગેવાનોએ જણાવ્યું હતું કે ડાયાબીટીશ અને થાઇરોઇડના દર્દીઓ માટેના આ નિ:શુલ્ક સારવાર કેમ્પનું આયોજન એમ.ડી. પી.એચ.ડી. ડો. એન.જે. મેધાણીના માર્ગદર્શન હેઠળ કરાયું છે. આ કેમ્પના ઉદધાટન પ્રસંગે આરોગ્ય ભારતીના રાષ્ટ્રીય અઘ્યક્ષ ડો. પ્રવીણભાઇ ભાવસાર અને પ્રાંત મંત્રી ડો. જયસુખ મકવાણા તેમજ ભારત વિકાસ પરિષદના પ્રાંત ઉપાઘ્યક્ષ પ્રફુલભાઇ ગોસ્વામી ખાસ ઉ૫સ્થિત રહેશે.

પ્રથમ મેગા કેમ્પ તા. ૨૩-૯ ને રવિવારે ભારત વિકાસ પરિષદ સંચાલીત રાજકોટ મ્યુ. કોર્પો. ના પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુ. હોલ કોઠારીયા રોડ રાજકોટ ખાતે સવારે ૯ થી ૧ સુધી યોજાશે. જેમાં ડો. એન.જે.મેધાણી (એમ.ડી. પી.એચ.ડી) દર્દીને તપાસ કરી સારવાર આપશે. નોંધણી માટે આરોગ્ય ભારતીના ડો. જયસુખભાઇ મકવાણા (પ્રાંત મંત્રી) ૯૪૨૮૨  ૦૪૦૮૯ અથવા ભરતભાઇ કોરાટ (પ્રાં તવનસ્પતિ વિભાગ સંયોજક) ૯૮૨૫૬ ૨૪૮૮૬ અને ડો. ભાસ્કર ભટ્ટ (સંયોજક) ૯૩૭૪૧ ૦૭૩૬૨ ભારત વિકાસ પરિષદના પ્રાંત ઉપાઘ્યક્ષ પ્રફુલ્લભાઇ ગોસ્વામી ૯૪૨૬૨ ૧૬૩૫૭ અને વિનોદભાઇ પટેલ ૯૮૨૫૩ ૦૪૪૭૪ ને વોટસઅપ કે મેસેજ કરી વિગત આપવાની રહેશે.

કેમ્પમાં સૌરાષ્ટ્ર-કચ્છ ના દર્દીઓને વિવિધ સ્થાન પર આરોગ્ય ભારતીના ડો. ભાસ્કરભાઇ ભટ્ટ (રાજકોટ સંયોજક) ઉપેન્દ્ર કુસ્વાહ (જામનગર સંયોજક) ડો. જયસુખ અધેરા (મોરબી સંયોજક) ડો. આલાપ અંતાણી (ભુજ) ડો. ચેતન ડાંગર (ગોંડલ) દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ છે.

નામ નોંધણી અને રીપોર્ટ ચકાસણી ૧૭ થી તા. રર ને ગુરુવાર સુધીમાં કરી શકાશે દર્દીનું નામ, ઉમર, સરનામું, ફોન નંબર શકય હોય તો દર્દીનો ફોટો રોગ માટે સારવાર લેવી છે? છેલ્લા રીપોર્ટ નો ફોટો ઉપરની વિગત ભરી જો રુબરુ મળવું હોય ડો. જયસુખ મકવાણા, ડીવાઇન ડેન્ટલ હેલ્થ સેન્ટર ૭/બી કે.હાઉસ આમ્રપાલી સિનેમા પાસે આઝાદ ચોક રૈયા રોડ, રાજકોટના સરનામે મળવાનું રહેશે.

અને વધુ વિગત માટે ૦૨૮૧-૨૪૫૮૮૪૫ પર સંપર્ક કરવા જણાવ્યું છે આ તકે પ્રફુલભાઇ ગોસ્વામી, મહેશભાઇ તોગડીયા, વિનોદભાઇ પટેલ, વિઠલભાઇ સોજીત્રા, જેઠસુખભાઇ ગુજરીયા, અશ્ર્વિનગીરી ગોસાઇ, ડો. જયસુખભાઇ મકવાણાા, બીપીનભાઇ ગાંધી, ભરતભાઇ કોરાટ, મોહનભાઇ ભાલાળા અને મહેશભાઇ પરમાર, તપનભાઇ પંડયા સહીતના હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.