Abtak Media Google News

ફોર્મ ભરવાનું શરૂ: અંદાજે ૬૦૦ લગ્નોત્સુકો ભાગ લેશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રઘુવંશી સમાજના વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા ૧૮ વર્ષથી લોહાણા સમાજના લગ્નોત્સુક યુવક, યુવતીઓ માટે નિ:શુલ્ક ‘રઘુવંશી વૈવિશાળ માહિત કેન્દ્ર’ ચલાવવામાં આવે છે. હાલમાં દર રવિવારે સવારે ૧૦-૦૦ થી બપોરે ૨-૦૦ દરમ્યાન રાજકોટ લોહાણા મહાજનના સંપુર્ણ સહકારથી કેસરીયા વાડી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે અને દર રવિવારે સાંજે ૬  થી ૮-૩૦ દરમિયાન યોગેશભાઈ પુજારા (પ્રમુખ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના કાર્યાલય, અક્ષર માર્ગ, શીલ્પા જવેલર્સની સામે, રાજકોટ) ખાતે નિ:શુલ્ક રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર ચાલી રહ્યુ છે.

મનુભાઈ મીરાણી દ્વારા રાજકોટ, જામનગર, મોરબી શહેરના રઘુવંશી શ્રેષ્ઠીઓના આર્થિક સહયોગથી ” ૬ ઠો રઘુવંશી મેગા, નિ:શુલ્ક પરીચય મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. રઘુવંશી સમાજના ઉચ્ચશિક્ષીત (હાઈ એજયુકેટેડ , ગ્રેજયુએટ કે તેથી વધારે) લગ્નોત્સુક દિકરા-દિકરીઓ માટે કેસરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સવારે ૮-૩૦ થી સાંજે ૬-૦૦ દરમિયાન, તા. ૧ માર્ચ, રવિવારના રોજ યોજાયેલા આ પરીચય મેળામાં સમગ્ર રઘુવંશી સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી યુવક-યુવતીઓને આશીર્વાદ શુભકામના પાઠવશે.

આ પરીચય મેળામાં ઉમેદવારે ખાસ જાતે હાજર રહેવુ થઇને કાઉન્ટર ઉપર સવારે ૯-૩૦ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે. ઉમેદવાર સાથે વધુમાં વધુ બે વાલીને એન્ટ્રી પાસ ભાગ લેનાર ઉમદેવારે આગામી તા. ૧૨ મી સુધીમાં આપવામાં આવશે.

ત્રણ ફોટા બે ફોટા પાસપોર્ટ સાઈઝના અને ૧ ફોટો પોષ્ટકાર્ડ સાઈઘનો રહેશે. જરૂરી વિગત સર્ટી. સાથે મોકલવાના રહેશે, તા. ૧૨/૦૨/૨૦૨૦ પછી કોઈપણ ઉમેદવારના ફોર્મ રૂબરૂ કે ટપાલ મારફત કે ઈ-મેઈલ સ્વીકારવામાં નહી આવે માટે સહકાર આપવો. રઘુવંશી વેવિશાળ પરીચય મેળોની સફળતા માટે મનુભાઈ મીરાણી, સંદીપ મીરાણી, મિતલ ખેતાણી, યોગેશભાઈ પુજારા, વિઠ્ઠલાણી, કિરીટભાઈ પાંઘી, નીતીનભાઈ ભુપતાણી, ભુપતભાઈ રવેશીયા (મોરબી), પરેશભાઈ દાવડા, જીતુભાઈ રાયજાદા, ભાવનાબેન દક્ષીણી, રાજુભાઈ જોબનપુત્રા, દિલીપભાઈ કુંડલીયા, વિજયભાઈ કારીયા, પ્રકાશભાઈ ચગ, અમિત નાગ્રેચા, ગિરીશભાઈ કાનાબાર સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. નીતીનભાઈ ભુપતાણીક(મો. ૯૪૨૬૪ ૬૦૨૯૫) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે. પરિચય મેળાની સફળતા માટે આગેવાનોએ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.