Abtak Media Google News

દાદરાનગર હવેલી સેલવાસની સામરવાણી પંચાયતમાં લાયન્સ કલબ ઓફ સેલવાસ તથા લિયો કલબ ઓફ સેલવાસના દાદરાનગર હવેલી દ્વારા નિ:શુલ્ક ચિકિત્સા કેમ્પ સ્વાસ્થ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં લાયન્સ કલબના અધ્યક્ષ પિન્કી ભીમાણી, અતુલ શાહ, મનીષ રાણા, લાયન્સ સચિવ મનીષ ગોડસે, નીલમ જવેરી, દીપ જલાકરે આ વિશાળ ચિકિત્સા કેમ્પની શરૂઆત કરી સ્વાસ્થ્ય યજ્ઞમાં અમેરિકા, ગુજરાત, દમણ, અને સેલવાસની હોસ્પિટલનાં જાણીતા ડોકટરો દ્વારા નિ:શુલ્ક સેવા આપી સેલવાસ હોસ્પિટલના ૨૨ ડોકટરો, ઉપસ્થિત રહ્યા.Img 20181020 Wa0002

જેમાં ડો.નરેશ રાણા, શીતલ ચૌહાણ, ડો.નૂતન બર્વે, ડો.જે.સી. રાણા ઉપસ્થિત રહ્યા અને સેલવાસ લાયન્સ કલબ દ્વારા પહેલીવાર નિ;શુલ્ક ચિકિત્સા કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ મફત સારવાર,દવા, સ્ટીલની લાકડી, વોકર, આપવામાં આવ્યા હતા. આ સાથે દાંતના રોગની સારવાર કરાઈ જયારે વિકલાંગોને પણ ચશ્મ નિ:શુલ્ક આપવામાં આવ્યા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.