Abtak Media Google News

વુમન્સ ડેનિમિતે સ્ટેશન લેંગ્વેજ લેબ તરફથી અમુલ્ય ગિફટ

 રજીસ્ટ્રેશન શરૂ: ૯મીએ તાલીમ વર્ગનું ઉદ્ઘાટન: કલબના મેમ્બર્સઅબતકની શુભેચ્છા મુલાકાત

સ્ટેશન-ઈ લેંગ્વેજ લેબ ‘વુમન્સ-ડે’ નિમિતે એક અનેરો અવસર રાજકોટ સીટી વુમન્સના સભ્ય બહેનો માટે નિ:શુલ્ક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. પ્રફુલ્લાબેન મહેતાના અથાગ અને સતત પ્રયત્નો હંમેશા એવા રહ્યા છે કે બહેનો માટે હંમેશા કંઈક વિશેષ કરવું બહેનો કેવી રીતે આગળ આવે તેમના જીવનને કેવી રીતે નવિનતાથી ભરી દેવું એ તેમના હંમેશા પ્રયત્નો રહ્યા છે. એમને વિચાર આવ્યો આજના સમયમાં અંગ્રેજી વગર કેમ ચાલશે ? કારણકે ટ્રેનથી માંડી પ્લેન સુધી બેંક વ્યવહાર, મોલ, ઓનલાઈન શોપિંગ, અંગ્રેજી માધ્યમમાં ભણતા સંતાનોના વાલીઓને પણ અંગ્રેજી શીખવું જ પડે ! કોઈપણ બહેનો કે જે ગૃહિણીઓ છે અથવા જોબ કે બિઝનેસ કરે છે તે બધા જ માટે અંગ્રેજી જરૂરી છે. પણ એવી માન્યતા છે કે અંગ્રેજી શીખવું એ અઘરું છે. આ તમામ વિચારોનો જવાબ એમને સ્ટેશન-ઈ લેંગ્વેજ લેબમાં મળ્યો.

આ કોર્ષ સ્ટેશન-ઈ લેંગ્વેજ લેબમાં જનરલી ૧૨૦૦/- રૂ. ચાર્જ કરવામાં આવે છે જે અત્યારે સંપૂર્ણ ફ્રિ કરાવવામાં આવશે આનો એકપણ રૂપિયો ચાર્જ લેવામાં આવશે નહીં. આ મહત્વના નિર્ણય પાછળ સંસ્થાનો એકમાત્ર ઉદેશ છે કે અંગ્રેજી ભાષા દરેકને આવડતી હોય છે પણ વ્યવહારુ જગતમાં અંગ્રેજીમાં વાતચિત કરવામાં તકલીફ પડતી હોય છે. લોકોમાં એવી માન્યતા છે કે આ કઠિન છે. સામાન્ય રીતે અંગ્રેજીમાં વાત કરવી એટલું સહેલું કાર્ય નથી. પરંતુ આ તદન ફ્રિ ટ્રેનિંગનો લાભ દરેક પોતાની આ મુંઝવણ દુર કરી શકશે. આ ટ્રેનિંગમાં ભાગ લેવા ઈચ્છુક લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

રજીસ્ટ્રેશન દરમ્યાન સભ્યકાર્ડ સાથે રાખવું ફરજીયાત છે. મો.નં.૯૪૨૬૬ ૯૧૫૩૯, ૯૭૨૫૯ ૨૫૬૩૫ પર તા.૧૫/૩/૨૦૧૯ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જે સભ્ય પોતે આ કોર્ષમાં ન જોડાઈ શકે તેમ હોય તેમના કોઈપણ એક ફેમિલિ મેમ્બર આ કોર્ષમાં જોડાઈ શકશે. સ્ટેશન ઈ લેંગ્વેજ લેબ, સિલ્વર સેન્ડ સોસાયટી, બિગ બજાર સામે, ઈમ્પીરીયલ હાઈટસ પાછળ રાજકોટ ખાતેનું ઉદઘાટન તા.૯ના રોજ સાંજે ૫ કલાકે અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવશે તેમ ‘અબતક’ની મુલાકાતે આવેલા સીટી વુમન્સ કલબના સભ્ય બહેનો પ્રફુલાબેન મહેતા, નીતા મહેતા, અલ્કા ગોસાઈ, કલ્પના પારેખ, પ્રિતી ગાંધી દ્વારા વાતચીત દરમ્યાન જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.