શ્રઘ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટરની વર્ષગાંઠ નિમિતે વિનામૂલ્યે માર્ગદર્શન કેમ્પ

46

બે દાયકાના અનુભવી ડો. પિયુષ ઉનડકટની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ

આંખની તપાસ અને ઓપરેશનમાં ખાસ ડિસ્કાઉન્ટ

દરેક માનવી દુનિયાને સારી રીતે જોઇ શકે, માણી શકે એ માટે વ્યકિતની આંખની તમામ પ્રકારની સારવાર એક જ સ્થળે મળી રહે એવા ઉમદા હેતુ સાથે બે દાયકાના અનુભવી જાણીતા આંખના સર્જન ડો. પિયુષ ઉનડકટ દ્વારા રાજકોટમાં શરુ કરવામાં આવેલી સૌરાષ્ટ્રની સૌપ્રથમ આંખની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ શ્રઘ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટરની પ્રથમ વર્ષગાંઠ નીમીતે હોસ્પિટલ દ્વારા એક અઠવાડીયા સુધી આંખને લગતી તકલીફો અને તેની યોગ્ય સંભાળ-સારવાર વિશે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ આંખની તપાસ અને ઓપરેશનમાં પણ ર૦ ટકા રાહત આપવામાં આવશે એમ હોસ્પિટલના ડો. પિયુષ ઉનડકટની એક યાદીમાં જણાવાયું છે. હોસ્પિટલ દ્વારા સતત સેવાકીય પ્રવૃતિ ચાલતી જ રહે છે અને ભવિષ્ય માં પણ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવા ડો. ઉનડકટ અને તેમની ટીમ સતત કાર્યરત રહેશે. હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે તબીબો સહિત સમાજના આગેવાનો દ્વારા ડો. ઉનડકટ અને તેમની ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

ડો. પિયુષ ઉનડકટના જણાવ્યા અનુસાર શ્રઘ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટર (ઇન્દીરા સર્કલ, ૧પ૦ ફુટ રીંગ રોડ, જલારામ-૩ કોહિનુર એપાર્ટમેન્ટની પાસે, રાજકોટ મો. ૯૬૯૮૪ ૯૧૦૦૦ એ સૌરાષ્ટ્રની સૌ પ્રથમ આંખની સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ છે. અહીં મોતીયાના ફેકો પઘ્ધતિથી ટાંકા વગરના ઓપરેશનના લેસર આંખના નંબર ઉતારવાના ઓપરેશન, આંખમાં રસી, ફલુ તથા ચાંદાની સારવાર માટે કોર્નિયા (કીકી) કલીનીક, ગ્લુકોમા (ઝામર) કલીનીક, નાસુરના ઓપરેશન, ડાયાબીટીસને લીધે થતા આંખના રોગની સારવાર, પડદાના રોગની તપાસ તથા સારવાર આંખની પાંપણ પડી જવી, ત્રાસી આંખ વગેરે કેસમાં જરુરી પ્લાસ્ટીક સર્જરી સહિત આંખની તમામ પ્રકારની સારવાર એક જ છત્ર તળે ઉપલબ્ધ છે.

ડો. ઉનડકટના જણાવ્યા અનુસાર હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નીમીતે આગામી તા. ર૪ થી ર૯ ફેબ્રુઆરી સુધી આંખને લગતી તકલીફો વિશે નિષ્ણાંતો દ્વારા વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ આંખની તપાસ અને ઓપરેશનમાં પણ ર૦ ટકા રાહત આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા માગતા લોકોને શ્રઘ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટર (મો. નં. ૯૬૯૮૪ ૯૧૦૦૦, ફોન નં. ૦૨૮૧-૨૫૮૫૪૭૮) ખાતે નામ નોંધાવી દેવા જરુરી છે.

Loading...